મફતમાં જ થાઈરોઈડ મટાડી વજન અને બ્લડ શુગરને કંટ્રોલ કરવાનો જોરદાર દેશી ઈલાજ. અટકી જશે ખરતા વાળ અને હાડકાના દુખાવા પણ…

મફતમાં જ થાઈરોઈડ મટાડી વજન અને બ્લડ શુગરને કંટ્રોલ કરવાનો જોરદાર દેશી ઈલાજ. અટકી જશે ખરતા વાળ અને હાડકાના દુખાવા પણ…

મિત્રો આ રોગ એવો છે જે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધુ થાય છે. પણ થાયરોઈડને કંટ્રોલ કરવા માટે તમારે પોતાની ડાયેટ પર ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે. એવા ઘણા ખોરાક છે જેનું સેવન કરવાથી થાયરોઈડને કંટ્રોલ કરી શકાય છે. તેમાંથી જ એક છે કોથમીર. કારણ કે કોથમીરમાં અનેક પોષકતત્વો જેવા કે આયર્ન, મેગ્નેશિયમ, મેગ્નીજ તત્વો રહેલા છે. આથી કોથમીર દ્વારા થાયરોઈડને કંટ્રોલ કરી શકાય છે. આ સિવાય કોથમીરમાં ડાઈટરી ફાઈબર રહેલ છે. તેમજ તેમાં વિટામીન સી રહેલ છે. આજે આપણે આ લેખમાં કોથમીર ખાવાથી કેવી રીતે થાયરોઈડ કંટ્રોલમાં રહે છે તે વિશે જાણીશું. 

થાયરોઈડમાં કોથમીરનું સેવન કેમ ફાયદાકારક છે ? : આપણે શાક કે સલાડમાં ડેકોરેશન માટે કોથમીર નાખીએ છીએ પણ આ કોથમીર ખુબ જ ફાયદાકારક છે. ખાસ કરીને થાયરોઈડના દર્દીએ પોતાની ડાયેટમાં કોથમીર જરૂર સામેલ કરવી જોઈએ.

1) થાયરોઇડમાં કોથમીરનું સેવન કરવાથી વજન કંટ્રોલ કરી શકાય છે.
2) થાયરોઈડ દરમિયાન કોથમીરનું સેવન કરવાથી હાડકાઓમાં થતો દુખાવો ઓછો કરી શકાય છે.
3) હાઈપોથાયરોઈડીજ્મને કંટ્રોલ કરવા માટે કોથમીર ખુબ જ લાભકારી છે.
4) કોથમીરની અંદર એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ હોય છે જેના કારણે થાયરોઈડના દર્દીને ડીપ્રેશન નથી થતું.
5) બ્લડશુગર લેવલ વધવાથી પણ થાયરોઈડ વધી શકે છે, જયારે કોથમીર ખાવાથી બ્લડશુગર પણ કંટ્રોલમાં રહે છે.
6) કોથમીરનું સેવન કરવાથી  હેર થીનીંગ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. થાયરોઈડના દર્દીમાં વાળ ખરવાની સમસ્યા રહે છે, કોથમીર ખાવાથી ખરતા વાળ અટકે છે. 

થાયરોઈડ કંટ્રોલ કરવા માટે કોથમીરના બીજનું સેવન કરો : જો તમે થાયરોઈડને કંટ્રોલ કરવા માંગતા હો તો કોથમીરના બીજનું પાણીમાં સેવન કરી શકાય છે. આ માટે તમારે રાત્રે કોથમીરના બીજને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે 10 મિનીટ માટે તેને ઉકાળો અને પછી ગાળીને તેને પી જાવ. તમે કોથમીરને પોતાની સબ્જીમાં મિક્સ કરીને પણ સેવન કરી શકો છો. કોથમીરના સેવનથી શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. આ સિવાય કોથમીરથી ડાઈજેશન પણ સારું રહે છે, તેમજ રોગ પ્રતિકારકશક્તિમાં પણ વધારો થાય છે.

થાયરોઈડ કંટ્રોલ કરવા માટે કોથમીરનું જ્યુસ પીવો : થાયરોઈડ થવા પર દર્દીને થાકનો અનુભવ વધારે થાય છે, થોડું કામ કરવાથી તે થાકી જાય છે. આ સિવાય તેના વાળ ખરવા લાગે છે, સ્કીન ડ્રાય થવા લાગે છે, ચિડીયાપણું રહે છે. આથી તમે તેને કંટ્રોલ કરવા માટે કોથમીરનું જ્યુસ પી શકો છો. દરરોજ સવારે ખાલી પેટ કોથમીરનું જ્યુસ પીવું જોઈએ. બે થી ત્રણ અઠવાડિયા સુધી કોથમીરનું જ્યુસ પીવાથી થાયરોઈડને કંટ્રોલ કરી શકાય છે. આ સિવાય કોથમીરનું સેવન કરવાથી સ્કીનની સમસ્યા પર દુર થાય છે.

કોથમીરનું જ્યુસ કેવી રીતે બનાવવું? : 1) કોથમીરનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા તમે કોથમીરના તાજા પાનને પાણીમાં ધોઈ નાખો.
2) કોથમીરના પાનને મિક્ચરમાં નાખીને થોડું પાણી નાખી પીસી નાખો.
3) આ મિશ્રણમાં ચપટી મીઠું અને મરચું પણ નાખો.
4) આ બધી સામગ્રી મિક્સ કરવા માટે મિક્ચરને શરુ કરો.


5) જે જ્યુસ તૈયાર થાય તેમાં ઉપરથી થોડું લીંબુ નાખીને તેનું સેવન કરો.
6) આ સિવાય તમે કોથમીરને સલાડ, શાકભાજી, સૂપ, વગેરેમાં નાખીને પણ સેવન  કરી શકો છો.
7) તમારે લીલોતરી શાકભાજીનું સેવન વધુ કરવું જોઈએ. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!