ગમે તેવા રફ અને ખરાબ થઈ ગયેલા વાળ બની જશે એકદમ કાળા, લાંબા અને મજબુત… અજમાવો આ ઘરેલું ઉપચાર. વધી જશે વાળની આવરદા…

શિયાળામાં આમળાના જ્યુસને આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત થાય છે અને સ્વાસ્થ્યથી જોડાયેલી ઘણી બધી સમસ્યાઓથી દૂર રહી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ વિશેષ રૂપથી આપણા વાળને હેલ્ધી બનાવવા માટે કરવામાં આવે છે. તે સુંદર વાળ અને ત્વચા માટે એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી જેવા ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે આપણને ખૂબ જ મદદરૂપ થાય છે.

આ લેખમાં અમે તમને આમળાના રસના અમુક હેર પેક જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે શિયાળામાં તમારા રુક્ષ અને નિર્જીવ વાળનો ઉપાય કરી શકો છો. આમળાથી બનેલ હેરપેકને બનાવવું ખૂબ જ આસાન છે અને તમે તેનો ઉપયોગ પણ ખુબ જ આસાનીથી કરી શકો છો તેના કોઈ જ પ્રકારના સાઈડ ઈફેક્ટ થતા નથી.

1) આમળાનો જ્યુસ બનાવવાની સામગ્રી અને રીત : આમળા – 3 થી 4 ( કાપેલા અને બીજ કાઢેલા), પાણી (થોડું).

કાપેલા આમળાને અડધો કપ પાણી સાથે બ્લેન્ડરમાં નાખો ત્યારબાદ તેની પેસ્ટ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તેને બ્લેન્ડ કરો. જ્યુસ કાઢવા માટે આ મિશ્રણને ગરણી વડે ગાળો.

2) આમળાનો જ્યૂસ અને શિકાકાઈ પાઉડરનો પેક : શિયાળામાં આપણા વાળ ખૂબ જ ખરે છે અને જ્યારે આ વાળ ખરતા રોકવા માટે આમળાનો જ્યૂસ અને શિકાકાઈ પાઉડર ખૂબ જ સારી રીતે કામ કરે છે. આ ઉપાયને અપનાવવાથી આપણા વાળના મૂળ ખુબ જ મજબુત થઇ જાય છે શિકાકાઈ પાવડર નવા વાળ નો ગ્રોથ વધારે છે અને પાતળા વાળની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે.

સામગ્રી અને રીત : આમળાનો જ્યૂસ 1 કપ, શિકાકાઈ પાવડર 1/2 કપ.
એક બાઉલમાં આ બંને વસ્તુને ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તમારા વાળમાં સમાન રૂપથી આ પેસ્ટને અલગ-અલગ ભાગ કરીને લગાવો. તમારા વાળને અંબોડાની સ્થિતિમાં લપેટો અને આ હેર માસ્કને બે કલાક માટે આવી જ રીતે રહેવા દો. ત્યારબાદ સામાન્ય પાણીનો ઉપયોગ કરીને વાળને ધુઓ. હંમેશાની જેમ શેમ્પુ અને કંડિશનર કરો. આ ઉપાયને તમે અઠવાડિયામાં એક વખત કરી શકો છો.

3) આમળા અને મહેંદીનો હેર પેક : આમળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી હોય છે. તેના કારણે આપણા વાળ માં ખૂબ જ ચમક આવી જાય છે અને તે બાઉન્સી દેખાય છે. અને મહેંદી આપણા વાળને પ્રાકૃતિક રીતે રંગ આપવામાં મદદ કરે છે,જેનાથી આપણા વાળ ચમકીલા અને સ્વસ્થ દેખાય છે.

સામગ્રી અને રીત : ઓર્ગેનિક મહેંદી પાવડર – 1/2 પેકેટ, આમળાનો જ્યુસ – 1/2 કપ, પેટ્રોલિયમ જેલી – જરૂરિયાત મુજબ.
મહેંદી પાઉડરમાં આમળાનો રસ નાખો અને તેને યોગ્ય રીતે મિક્સ કરો. એને ત્યાં સુધી મિક્સ કરતા રહો જ્યાં સુધી તમને સ્મુધ પેસ્ટ ના મળે. હવે આ વાસણને ઢાંકણથી ઢાંકો અને મિશ્રણને પાંચથી છ કલાક માટે રહેવા દો. ત્યારબાદ આ મિશ્રણને ફરીથી બરાબર હલાવો. તમારા ચહેરાના બહારના ભાગમાં પેટ્રોલિયમ જેલી લગાવો જેનાથી મહેંદી તમારા ચહેરાના ભાગ ઉપર લાગે નહીં. 

હવે તમારા વાળને અલગ-અલગ ભાગમાં વહેંચો. બ્રશ અથવા આંગળીની મદદથી સમાન રૂપથી મહેંદીની પેસ્ટ સંપૂર્ણ વાળમાં અંબોડાની સ્થિતિમાં લગાવો. આ પેકને ઓછામાં ઓછા 3થી4 કલાક સુધી લગાવીને રહેવા દો. ત્યારબાદ આ પેસ્ટને સાદા પાણીથી ધૂઓ. હંમેશાની જેમ પોતાના વાળને શેમ્પુ અને કંડિશનર કરો. અઠવાડિયામાં બે વખત તમે આ પેકનો ઉપયોગ કરી શકો છો.

4) આમળાનો જ્યૂસ અને એલોવેરા હેરપેક : આમળાનો જ્યુસ આપણા વાળ છિદ્રોને ખોલવામાં અને વાળ નો ગ્રોથ વધારવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. એલોવેરા જેલ આપણી ખોપરીને મોઇસ્ચરાઇઝ કરે છે અને વાળને ખરતા રોકવામાં ખુબ જ મદદ કરે છે.

સામગ્રી અને રીત : આમળાનો જ્યૂસ 1 કપ, એલોવેરા 1 કપ.
આમળાના જ્યુસને એલોવેરા જેલની સાથે ત્યાં સુધી હલાવતા રહો જ્યાં સુધી જેલ જ્યુસની સાથે યોગ્ય રીતે મિક્સ થઈ ન જાય. ત્યારબાદ આ ધોળને એક સાફ ચોખ્ખી સ્પ્રે બોટલમાં ભરો. આ ધોળને ખોપરીમાં સ્પ્રે કરો અને ત્યાં સુધી મસાજ કરો જ્યાં સુધી વાળના જડ ઉપર આ મિશ્રણ યોગ્ય રીતે કોટિંગ ન થઈ જાય. આ ધોળને વાળમાં એક થી બે કલાક સુધી રહેવા દો. ત્યારબાદ ઠંડા પાણીનો ઉપયોગ કરીને વાળને ધુઓ આ ઉપાય તમે અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરી શકો છો.

5) આમળાનો જ્યૂસ અને લીંબુનો હેરપેક : આમળાનો જ્યુસ વિટામિન સીથી ભરપૂર હોય છે અને લીંબુના રસમાં ક્લીન્ઝિંગ ગુણ જોવા મળે છે. આમળાનો રસ અને લીંબુનો રસ મિશ્રણ આપણા માથાની ગંદકીને દુર કરે છે. અને ખોડો તથા ખંજવાળથી પણ છૂટકારો અપાવે છે.

સામગ્રી અને રીત : આમળાનો જ્યુસ- 1/2 કપ, લીંબુનો રસ- 1/4  ચમચી.
આમળાના જ્યુસમાં લીંબુનો રસ ઉમેરો, હવે આ ધોળને તમારી સંપૂર્ણ ખોપરી ઉપર લગાવો અને તેનાથી મસાજ કરો. હવે તમારા વાળને અંબોડાની સ્થિતિમાં લપેટો અને આ જ્યુસને ઓછામાં ઓછા 30 મિનિટ સુધી રહેવા દો. ઠંડા પાણીનો ઉપયોગ કરીને વાળને ધુવો. આ ઉપાયને તમે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત કરી શકો છો.

તમે આમળાના આ હેર પેકમાં પોતાની પસંદગીના પેકનો ઉપયોગ કરીને તમારા વાળને સુંદર બનાવી શકો છો. આ પેક સંપૂર્ણ નેચરલ વસ્તુઓથી બનેલા છે તેની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એક વખત પેચ ટેસ્ટ જરૂર કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment