સવારના નાસ્તામાં પરોઠાના લોટમાં ઉમેરી દો આ સામાન્ય દાણા, ગેસ, અપચો, સહિત પાચનની તમામ સમસ્યાઓ દુર કરી, શરીરને રાખશે એકદમ ગરમ…

દરેક વ્યક્તિ જાણે છે કે, એક સ્વસ્થ નાસ્તો સંપૂર્ણ દિવસની શરૂઆત કરવાનું કામ કરે છે, પરંતુ ઘણી વખત લોકો નાસ્તો ખાવાથી દૂર રહે છે, તેનું કોઈ પણ કારણ હોય શકે છે. જેમ કે મોડી રાત્રે ખાવું, અપચાના કારણે, ગેસને કારણે અને સવારે ઉઠ્યા બાદ ઉબકાનો અનુભવ થવાના કારણે, પરંતુ આ પ્રકારે નાસ્તાને ન કરવો તમારી શરીર માટે યોગ્ય નથી. ખરેખર તો તેનાથી તમારા શરીરને નાસ્તો ન કરવાની આદત લાગી શકે છે.

જેનાથી તમારું ચયાપચય ધીમું થઈ શકે છે, અને તેના પ્રભાવથી તમારો લંચ અને ડિનર પર પણ અસર દેખાઈ શકે છે. એવામાં જ્યારે તમને પેટથી જોડાયેલી આ દરેક તકલીફ થાય છે, ત્યારે તમે અજમાના પરાઠાનું સેવન કરી શકો છો. જી હા, અજમાના પરાઠાને તમે અજમાના પાનથી પણ બનાવી શકો છો, અથવા તમે અજમાના બીજથી પણ આ પરાઠા તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેને બનાવવાની રીત અને તેના ફાયદા.

અજમાના પરાઠા બનાવવાની રીત : અજમાના પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ બે વાટકી લોટ લો, તેમાં વાટેલા ઝીણા અજમાના પાન નાખો, અથવા બે ચમચી અજમાના બીજ નાખો. 1 નાની ચમચી મીઠું નાખો. બે ચમચી દેશી ઘી નાખો. તમે ઇચ્છો તો તેમાં સ્વાદ અનુસાર ઝીણી સમારેલી ડુંગળી લીલા મરચાં અને લસણ પણ નાખી શકો છો. હવે રોટલી જેવો લોટ તૈયાર કરો. હવે તેમાંથી નાના-નાના ગુલ્લા બનાવીને તેના પરાઠા બનાવો અને ચટણી તથા દહીં સાથે તેનું સેવન કરો. તો ચાલો જાણીએ અજમાના પરાઠાનું સેવન કરવાના ફાયદા.

1 ) શિયાળામાં શરીરને ગરમ રાખે છે : શિયાળામાં અજમાના પરાઠા ખાવા ખુબ જ ફાયદાકારક છે. તે એટલા માટે કારણ કે તેની તાસીર ગરમ હોય છે, જે શિયાળામાં શરીરને ગરમ રાખે છે. બીજું કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, તેના લીધે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને વાતાવરણના સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. અજમો કફને આસાનીથી બહાર કાઢીને બંધ નાક ની સમસ્યાને દૂર કરી શકે છે. તેની સાથે જ અસ્થમા બ્રોન્કાઇટિસ જેવી શ્વાસની તકલીફના દર્દીઓ માટે પણ ખુબ જ ફાયદાકારક છે, તો આ રીતે શિયાળામાં તેનું સેવન કરવાથી શરદી અને ઉધરસથી દૂર રહી શકાય છે.

2 ) ગેસ અને અપચાની સમસ્યાને દૂર કરે : ગેસ અને અપચો થઈ ગયો હોય તો અજમો હંમેશાથી જ ખુબ જ કારગર ઉપાય રહ્યો છે. એવામાં જે લોકોને સવારે ઉઠતા જ ગેસ અને રાત્રે ભોજન કરતી વખતે અપચાની સમસ્યા થઈ ગયો હોય તેમની માટે અજમાના પરાઠા ખાવા ખુબ જ ફાયદાકારક છે. પહેલા તો તેનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર એક્ટિવ થઈ જાય છે અને તેનાથી તમારું ભોજન આસાનીથી પચી જાય છે, ત્યાર બાદ તે પેટના પીએચ લેવલને બેલેન્સ કરે છે અને ચયાપચયને ઠીક કરવામાં મદદ કરે છે. આ રીતે ગૅસ અને ઉબકાની સમસ્યાને દૂર કરી શકે છે.

3 ) પ્રેગનેન્સીમાં ઉબકા દૂર કરે છે : પ્રેગનેન્સીમાં અજમાના પરાઠા ખુબ જ ફાયદાકારક છે. પ્રેગનેન્સીમાં મહિલાઓને મોર્નિંગ સિકનેસ થાય છે, તેમાં લગભગ ઊલટી અને ઉબકાનો અનુભવ થાય છે. અજમાના પરોઠાનો સ્વાદ તેને યોગ્ય કરવામાં મદદ કરે છે. તેની સાથે જ પ્રેગનેન્સીમાં ગેસની સમસ્યાને પણ દૂર કરે છે. બસ ધ્યાન રાખો કે તમારે તેને વધુ ખાવાનું નથી, બસ એક અથવા બે પરાઠાનું સેવન કરો.

તમને જણાવી દઈએ કે એ અજમાના પરાઠામાં લગભગ 70 થી 80 કેલેરી હોય છે, જે નાસ્તા માટે પર્યાપ્ત છે. તેને વજન ઘટાડતા લોકો આરામથી ખાઈ શકે છે, અને ડાયાબિટીસ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તે એટલા માટે કે અજમાના પાન અથવા તેના બીજ બ્લડશુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. તે સિવાય જે લોકોને શિયાળામાં સાંધાનો દુખાવા જેવી સમસ્યા છે તે લોકોને અજમાના પરાઠા ખાવા ખુબ જ ફાયદાકારક છે. જો તમે અત્યાર સુધી અજમાના પરાઠાનું સેવન કર્યું નથી તો તમે એક વખત તેને જરૂરથી ટ્રાય કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment