ફક્ત એક ગ્લાસ આનું સેવન તમારા શરીર અને ચહેરા પર લાવશે ગજબનો નિખાર, વાળને પણ બની જશે કાળા, ઘાટા અને લાંબા…

શરીરને સુંદર અને યુવાન રાખવા માટે, બાહ્ય સંભાળ જેટલી જરૂરી છે, એટલું જ જરૂરી આંતરિક સંભાળ અને પોષણ હોય છે. અમે તમારા માટે એક એવું જ જ્યુસ લઈને આવ્યા છીએ, જે તમારા શરીરને અંદરથી પોષણ આપી શકે છે અને તમારી ઉંમર 10 થી 15 વર્ષ સુધી વધારે યુવાન રહેશે.

ત્વચાને સુંદર રાખવા માટે ક્રીમ અને લોશનનો ઉપયોગ જ કરવો એટલું ઓછું નથી, પરંતુ તેની સાથે આંતરિક સંભાળ પણ ખુબ જ જરૂરી છે. જે ખુબ જ સહેલું કામ છે. આ માટે તમારે માત્ર એક ગ્લાસ જ્યુસ પીવાનું છે. અમે તમારા માટે આજે એક જ્યુસ વિશે જાણકારી લઈને આવ્યા છીએ, જે તમારી ત્વચાને 10 થી 15 વર્ષ સુધી યુવાન દેખાડે છે અને તમારા વાળની લંબાઈ વધારી વાળને જાડા અને મજબુત પણ બનાવે છે. એટલે કે એકીસાથે તમને સુંદરતાને લગતા ડબલ ફાયદાઓ થશે.

કયું છે એ જ્યુસ : ગોરી ત્વચા અને લાંબા વાળને પામવા માટે, અમે જે જ્યુસની વાત કરી રહ્યા છીએ, તે જ્યુસ છે આમળાનું. આ જ્યુસ શરીરને અંદરથી પોષણ આપીને કોશિકાઓને સ્વસ્થ બનાવે છે. આ જ્યુસ ત્વચાની યોગ્ય પદ્ધતિ જાળવવાનું કામ કરે છે. તે તમારી ત્વચામાં મેલેનિનના ઉત્પાદનને પણ નિયંત્રિત કરે છે, તેથી ત્વચામાં ગ્લો અને સુંદરતા વધે છે.

આમળાના રસમાં રહેલા ગુણો  : આમળા જેટલા ખાટા અને તૂરા લાગે છે, તેનું જ્યુસ એવું લાગતું નથી. કારણ કે તમે તેને તમારા ટેસ્ટના હિસાબથી સ્વાદિષ્ટ બનાવી શકો છો. આમળાનું જ્યુસ એવી ઘણી ખૂબીથી ભરેલ હોય છે, જેના કારણે તે તમારી ત્વચા અને વાળ પર સારી અસર બતાવે છે. આમળામાં રહેલા ગુણોમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-ઇ, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગેનીજ, ઝિંક, કોપર, ફોસ્ફરસ, કેરાટિન, સોડિયમ.

અમેજિંગ સ્કીન એક્સફોલિયેટર : આમળાનું જ્યુસ પીવાથી તમારી ત્વચાની કોશિકાઓને આંતરિક રિપેયર મળે છે, તેથી આમળા પાવડર તમારી ત્વચા માટે એક શાનદાર એક્સફોલિયેટર છે. તમે ગુલાબજળ અને મધ સાથે આમળા પાવડરની પેસ્ટ તૈયાર કરી લો અને તમારા ચહેરા સહિત પૂરા શરીર પણ લગાવી લો.

માત્ર 15 મિનિટ સુધી લગાવીને પછી, હળવા હાથે ઘસતા પાણીથી તેને સાફ કરી લો. બોડી એક્સફોલિયેટરના રૂપમાં આને તમે ઉપયોગ કરી રહ્યા છો, તો ન્હાવાની 15 મિનિટ પહેલા પૂરા શરીર પર લગાવી લો. પછી ન્હાઈ લો અને ન્હાતા સમય સાબુનો ઉપયોગ ન કરો. તમને વગર સાબુ એ જ સ્મૂદ અને સ્મેલ ફ્રી સ્કીન મળશે.

આમળાનું જ્યુસ માટે સામગ્રી : આમળા જ્યુસને એક વાર બનાવ્યા પછી તમે તેને બે અઠવાડીયા સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો અને નિયમિત રૂપથી ઉપયોગ કરી શકો છો. આ જ્યુસનો પહેલો ફાયદો છે કે, તેને દરરોજ તાજું જ્યુસ બનાવવા માટે હેરાન થવું નહિ પડે. તેને બનાવવા માટે તમારે આમળા, સેકેલા જીરાનો પાવડર, કાળું મીઠું અને પીવા લાયક પાણીની જરૂર પડશે.

જ્યુસ બનાવવાની રીત : અડધો કિલો આમળા લઈને, તેને નાના ટુકડામાં કાપી, તેમાંથી બીજને દૂર કરી દો. બધા જ કાપેલા આમળાને મીક્ષ્યરમાં પીસી લો. પીસેલા આમળાને કોઈ પણ જાર અથવા જગમાં ગાળી લો, જ્યુસ તૈયાર છે. તેને ફ્રિજમાં રાખી દો અને જેટલી માત્રામાં સેવન કરવું હોય, તે હિસાબથી કાઢો અને પાણી મિક્સ કરીને ઉપયોગ કરો. તમે આ જ્યુસની અંદર કેટલું પાણી, મીઠું અને જીરું પાવડર મેળવવો એ તમારા સ્વાદ પર નિર્ભર રાખે છે.

ત્વચાથી આ સમસ્યાઓ દૂર કરવા માટે : દરરોજ એક ગ્લાસ આમળાનું જ્યુસ પીવાથી, તમારી ત્વચાને લગતી લગભગ દરેક સમસ્યા દૂર થઈ જશે, જે અર્લિ એજિંગના લક્ષણને લાવે છે, જેમ કે ખીલ, એકને, કરચલી, ફોલ્લીઓ, નિરસતા, ફ્રેક્લેસ.

ત્વચાનો આંતરિક સોજો વગેરે શામિલ છે. તેથી દરરોજ એક ગ્લાસ આમળાનો રસ પીવો અને યુવાન સુંદરતાની સાથે કાળા, લાંબા અને જાડા વાળને પામો. આ છે સુંદરતા વધારવાની સહેલી રીત.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment