વાળને ઝડપથી લાંબા અને કાળા કરશે તમારા રસોડામાં જ રહેલી આ વસ્તુ… આ રીતે કરો ઉપયોગ.

મિત્રો તમે વાળને સુંદર, ચમકદાર, અને સિલ્કી બનાવવા માટે ઘણું બધું લગાવતા હશો. તેમજ અનેક શેમ્પુ અને કંડીશનરનો પણ ઉપયોગ કરતા હશો. પણ વાળ જોઈએ તેવા સિલ્કી કે સુંદર નથી દેખાતા. આજે અમે તમને એવા ઉપાય વિશે જણાવીશું જે તમને વાળમાં અનેક ગણા ફાયદા આપશે. બેસન આ વખતે ગાલ પર નહિ પણ વાળમાં લગાવવાનો છે. જે રીતે બેસન લગાવવાથી ગાલ સુંદર બને છે તે રીતે જ વાળ એકદમ કાળા બને છે.

બેસન ચહેરા પર લગાવવાથી લાભ મળે છે. આ વાત તો લગભગ બધા જાણે છે. પણ એ સિક્રેટ બહુ ઓછા લોકો જાણે છે કે, ત્વચાને સુંદર બનાવતો બેસન વાળને પણ મજબુત અને કાળા બનાવે છે. બેસન વિશે જાણીને તમને આશ્ચર્ય થશે કે, અમે તમારા આશ્ચર્યનું કારણ સમજી શકીએ છીએ. પણ એટલું જ કહી શકીએ છીએ કે વિશ્વાસ કરો કે અહીં જણાવેલ વિધિ અને ટીપ્સ તમે અપનાવી જુઓ. વાળથી જોડાયેલ તમારી દરેક સમસ્યા દુર થઈ જશે અને વાળ પણ કાળા થઈ જશે.વાળની આ સમસ્યાઓ દુર કરો : બેસનનું આ હેર માસ્ક લગાવવાથી વાળની ઘણી સમસ્યાઓ તરત જ ગાયબ થઈ જાય છે. માત્ર 2 થી 3 વખત બેસન હેયર માસ્ક લગાવવાથી તમને ખુબ જ રાહત થશે. ઉનાળામાં વાળની આ સમસ્યાઓને દુર દુર કરવામાં હેર માસ્ક ખુબ જ પ્રભાવી છે. વાળને ખરતા રોકે છે, ખોડો દુર કરે છે, બેજાન વાળ દુર કરે છે, ડેમેજ કંટ્રોલ કરે છે, પાતળા વાળ દુર કરે છે, માથામાં આવતી ખંજવાળ દુર કરે છે, વાળને પ્રાકૃતિક રંગ આપે છે. ચાલો તો હવે જાણીએ બેસનનું હેર માસ્ક બનાવવાની રીત.

બેસનનું માસ્ક બનાવવા માટે જોઈતી સામગ્રી :  1 કપ – બેસન, 2 વિટામિન ઈ ની – કેપ્સુલ,  2 ચમચી – એલોવેરા જેલ, 1 ચમચી – સરસોનું તેલ,  1 કે દોઢ કપ – પાણી.

આ બધી વસ્તુઓને મિક્સ કરીને તેનું હેર માસ્ક તૈયાર કરી લો. પછી 30 થી 40 મિનીટ સુધી વાળમાં લગાવી રાખો. ત્યાર પછી સાફ પાણીથી વાળને શેમ્પૂ કરી લો. અને વાળને પ્રાકૃતિક રૂપે સૂકવવા દો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.આ લોકોએ જરૂર લગાવવો જોઈએ વાળમાં બેસન : વાળમાં ઉનાળામાં પરસેવો અને ખંજવાળની તકલીફ ખુબ રહે છે. પરસેવાના કારણે વાળમાં સતત નમી બની રહે છે. તેનાથી વાળની જડ કમજોર થવા લાગે છે. અને વાળ ઝડપથી ખરવા લાગે છે.

જ્યારે ઘણા લોકોને ઉનાળામાં માથાની ત્વચામાં વધુ ઓઈલ આવવાની તકલીફ રહે છે. તેનાથી તેના વાળ જલ્દી ઓઈલી અને ચીકણા થઈ જાય છે. જો તમને તેમાંથી કોઈ સમસ્યા છે તો તમારે બેસનના હેર માસ્ક અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત તો જરૂર લગાવવું જોઈએ.વાળને જલ્દી લાંબા કરે છે : વાસ્તવમાં તમારા વાળની જડ પર કોઈ જાદુની જેમ કામ કરે છે. આ હેર ફોલિકલ્સને મજબૂતી આપે છે. અને તેના દ્વારા હેર ગ્રોથને પ્રમોટ કરે છે. એટલે કે વાળમાં બેસન લગાવવાથી તમારા વાળ જલ્દી લાંબા થાય છે અને જડને મજબુતી મળવાથી તે ઓછા ખરે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment