વાળમાં લગાવી દો આ 1 વસ્તુ, પાતળાથી પાતળા વાળ બની જશે એકદમ જાડા, ઘાટા અને મજબુત…. વાળને સ્વસ્થ અને સુંદર કરવાનો એકમાત્ર….

દરેક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર તેના વાળ હોય છે. આથી જ આપણે વાળની વિશેષ તકેદારી રાખીએ છીએ. આ માટે અનેક આયુર્વેદિક તેમજ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. તે છતાં આપણા વાળ પાતળા થઈ જાય છે. પણ તમને જણાવી દઈએ કે, પાતળા વાળ માટે એલોવેરા એક વરદાનના રૂપમાં કામ કરે છે. ચાલો તો આપણે જાણી લઈએ એલોવેરાને ઉપયોગ કરવાની રીતે વિશે. 

સુંદર વાળની પરિભાષા શું છે ?:- કદાચ ઘટ્ટ અને લાંબા વાળ. પરંતુ સામાન્ય રીતે એવું થતું હોય છે કે, વાળ અથવા તો ઘટ્ટ હોય છે અથવા તો લાંબા. બંને વસ્તુઓ એક સાથે હોવી ઘણી વખત સંભવ હોતી નથી. વાળ ખરવાને કારણે તે પાતળા થઈ જાય છે. જેનાથી વાળ જોવામાં પણ સારા લાગતાં નથી. શું તમને પણ ઘટ્ટ વાળ પસંદ છે ? તો તેના માટે તમે મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરો છો ? છતાં પણ તમને કોઈ ખાસ ફાયદો થઈ રહ્યો નથી. તો તમારે આ ઘરેલું નુસ્ખા અજમાવવા જોઈએ.એલોવેરા ત્વચાથી લઈને વાળ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તે વાળથી સંબંધિત સમસ્યાઓથી લડવામાં ખુબ જ મદદ કરે છે. આ જ કારણ છે કે, મોટાભાગની મહિલાઓ તેને પોતાના હેર કેર રૂટિનમાં સમાવિષ્ટ કરે છે. તમે પણ માર્કેટમાં એલોવેરાથી બનેલા ઘણા હેર કેર પ્રોડક્ટસ જોયા હશે.

પરંતુ હવે તમને બજારમાંથી પ્રોડક્ટસ ખરીદવાની જરૂર પડશે નહીં કારણ કે, અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે એલોવેરાનો ઉપયોગ કરીને ઘટ્ટ વાળ મેળવી શકો છો. ચાલો જાણીએ ઘટ્ટ અને જાડા વાળ માટે કંઈ રીતે કરી શકાય છે એલોવેરાનો ઉપયોગ. માસ્કથી મળશે ફાયદો:- માસ્ક બનાવવા માટે આવશ્યક સામગ્રી – 1 કપ મેથીના દાણા, 2 ચમચી એલોવેરા જેલ.

બનાવવાની રીત:- હેર માસ્ક બનાવવા માટે 1 કપ મેથીના દાણાને આખી રાત પાણીમાં પલળવા મૂકી રાખો. બીજા દિવસે મિક્સરમાં પીસી લો. પછી તેમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. તમને માર્કેટમાં સરળતાથી એલોવેરા જેલ મળી જાય છે. તમે ચાહો તો ઘરે પણ તેને બનાવી શકો છો. બંને વસ્તુઓ સરખી રીતે મિક્સ કરી લો. લો, બની ગયું તમારા ઘટ્ટ વાળ માટે હેર માસ્ક. 

લગાડવાની રીત:- આ માસ્કને બ્રશની મદદથી તમારા વાળ અને સ્કેલ્પમાં સરખી રીતે લગાડો. ત્યાર બાદ વાળમાં કાંસકો જરૂરથી ફેરવવો. પછી તમારું માથું શાવર કેપની મદદથી ઢાંકી લો. લગભગ 1 કલાક પછી માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. આ હેર માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત કરવો. એક મહિનામાં જ તમને અસર દેખાવા લાગશે.આમળા અને એલોવેરા દેખાડશે કમાલ:- આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને એન્ટી ઓક્સિડેંટ જોવા મળે છે. તે વાળને ખરતા રોકે છે. તે સિવાય વાળના ટેક્સ્ચરમાં પણ સુધારો કરે છે. માટે ઘટ્ટ વાળ માટે આમળા અને એલોવેરાનું કોમ્બીનેશન એકદમ સરસ છે. 

આવશ્યક સામગ્રી:-  1 ચમચી આમળાનો છુંદો, 1 ચમચી એલોવેરા જેલ.
બનાવવાની રીત:- 1 બાઉલમાં 1 ચમચી આમળાનો છુંદો અને 1 ચમચી એલોવેરા જેલ લો. તેને ચમચીની મદદથી મિક્સ કરી લો. લો તૈયાર છે તમારા ઘટ્ટ વાળ માટેનો એક બીજો નુસ્ખો.લગાડવાની રીત:- આ પેસ્ટ તમારા વાળમાં લગાડો. પછી કોઈ પણ પાનની કે શાવર કેપની મદદથી માથું કવર કરી લો. લગભગ અડધા કલાક પછી વાળ ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં 3 થી 4 વખત કરવો. 

વાળમાં એલોવેરા લગાડવાના ફાયદા:- જો તમારા વાળ ફ્રીજી હોય તો તમારે એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ. એલોવેરાના ઉપયોગથી ડ્રાય વાળની સમસ્યા પણ ઓછી થાય છે. લાંબા વાળ માટે પણ એલોવેરા ખુબ જ ફાયદાકારક હોય છે. જો તમારા વાળ વધુ ખરતા હોય તો તમારે એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment