રસોડામાં રહેલી આ ઔષધી માથા, ગઠીયા અને આંખના દુખાવા કરી દેશે ગાયબ. આવી રીતે કરો ઉપયોગ મટી જશે ચામડીના તમામ રોગો….

મિત્રો તમે જાણતા હશો કે કોથમીર અને તેના બીજ અનેક રોગોમાં ખુબ જ અસરકારક દવા રૂપે કામ કરે છે. ધાણાના બીજથી બનેલો લેપ શરીરની ઘણા પ્રકારની સમસ્યાઓના નિવારમાં ઉપયોગી થઈ પડે છે. આવામાં જાણીએ કેવી રીતે કરવો જોઈએ તેનો ઉપયોગ.

શાકભાજીનો રંગ વધારવો હોય કે સ્વાદ બંને માટે લીલા ધાણા ખૂબ જ ઉપયોગી છે. તેમજ લીલા ધાણાના બીજ પણ ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે. આમ તો ધાણાના બીજનો ઉપયોગ શાકભાજીમાં કરવામાં આવે છે. આ સિવાય ધાણાના બીજ પાચનની સમસ્યા, સંધિવાની સમસ્યા, એનીમિયા, ત્વચાની સમસ્યા વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

તમને જણાવી દઈએ કે રસોઈમાં વપરાતા ધાણાના બીજમાં, ફાઈબર, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, વિટામિન સી વગેરે જેવા પોષકતત્વો જોવા મળે છે. આવામાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા જ ફાયદા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ધાણાના બીજમાંથી બનેલો લેપ શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે ધાણાના લેપથી શરીરને ક્યાં-ક્યાં લાભ થાય છે. આ માટે અમે તમને તેના કેટલાક ફાયદાઓ વિશે પણ જણાવીશું. 

1) ત્વચાની સમસ્યા દૂર થાય છે : ત્વચાની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં ધાણાના બીજનો બનેલો લેપ ખૂબ ઉપયોગી છે. તમને જણાવી દઈએ કે ધાણાના બીજની અંદર વિટામિન સી ની સાથે એન્ટીઓક્સિડેન્ટ, એંન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો રહેલા હોય છે જે ન માત્ર ત્વચાને સ્વસ્થ રાખે છે પરંતુ સાથે જ તમારી વધતી ઉંમરને પણ રોકવામાં મદદ કરે છે. આ માટે તમારે ધાણાના બીજને પાણી સાથે મિક્સ કરી લેપ બનાવી લેવો અને તેને ચહેરા પર લગાવવો. આ સિવાય તમે ધાણાના પાણીને પણ ચહેરા પર લગાવી ત્વચાની સમસ્યા દૂર કરી શકો છો. આમ તે તમારી ત્વચાને લગતી સમસ્યાઓ દુર કરી શકે છે.

2) માથાના દુખાવામાં રાહત : માથાના દુખાવાને દૂર કરવામાં પણ ધાણાના બીજનો બનેલો લેપ કામ આવી શકે છે. આવામાં તમારે ધાણાના બીજને વાટીને પાણી સાથે ભેળવી મિશ્રણ તૈયાર કરી લેવું અને બનાવેલું મિશ્રણ માથા પર લગાડવું. આમ કરવાથી માથાનો દુખાવાની સાથે માથાના દુખાવાથી લગતા શરીરના ભારેપણાથી પણ રાહત મળશે.

3) માથામાં પડતી ટાલની સમસ્યાથી રાહત : આજના સમયમાં ચિંતા, ધૂળ, માટી, વાયુ પ્રદૂષણ જેવી સમસ્યાઓને કારણે વાળ ખરવાની શરૂઆત થઇ જાય છે જે માથામાં પડતી ટાલનું પણ કારણ બને છે. આવામાં આ સમસ્યાને દૂર કરવા માટે ધાણાના બીજનો લેપ ઘણો કામ આવી શકે છે. તમે ધાણાના બીજનું ચૂર્ણ બનાવી લો અને તેમાં સરકોને મેળવી લો. હવે તમે બનાવેલા આ મિશ્રણને પ્રભાવિત જગ્યાએ લગાવો. આમ કરવાથી ટાલની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. જોકે આ મિશ્રણનો ઉપયોગ કરતા પહેલા તમારે ડોક્ટરની સલાહ જરૂર લેવી. કારણ કે હોય શકે છે કે તમારી ટાલ પડવાની સમસ્યા બીજી કોઈ બીમારીને લઈને પણ હોઇ. આવામાં એકવાર એક્સપર્ટનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ.

4) આંખોનો દુખાવો દૂર થાય છે : આંખોનો દુખાવો ઘણા જ કારણોથી થઈ શકે છે. જેમકે ધૂળ માટીને કારણે, પ્રદુષિત વાતવરણને કારણે કે પછી લાંબા સમય સુધી સ્ક્રીન પર કામ કરવાને લીધે. આવામાં આ દુખાવાને ઓછો કરવા માટે ધાણાના બીજ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તમે ધાણાના બીજને જવ સાથે વાટી લો અને તેમાં પાણી ભેળવી જાડુ પેસ્ટ તૈયાર કરી લો. હવે બનાવેલા લેપને એક કપડાં પર સરખી રીતે લગાવી દો અને તે કપડાને આંખો પર બાંધી લેવું. આમ કરવાથી આંખોના દુખાવાથી રાહત મળે છે.

5) સંધિવાના દુખાવાથી મળે રાહત : સંધિવાના દુખાવાને દૂર કરવા માટે ધાણાના બીજ તમારે માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ પડશે. આ માટે તમે નારિયેળના તેલમાં ધાણાના બીજનું ચૂર્ણ મિક્સ કરી લો અને બનેલા મિશ્રણને અસરકારક જગ્યાએ લગાવો. આમ કરવાથી સંધિવાના દુખાવાની સાથે સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. તો જે લોકો સંધિવાના રોગથી પરેશાન હોય તેઓ આ ધાણાના બીજનો ઉપયોગ કરી શકે છે. 

ઉપર જણાવેલા મુદ્દાઑ પરથી જાણવા મળે છે કે ધાણાના બીજથી બનેલો લેપ સ્વાસ્થ્ય માટે ઘણો જ ઉપયોગી બની રહે છે. પરંતુ જો તમને ઉપર જણાવેલી સમસ્યાઓ કોઈ બીજા અન્ય કારણોસર થયેલી હોય તો ધાણાના બીજનો લેપ લગાડતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ. આ સિવાય જો તમને ધાણાના બીજથી એલર્જીનો અનુભવ થાય તો તેનો ઉપયોગ પોતાની સ્કીન પર કરવો જોઈએ નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment