નારિયેળના તેલમાં ઉમેરી દો આ એક વસ્તુ. શિયાળામાં ખુબ જ ઝડપથી વાળ બની જશે કાળા, લાંબા અને જાડા…

દરેક લોકો ઈચ્છે છે ખાસ કરીને સ્ત્રીઓ એવું ઈચ્છતી હોય છે કે તેના વાળ એકદમ કાળા, લાંબા અને જાડા બને. આ માટે તે અનેક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પણ આજકાલ મોટાભાગના લોકોની એવી ફરિયાદ હોય છે કે તેના વાળ ખુબ જ રફ, ટૂંકા તેમજ બેજાન છે. જો કે આ સમસ્યા શિયાળામાં વધુ જોવા મળે છે. આથી શિયાળાની ઋતુમાં ઠંડી હવાને કારણે વાળ જલ્દી શુષ્ક થઈ જાય છે. જેનાથી માથામાં ડેંડ્રફની સમસ્યા પણ થઈ જાય છે. કાળા, લાંબા અને જાડા વાળ માટે શિયાળામાં આ રીત જરૂરથી અજમાવવી જોઈએ.  

તમે વાળમાં નાળિયેરનું તેલ નાખવાનું પસંદ કરતા હો તો, નાળિયેર તેલમાં કેટલીક ખાસ વસ્તુઓ મિક્સ કરીને જો તમે વાળમાં લગાવશો તો વાળની શુષ્કતા અને ડેંડ્રફની સમસ્યા થશે દૂર. તમારે એક જ વારમાં એક મહિના માટેનું તેલ બનાવીને તૈયાર કરી લેવું. દર વખતે વાળ ધોતા પહેલા અડધો કલાક પહેલા આ તેલને વાળમાં લગાડવું. અઠવાડિયામાં 2 વખત આનો ઉપયોગ તમારા વાળને કાળા, લાંબા અને જાડા બનાવવામાં મદદ કરશે.

1) ડુંગળીના બીજ : તમે કદાચ એવું સાંભળ્યું હશે કે ડુંગળીએ વાળ માટે ખુબ જ સારી છે. તેમાં રહેલ અનેક પોષકતત્વો તમારા વાળને પુરતું પોષણ આપવામાં મદદ કરે છે. શિયાળા માટે સ્પેશિયલ નારિયેળ તેલ બનાવવું ફક્ત 5 મિનિટનું કામ છે. તમારે જે ત્રણ વસ્તુઓ આમાં નાખવા માટે જોઈએ છે તેમાં પહેલું છે ડુંગળીના બીજ, તેને કલૌંજીના નામથી પણ ઓળખવામાં આવે છે. 

ડુંગળીના બીજ વાળના ગ્રોથને વધારવામાં મદદ કરે છે. તે ફૉસ્ફરસ અને પોટેશિયમ જેવા તત્વોથી ભરપૂર હોય છે જેના કારણે વાળનો કુદરતી રંગ જાળવી રાખવામા મદદ મળે છે.

2) મીઠો લીમડો : મીઠો લીમડો પણ વાળ માટે ખુબ જ ગુણકારી માનવામાં આવ્યો છે. મીઠો લીમડો સ્વાસ્થ્ય સંબંધી ગુણોની સાથે જ વાળનો ગ્રોથ વધારવામાં પણ ખૂબ ઉપયોગી બની રહે છે. મીઠા લીમડામાં એન્ટિ-ફ્ંગલ, એંન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લામેટ્રી ગુણ પણ જોવા મળે છે. જેના કારણે તે તમારા વાળના મૂળમાં રક્તના પ્રવાહને વધારીને વાળને મજબૂતી આપે છે અને ડેંડ્રફથી વાળની રક્ષા કરે છે.

3) આ રીતે બનાવવું તેલ : એક મહિના માટે નાળિયેરનું તેલ તૈયાર કરવું છે તો એક નાનો કપ નારિયેળનું તેલ લો. તેને ધીમા તાપે ગરમ થવા મૂકી દો. સારું રહેશે જો તમે તેને લોઢાના વાસણમાં ગરમ કરો. જ્યારે તેલ થોડું ગરમ થઈ જાય એટ્લે તેમાં 1 ચમચી મેથી નાખવી અને ધીમા ગેસે 2 મિનિટ સુધી ગરમ થવા દેવું. ત્યારપછી 1 ચમચી ડુંગળીના બીજ નાખવા અને 25 થી 30 મીઠા લીમડાના પાંદડા નાખીને 3 થી 4 મિનિટ સુધી પકાવો. ગેસ બંધ કર્યા પછી તેલને ઠંડુ થવા દેવું. પછી તેને ગાળીને કાચની બોટલમાં ભરી લેવું અને દર વખતે માથું ધોતા પહેલા 30 મિનિટ પહેલા લગાડવું.

4) વાળ પોતાનો રંગ ખોતા નથી : જો વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા હોય તો મેથી તમારી સમસ્યાનું સમાધાન કરવા માટે સૌથી સરસ ઘરેલુ ઉપાયમાંથી એક છે. તે વાળની સફેદ થવાની પ્રક્રિયા રોકે છે અને સાથે જ વાળનો પ્રાકૃતિક રંગ ખરાબ થવાથી પણ બચાવે છે. આ માટે તમે નાળિયેરના તેલમાં મેથીને ગરમ કરીને જ્યારે વાળમાં લગાડો છો ત્યારે તમારા વાળની ચમક વધતી રહે છે. આમ તમે મેથી પણ વાળમાં નાખી શકો છો. મેથી એ પોષક તત્વોથી ભરપુર હોવાથી વાળના વિકાસમાં મદદ કરે છે. 

તો આ રીત તમારા વાળની સુંદરતા વધારવામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે. શિયાળામાં પણ તમારા વાળ કાળા, લાંબા અને જાડા બનશે.    

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment