કેળાની જેમ તેની છાલ પણ છે ઔષધીય ગુણોનો ભરપુર ખજાનો, શરીરની આટલી સમસ્યાઓ મટી જશે મફતમાં જ… જાણો સેવન કરવાની રીત અને ફાયદા..

જો કે દરેક લોકો અલગ અલગ ફળો ખાવાના શોખીન હોય છે. આમ જોઈએ તો દરેક ઋતુમાં અલગ અલગ ફળો આવતા હોય છે. પણ ઋત અનુસાર બધા ફળોનું સેવન કરવું જોઈએ. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે દરેક લોકો કેળા ભાવતા હોય છે, ખાસ કરીને બાળકોને કેળા બહુ જ ભાવતા હોય છે. જો કેળા જેટલા ગુણકારી છે એટલી જ તેની છાલ પણ ગુણકારી છે. આ કેળાની છાલ અનેક પોષક તત્વોથી ભરપુર છે. આથી જો તેનું સેવન કરવામાં આવે તો તમને ઘણા પોષક તત્વો મળે છે. 

કેળા એક એવું ફળ છે જે દરેક લોકોને પસંદ હોય છે. તેમજ કેળાએ ગુણોથી ભરપુર ફળ છે. આપણે સૌ કેળાના ફાયદાઓ વિશે સારી રીતે જાણીએ છીએ, પણ શું તમે જાણો છો કે કેળાની જેમ કેળાની છાલ પણ એટલી જ ગુણકારી છે. જો કે આપણે સામાન્ય રીતે કેળા ખાઈને તેની ચાલ ફેકી દેતા હોઈએ છીએ, પણ હવે કેળાની છાલ ફેકતા પહેલા એ જાણી લો કે કેળાની છાલ અનેક ગુણોનો ખજાનો છે. તેનું સેવન કરીને તમે તમારા શરીરમાં ન્યુટ્રીએટસની માત્રા જ વધારવાની સાથે વજન ઓછુ કરવામાં ઉપયોગ કરી શકો છો.

કેળાની છાલના ફાયદાઓ : 1) જો તમે કેળાની છાલનું સેવન કરો છો તો તમને જણાવી દઈએ કે કેળાની છાલમાં રહેલ લુટીન આંખમાં મોતિયો આવતા રોકવામાં મદદ કરે છે.
2) કેળાની છાલમાં વિટામીન એ ની માત્રા પણ રહેલી છે. તે શરીરની ઈમ્યુનીટી સારી કરીને રોગો સામે લડવામાં મદદ કરે છે.
3) કેળાની છાલમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને વિટામીન બી હોય છે. ખાસ કરીને જે લોકોને વિટામીન બી6 ની ઉણપ હોય તેમણે કેળાની છાલનું સેવન જરૂર કરવું જોઈએ.

4) કેળાની છાલની અંદર ઘુલનશીલ અને અઘુલનશીલ એમ બંને પ્રકારના ફાઈબર રહેલા છે. તે શરીરની પાચન ક્રિયાને ધીમી કરીને શરીરના કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે.
5) આ સિવાય જો તમારા શરીરમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વોની કમી હોય તો તે ઉણપ પૂરી કરવા માટે કેળાની છાલનું સેવન જરૂર કરવું જોઈએ.
6) કેળાની લીલી છાલમાં ટ્રીપટોફન નામનો પદાર્થ રહેલ હોય છે. જે એક પ્રકારનું એમીનો એસીડ છે, તે રાત્રે સારી નીંદર લાવવામાં મદદ કરે છે.

કેળાના વિભિન્ન ગુણો : જયારે કેળાની છાલ આટલી ગુણકારી છે તો તમે કેળાના પોષક તત્વો અંગે પણ અંદાજ લગાવી શકો છો. કેળા પણ સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારે ફાયદાકારક છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. કેળાના ઉપયોગથી હાઈ બીપીને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. કેળાની અંદર ભરપુર માત્રામાં પોટેશિયમ રહેલ છે. આ સિવાય કેળાની અંદર ભરપુર માત્રામાં ફાઈબર પણ રહેલ છે જે પાચન તંત્ર માટે ખુબ જ ઉપયોગી છે. તેના સેવનથી તમે ભોજનને યોગ્ય રીતે પચાવી શકો છો.

આ સિવાય તમને એમ પણ જણાવી દઈએ કે મગજ માટે પણ કેળા ખુબ જ ફાયદાકારક છે. તેમજ જો તમારા હાડકાઓ નબળા છે તો તેની મજબૂતી માટે પણ કેળાનું સેવન સારું માનવામાં આવે છે. કેળા એક એનર્જી બુસ્ટર છે. શરીરમાં એનર્જી વધારવા માટે ખાલી પેટ કેળાનું સેવન ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. 

આમ કેળા સિવાય તેની છાલ પણ તમારા શરીરને જરૂરી પોષક તત્વો જેવા કે પોટેશિયમ, ફાઈબર, મેગ્નેશિયમ આપે છે. આથી કેળાની છાલને ફેકી ન દેતા જો તેનું સેવન કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. કેળાની છાલ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment