દરરોજ કરો આનું સેવન, ક્યારેય નહિ થાય કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી 8 ગંભીર બીમારીઓ… આજીવન નહિ આવે મોંઘુ દવાખાનું.

લસણ એક એવો મસાલો છે જે ફક્ત ભોજનનો જ સ્વાદ નથી વધારતું, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. લસણને સેકંડો વર્ષોથી ઔષધીય ગુણો માટે માનવામાં આવે છે. એક એવું જ સુપરફૂડ છે જે ખુબ જ મોટી માત્રામાં પોષકતત્વો પ્રદાન કરે છે. લસણ એક મજબુત સ્વાદ વાળો મસાલો છે. એટલા માટે સામાન્ય રીતે તેને એકલું ન ખાઈ શકાય. પરંતુ શાકભાજીમાં મસાલાના રૂપમાં સામાન્ય રીતે ઓછી માત્રામાં ખાઈ શકાય છે. 

મોટાભાગે દરેક લોકો સફેદ લસણનું સેવન કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કાળું લસણ પણ હોય છે. તેની સૌથી ખાસ વાત એ છે કે, તેની ગંધ એટલી વધુ નથી અને તે ધીમે ધીમે લોકોના સ્વાસ્થ્ય માટે એક સુપરફૂડના રૂપમાં ઉભરી આવ્યું. કાળું લસણ, કોઈ નવી વસ્તુ નથી. પરંતુ સફેદ લસણનું જ એક ફોર્મેટ કરવામાં આવેલું નવું રૂપ અથવા જુનું સફેદ લસણ છે. તેની ખુશ્બુ સફેદ લસણની જેટલી તીખી નથી હોતી. પરંતુ તે પોષકતત્વોથી ભરપુર હોય છે.

કાળા લસણના બધા ગુણ સફેદ લસણ સમાન જ હોય છે. પરંતુ બ્લેક ગાર્લિકમાં ફર્મનટેશનના કારણે એન્ટી-ઓક્સીડેન્ટ બને છે. આ ગુણ યુનિક હોય છે. તે ફ્લેવેનોઈડ્સ પોલીફિનોલ્સ અને એલ્કલોઈડ્સથી ભરપુર હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કાળા લસણના ફાયદા..

1 ) કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે : કાળા લસણમાં એવા ગુણ હોય છે જે હાઈ બ્લડ પ્રેશર સાથે લડવા માટે સક્ષમ હોય છે. તે પ્રોટીન અને બી વિટામીનનો પણ ભંડાર છે.આ સિવાય, તે કોલેસ્ટ્રોલ, ટાઈપ 2 ડાયાબિટીસ, થાક અને તણાવના જોખમોને પણ ઓછું કરવામાં સહાયક છે.

2 ) ઇમ્યુનિટી સિસ્ટમને કરે મજબુત : કાળા લસણમાં એન્ટી ઓક્સીડેન્ટની ક્ષમતા હોય છે, જે પાચન શક્તિને વધારે છે, એનર્જી આપે છે અને ઇમ્યુનિટી સિસ્ટમની સાથે સ્વાસ્થ્યને પણ મજબુત કરવામાં સહાયરૂપ થાય છે.

3 ) એન્ટી બેક્ટેરીયલ ગુણ : કાળા લસણમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી સેપ્ટિક બે પાવરફુલ ગુણો હોય છે. આ સિવાય તેમાં વિટામીન સી પણ મળી આવે છે. કાળા લસણના નિયમિત સેવનથી વાયરસ અને બેક્ટેરિયાથી બચાવ થઈ શકે છે.

4 ) એમિનો એસિડનો ભંડાર : એટલું જ નહિ કાળા લસણમાં 18 આવશ્યક એમિનો એસિડ હોય છે, જેમાં આર્જિનિન અને ટ્રીપ્ટોફેન પણ શામિલ છે. એમિનો એસિડ આવશ્યક પદાર્થ છે જે જીવ ઉત્પન્ન નથી કરી શકતું અને ભોજનના માધ્યમથી તેને શામિલ કરવું આવશ્યક છે. 

5 ) હૃદય રોગ રોકવામાં મદદગાર : કુલ મળીને કાળું લસણ એક સુપરફૂડ છે, કેમ કે તે હૃદય રોગોને રોકવામાં મદદ કરે છે. તે ધમનીઓની સ્થિતિમાં સુધારો કરવામાં યોગદાન આપે છે, કેમ કે તે રક્તમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ અને કોલેસ્ટ્રોલની માત્રાને ઓછી કરે છે.

6 ) હાડકા માટે : કાળા લસણમાં એક એવો પણ ગુણ છે જે પ્રોટીન અને કોલેજનનો એક સ્ત્રોત છે. કોલેજન ત્વચાના સ્વાસ્થ્ય માટે એક મહત્વપૂર્ણ પદાર્થ છે, જે સાંધા અને હાડકાઓને પુનર્જીવિત અને મજબુત કરવામાં શામિલ છે. 

7 ) કેન્સરના ઈલાજમાં : કાળું લસણ પેટના કેન્સર, બ્લડ કેન્સર અને કોલન કેન્સરનો ઈલાજ કરવામાં ખુબ જ મદદગાર સાબિત થઈ શકે છે. આ લસણના સેવનથી કેન્સર જેવા ગંભીર રોગોથી બચી શકાય છે. તેની સાથે જ લીવરની સમસ્યા માટે પણ ખુબ અસરકારક હોય છે. આ લસણના સેવનથી લીવરને કોઈ પણ પ્રકારનું નુકશાન નથી થતું. તેમજ કાળું લસણ દિમાગને સ્વસ્થ રાખવાનું પણ કામ કરે છે. 

કાળા લસણનું સેવન કેવી રીતે કરવું : કાળું લસણ એક એવું ખાદ્ય પદાર્થ છે જે પોતાના સ્વાસ્થ્ય લાભોને કારણે આખી દુનિયામાં પોતાનું નામ બનાવી ચુક્યું છે. તેને ભોજન બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. કાળા લસણનો સ્વાદ બહેતર હોય છે અને તે વધુ કડવું પણ નથી હોતું. એટલા માટે તેનો ઉપયોગ મસાલાના રૂપમાં કરી શકાય છે. કાળા લસણને સલાડ, ચીકન, માંસ, ટોસ્ટ વગેરેમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેને તમને તમારી પસંદનો નાસ્તો બનાવવામાં પણ લઈ શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment