દરેક ગર્ભવતી મહિલાઓ માટે આ દેશી ડ્રીંક છે અમૃત સમાન, 9 મહિના સુધી પૂરું પોષણ આપી માતા અને બાળકને રાખશે એકમદ સ્વસ્થ અને તાજામાજા…

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને તે તમામ ખોરાકનું સેવન કરવું જોઈએ, જેનાથી તેને અને બાળકને બંનેને પોષણ મળી રહે. પરંતુ આ સમયે બધી જ વસ્તુઓ ભાવે એવું જરૂરી નથી. અમુક વસ્તુઓ આ દરમિયાન ખાવી જોઈએ કે, નહિ તેવી મૂંઝવણ મહિલાને રહેતી હોય છે. આજે અમે તમને ગર્ભવતી મહિલા જરૂરી કેટલાક ડ્રીંક્સ વિશે જણાવશું.

ગર્ભાવસ્થા દરેક મહિલાઓ માટે એક ખાસ સમય હોય છે. આ દરમિયાન મહિલાઓને ઉલટી, મુડ સ્વિંગ, તણાવ વગેરેનો સામનો કરવો પડે છે. આ સિવાય થાક, કમજોરી પણ મહિલાને રહે છે. જો કે ગર્ભાવસ્થામાં બધી મહિલાઓ હેલ્દી ડાયટ લે છે, પરંતુ તમારે આ દરમિયાન લિક્વિડ ડાયટ પણ જરૂર લેવું જોઈએ. કારણ કે તે ગર્ભવતી મહિલા માટે ખુબ જરૂરી છે. લિક્વિડ લેવાથી ફિટ, હેલ્દી અને હાઈડ્રેટેડ રહેશો. ચાલો તો આ કેટલાક ડ્રીંક્સ વિશે જાણી લઈએ.

દૂધ : ગર્ભવતી મહિલા માટે દૂધ પીવું ખુબ જ ફાયદાકારક છે. અક્સર વડીલો ગર્ભાવસ્થામાં દૂધ પીવાની સલાહ  આપે છે. દુધમાં કેલ્શિયમ, વિટામીન બી-12 અને પ્રોટીન ભરપુર હોય છે. જે બાળકના વિકાસ માટે જરૂરી છે. જો તમે લેક્ટોજ ઇનટોલેરેન્ટ છે તો દૂધની જગ્યાએ સોયા દૂધ પણ પિય શકો છો. તેમાં પણ પ્રોટીન અને કેલ્શિયમ વધુ હોય છે, તે તમારા બાળકના હાડકાના વિકાસમાં મદદ કરે છે.

નાળિયેર પાણી : બધા લોકો માટે નાળિયેર પાણી ખુબ જ લાભકારી છે. ગર્ભાવસ્થામાં નાળિયેર પાણીને ડાયટમાં જરૂર સામેલ કરો. તેમાં ઇલેક્ટ્રોલાઈટ્સ અને મિનરલ્સ ભરપુર માત્રામાં હોય છે. તે બાળકના વિકાસમાં મદદ કરે છે. નાળિયેર પાણી ડીહાઈડ્રેશન કબજિયાત અને હીટ સ્ટોકથી પણ બચાવે છે.

ફ્રુટ મોકટેલ : ગર્ભાવસ્થામાં ફળોનું સેવન કરવું ફાયદાકારક છે. જો તમે કોઈ પાર્ટીમાં છો તો ફળોના રસથી મોકટેલ બનાવી શકો છો. મોકટેલને તમે ફળના રસમાંથી જાતે જ બનાવો. આ દરમિયાન તમારે શરાબ બીયર વગેરેથી દુર રહેવું જોઈએ.

સ્મુદી : ગર્ભાવસ્થા દરમિયાન સ્મુદી મહિલાઓ માટે બેસ્ટ નાસ્તો બની શકે છે. આ ગર્ભવતી મહિલાની વિટામીન, મિનરલ્સ અને પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે. આ માટે તમે કેળા, સ્ટ્રોબેરી, કિવી, સફરજન વગેરેની સ્મુદી બનાવી શકો છો.

છાશ : ઉનાળામાં છાશ પીવી ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગર્ભવતી મહિલા માટે પણ છાશ પીવી ખુબ જ ઉપયોગી છે. છાશથી ગર્ભાવસ્થામાં થતા કબજિયાતની તકલીફ દુર કરવામાં મદદ કરે છે. સાથે તે શરીરને ઠંડક આપે છે.

લીંબુ પાણી : ઉનાળામાં લીંબુ પાણી પીતા જ શરીરને ઠંડક મળે છે, ફ્રેશ અને સારો અનુભવ થાય છે. તમે ગર્ભવતી છો તો પણ લીંબુ પાણીનું સેવન કરી શકો છો. લીંબુ પાણી ઉલટીને રોકવામાં મદદ કરે છે. તેનાથી શરીર ડીટોકસીફાઈડ થાય છે અને સાથે મુડ સ્વીંગ પણ થાય છે.

પાણી : ગર્ભાવસ્થામાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જરૂરી છે. પાણી પીવાથી શરીરથી વિષાક્ત પદાર્થ બહાર નીકળી જાય છે. શરીર પણ હાઈડ્રેટેડ રહે છે. પાણી પીવાથી મુડ સારું રહે છે. તમે ઈચ્છો તો પાણીને હેલ્દી રૂપે પણ પિય શકો છો. જેમ કે ફુદીના અને લીંબુ મિક્સ કરીને પિય શકાય છે. દરરોજ 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ.

જો તમે ગર્ભવતી છો તો પોતાને હાઈડ્રેટ, ફ્રેશ અને હેલ્દી રાખવા માટે લિક્વિડ ડાયટ જરૂર લો. આ દરમિયાન તમે નાળિયેર પાણી, લીંબુ પાણી, સ્મુદી, ફળોનો રસ, દૂધ અને છાશ પિય શકો છો. આ બધા જ ડ્રીંક બાળકના વિકાસ માટે ફાયદાકારક છે. તેનાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. આથી આખો દિવસ પર્યાપ્ત માત્રામાં પાણી પીતા રહેવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment