હળદરની આ એક વસ્તુ ઉમેરી લગાવી દો તમારી નાભિ પર, થશે સ્વાસ્થ્યને લગતા 5 અદ્દભુત ફાયદા.. જાણો ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ ઉપયોગ..

આપણે બધા જ જાણીએ છે કે હળદરમાં ઘણા બધા ઔષધિય ગુણ જોવા મળે છે. દરેક સમસ્યાઓમાં હળદરનું સેવન અથવા તેનો લેપથી લોકોને ખૂબ જ આરામ મળે છે. તથા વધારે કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા તત્વો પણ હોય છે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ ઉપસ્થિત હોય છે અને એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે, જે પાચનક્રિયાથી લઈને ત્વચાની ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે કારગર સાબિત થાય છે. હળદરનો બીજા ઘણા બધા રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, ઘણી બધી તકલીફમાં હળદરનું સેવન અને તેનો લેપ તમે લગાવી શકો છો. તેવી જ રીતે નાભીમાં હળદર લગાવવાથી તમને ઘણા બધા પ્રકારના લાભ મળે છે. આવો વિસ્તારથી જાણીએ નાભીમાં હળદર લગાવવાના ફાયદા.

નાભીમાં હળદર લગાવવાના લાભ : 1) ઈન્ફેક્શનથી બચાવ કરે : હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે શિયાળાની ઋતુમાં ઘણા બધા પ્રકારની વાઇરલ બીમારી અને શરદી તથા ઉધરસને યોગ્ય કરવા માટે તમારી મદદ કરે છે. નાભી ઉપર હળદર અને સરસવનું તેલ મિક્સ કરીને લગાવવાથી બીમારી દૂર રહે છે અને તે સિવાય શરદી અને ઉધરસ માટે પણ ખૂબ જ જલ્દી રાહત મળે છે.

2) પાચનતંત્રમાં સહાયરૂપ : પાચનતંત્રએ આપણા શરીરના સૌથી જરૂરી ભાગમાંથી એક છે. જો આપણી ભોજન કરવાની યોગ્ય રીત ન હોય તો આપણને શરીરમાં ઘણા બધા પ્રકારની બીમારી થઇ શકે છે અને આપણે જાણીએ છીએ કે હળદરમાં ફાઈબરની માત્રા જોવા મળે છે. ભોજન પચાવવા માટે ફાઇબર એક ખૂબ જ જરૂરી તત્વ છે તેથી પેટનો દુખાવો અથવા અપચા જેવી પરિસ્થિતિ થાય ત્યારે તમે નાભી ઉપર હળદર રાખીને આરામ કરી શકો છો.

3) પીરિયડ્સના દુખાવામાં રાહત : આપણે સૌ જાણીએ છીએ કે નાભિ એ આપણા શરીરનું મુખ્ય કેન્દ્ર હોય છે, અને ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ખૂબ જ દુખાવો થાય છે અને પેટમાં ખેંચાણની સમસ્યા રહે છે, ત્યારે તમે જો નાભિ ઉપર હળદરનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા પીરિયડ્સ દરમિયાન દુખાવો અને તકલીફમાંથી રાહત મળે છે.

4) પેટમાં સોજો અથવા ઘા થાય ત્યારે : અપચો અથવા કબજીયાતના કારણે આપણને પેટમાં દુખાવો અથવા સોજાની સમસ્યા ઉત્પન્ન થાય છે. ત્યારે તમે નાભિ ઉપર હળદર અને નારિયેળનું મિશ્રણ કરીને લગાવી શકો છો. તેનાથી તમને સોજામાં રાહત મળશે અને તે સિવાય જો તમને નાભિમાં ચાંદા પડી ગયા છે તો તમે હળદરનો લેપ લગાવી શકો છો.

5) રોગ પ્રતિકારક શક્તિ મજબૂત રાખે : હળદરમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે રોગો સામે લડીને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેની માટે તમારે રાત્રે નાભીમાં હળદર લગાવીને સૂઈ જવાનું છે. તે સિવાય હળદર વજન ઓછું કરવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે.

ક્યારે અને કેવી રીતે લગાવવી જોઈએ નાભીમાં હળદર : નાભિમાં હળદર હંમેશા એવા સમયે લગાવવું જોઈએ જ્યારે તમે ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક આરામ કરવા જઈ રહ્યા હોય, જેથી નાભિ દ્વારા તમારુ શરીર હળદરના આ ગુણોને અવશોષિત કરી શકે અને તેની માટે રાત્રે સૂતી વખતે નાભિમાં હળદર લગાવીને આરામ કરો. જો તમે દિવસમાં એકથી બે કલાક આરામ કરો છો તો દિવસમાં નાભીમાં હળદર લગાવીને સૂઈ શકો છો.

તે સિવાય નાભીમાં હળદર અને સરસવનું અથવા નારિયેળનું તેલની સાથે મિક્સ કરીને લગાવો કારણ કે તેમાં ઉમેરીને લગાવવાથી હળદરના ગુણ બચાવ ઉપર ખૂબ જ જલદી કામ કરે છે અને તેની સાથે જ પેટમાં દુખાવાની સમસ્યામાં પણ રાહત મળે છે. પેટમાં દુખાવાની સમસ્યા માટે હળદર લગાવ્યા બાદ હલકા હાથથી પેટની માલિશ પણ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment