ખાલી 2 પાન તેલમાં ઉકાળી લગાવી દો, માથાના દુખાવા સહિત ગઠીયા અને સાંધાના દુખાવાથી પણ મળશે રાહત, વાળ અને ત્વચાની સમસ્યા મટાડી ટેન્શન કરી દેશે ઓછું….

મિત્રો આપણા રસોડામાં અનેક મસાલા ઉપલબ્ધ હોય છે આ મસાલા આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી હોય છે. તેવો જ એક મસાલો તમાલપત્ર છે જે અનેક ગુણો અને પોષક તત્વોથી ભરપૂર છે. આપણા ભારતીય ઘરોમાં તમાલપત્રનો ઉપયોગ તો આપણે મસાલા રૂપે તથા જમવાનો સ્વાદ વધારવા માટે કરતા જ હોઈએ છીએ.

તેવી રીતે સરસવના તેલનો પણ જમવાનું બનાવવામાં, તળવામાં, શેકવામાં કે વઘાર કરવામાં ઉપયોગ કરી શકાય છે. તેના સિવાય સરસવનું તેલ ત્વચા અને વાળ માટે પણ લાભદાયક છે. જો તમે તમાલપત્ર અને સરસવના તેલનો એક સાથે ઉપયોગ કરો છો તો તેનાથી તમને સ્વાસ્થ્ય, ત્વચા અને વાળને અનેક પ્રકારના ફાયદા થઈ શકે છે. તો આજે આપણે સરસવનું તેલ અને તમાલપત્રને એકસાથે ઉપયોગ કરવાના ફાયદા વિશે જાણીશું.1) સાંધાના દુખાવામાં રાહત:- તમાલપત્ર અને સરસવનું તેલ સાંધાના દુખાવો દૂર કરવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તેના માટે તમે એક બાઉલમાં સરસવના તેલમાં 1 થી 2 તમાલપત્ર નાખો. હવે આ તેલને ગરમ કરો ત્યારબાદ તેને નવશેકુ ગરમ થવા દો અને તમારા શરીરની માલિશ કરો. આમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. તેથી દરરોજ આ તેલથી શરીરની માલિશ કરવાથી તમને સાંધાના દુખાવામાં રાહત મળશે. એટલું જ નહીં તમાલપત્ર અને સરસવનું તેલ ગઠિયા વા માં પણ લાભદાયક છે.

2) ત્વચા માટે ફાયદાકારક:- મોટાભાગના લોકો સરસવના તેલથી શરીરની માલિશ કરે છે તેનાથી ત્વચામાં પોષણ અને નમી જળવાયેલી રહે છે. જો તમને ત્વચા સંબંધિત કોઇ સમસ્યા હોય તો તમે તમાલપત્ર અને સરસવના તેલની મસાજ કરી શકો છો. સરસવના તેલમાં એંટીઓક્સીડેંટ અને વિટામિન ઈ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે આ પોષક તત્વો વધતી ઉંમરના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે. સરસવનું તેલ એજિંગના લક્ષણોને દૂર કરવામાં અસરકારક છે.3) મસલ્સને રિલેક્સ કરે:- તમાલપત્ર અને સરસવનું તેલ મિક્સ કરીને લગાવવાથી મસલ્સ રિલેક્સ થયાનો અહેસાસ થાય છે. તેના માટે તમે થોડા તમાલ પત્રનું તેલ લો અને તેમાં સરસવના તેલ ને મેળવો. હવે આ બંનેથી તમારી માંસપેશીઓની માલીશ કરો. તેનાથી માસપેશીઓમાં તણાવ ઓછો થશે, દુખાવાથી રાહત મળશે અને મસલ્સ રિલૅક્સ થશે.

4) માથાના દુખાવામાં આરામ દાયક:- તમાલપત્ર અને સરસવના તેલથી માલિશ કરવાથી શરીરમાં બ્લડ સરકયુલેશન સારુ થાય છે. તેનાથી લોહી પુરા શરીર સુધી પહોંચે છે. દરરોજ માથું અને શરીરની માલિશ કરવાથી તમને માથાનો દુખાવો અને માઈગ્રેનના દુખાવામાં પણ આરામ મળશે.5) વાળ માટે ફાયદાકારક:- વિશેષરૂપે લોકો પોતાના વાળમાં માત્ર સરસવનું તેલ લગાવે છે. સરસવના તેલમાં હાજર વિટામિન ઈ વાળને મજબૂત અને મુલાયમ બનાવે છે સાથે જ વાળને પર્યાપ્ત પોષણ અને નમી પણ પ્રદાન કરે છે. જ્યારે પણ તમે વાળમાં ઓઇલિંગ કરો, તો તમાલપત્ર અને સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા વાળ મજબૂત, લાંબા અને જાડા બનશે.

તમાલપત્ર અને સરસવના તેલનો ઉપયોગ કેવી રીતે કરાય?:- તેના માટે તમે અડધી વાટકી સરસવના તેલ માં બે-ત્રણ તમાલપત્ર નાખો હવે આને ગરમ કરો, નવશેકુ થયા બાદ તેનો ઉપયોગ કરી શકો છો. તેના સિવાય તમે ચારથી પાંચ ચમચી તમાલપત્રનું તેલ લો અને તેમાં તેમાં ચારથી પાંચ ચમચી સરસવનું તેલ મેળવો અને હવે આ મિશ્રણનો ઉપયોગ કરો. આ રીતે તમાલપત્ર અને સરસવના તેલનો એક સાથે ઉપયોગ કરવાથી તમારી માસપેશીઓ મજબૂત બનશે, માથાના દુખાવાથી છુટકારો મળશે અને વાળ તથા ત્વચા માટે પણ ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment