સામાન્ય દેખાતા આ પાંદડા ખરતા વાળ અટકાવી બનાવી દેશે એકદમ મજબૂત, જાણી લો લગાવવાની રીત. મોંઘા શેમ્પુ ક્રીમના ખર્ચા બચી જશે…

વાળનું ખરવું અને તૂટવું આજના સમયની ખુબ જ મોટી પરેશાની છે. આજે તો લોકોના નાની ઉંમરે જ વાળ તુટવા અને ખરવા લાગે છે. તેમજ સફેદ થવા લાગે છે. જ્યારે વાળનું ખરવું એ એટલા માટે ચિંતાનો વિષય છે, કારણ કે એક વખત વાળ ખરવાનું શરૂ થાય એટલે ફરીથી પ્રાકૃતિક રૂપે ઉગતા નથી.

જો તમને પણ આ પ્રકારની સમસ્યા છે અને અનેક ઉપાયો તમે કરી ગયા છો તોપણ સકારાત્મક પરિણામ નથી આવતું તો આ લેખ એક વખત જરૂરથી વાંચો. વાળમાં સરગવાના પાન લગાવવાથી વાળની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ પાનમાં વિટામીન એ, બી, ઝીંક, કેરોટીન, મિનરલ્સ, બાયોટીન અને ફોલિક એસિડ સારા પ્રમાણમાં રહેલ છે. તે તમારા વાળ ખરતા અટકાવે છે. ચાલો તો જાણી લઈએ વાળમાં સરગવાના પાન લાગવવાના અદ્દભુત ફાયદાઓ વિશે.

ખરતા વાળ : સરગવાના પાન આયરનનો સારો એવો સ્ત્રોત છે. તેને વાળમાં લગાવવાથી તમારા લોહીમાં ઓક્સીજનનું પ્રમાણ વધે છે. જેના કારણે વાળને ફોલીક્લસ, સુધી પણ બ્લડ ફ્લો અને ઓક્સીજન મળે છે. તેમાં વિટામીન એ, બી, સી, બાયોટીન અને એમીનો એસિડ પ્રચુર માત્રામાં હોવાથી તે હેર ફોલીકલ્સ સુધારી કોલેઝનનું ઉત્પાદન કરે છે. તે કેરોટીનનું ઉત્પાદન વધારવામાં સક્ષમ છે. અને કેરોટીન વાળના વિકાસ માટે ખુબ જ જરૂરી છે. આ માટે તમારે સરગવાના પાનને પીસીને પેસ્ટ બનાવવાની છે. હવે તેને મધ અથવા કોઈ ઓઈલ સાથે મિક્સ કરીને લગાવો.

ચમકદાર બનાવવા : સરગવાના પાનમાં ઓમેગા-3 ફેટી એસિડની માત્રા હોય છે, જે વાળમાં નામી બનાવી રાખે છે. શોધ અનુસાર ઓમેગા-3 ફેટી એસિડ વાળની ડેસીટી અને પીએચ લેવલનું બેલેન્સ રાખવામાં મદદ કરે છે. જ્યારે તેમાં એમીનો એસિડ, વિટામિન્સ અને ઝીંકની સાથે ક્લોરોફીલની માત્રા પણ રહેલી છે. જે વાળમાં ડ્રાયનેસ આવવાથી બચાવે છે અને પ્રાકૃતિક રૂપે ચમક આપે છે. આ માટે સરગવાના પાન પીસીને તેનો રસ સ્કેલ્પ પર લગાવવાથી વધુ ફાયદાઓ થાય છે. વાળની ચમક માટે આ પાનનું જ્યુસ બનાવીને તેનાથી માથું પણ ધોઈ શકો છો.

વાળનો ગ્રોથ : સરગવના પાન તમારા વાળના ગ્રોથને વધારવામાં પણ મદદ કરે છે. તે તમારા ખોડાના ઉત્પાદનને ઓછું કરીને વાળના ગ્રોથમાં વધારો કરે છે. તેલ લગાવ્યા પછી જ્યારે તમે વાળને ધોતા નથી ત્યારે તે ખોડાના રૂપમાં જામી જાય છે ને વાળનો ગ્રોથ અટકી જાય છે. સરગવાના પાન ખોડાને સાફ કરે છે.

ખોડાથી રાહત : ખોડો એ વાળની સામાન્ય સમસ્યા છે. પણ તે તમને કોઈ પણ સમયે શરમ અપાવે છે. આ ખોડાથી છુટકારો મેળવવા માટે સરગવાના પાન ફાયદો આપે છે. આ પાન વાળની ચમક બનાવી રાખે છે. અને વાળ બેજાન નથી થતા. જ્યારે તેના એમિનો એસિડ અને વિટામીન મળીને કેરોટીનનું ઉત્પાદન કરે છે.

અને સ્કેલ્પને તંદુરસ્ત બનાવી રાખે છે. પણ વધુ પડતું કેરોટીન વાળને રફ પણ બનાવી શકે છે. આથી તેનો ઉપયોગ બહુ વધુ ન કરવો જોઈએ. આ માટે તમે સરગવાના પાનનો પાવડર પણ ઉપયોગ કરી શકો છો. આ પાવડરને જોજોબા અથવા ઓલીવ ઓઈલ સાથે મિક્સ કરીને સ્કેલ્પ પર મસાજ કરો.

વાળનો વિકાસ : વાળના વિકાસ માટે સરગવાના પાન કોઈ આયુર્વેદિક ઔષધિથી કમ નથી. તેમાં બાયોટીન, વિટામીન એ, બી, અને સી, ઝીંક, એમીનો એસિડ, મીનીરલ્સ, ફેટી એસિડ, આયરન અને કેરોટીન વગેરે રહેલા છે. આ બધા ન્યુટ્રીએટસ તમારા વાળના ગ્રોથને વધારે છે. તે તમારા વાળને રેડિકલ્સથી બચાવવાની સાથે વાળમાં પ્રોટીનની કમી નહી થવા દે. વાળના વિકાસ માટે સરગવાના પાનને નારિયેળ તેલમાં નાખો અને નવશેકા ગરમ કરો અને માથામાં મસાજ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment