મફતમાં મળતો આ ટુકડો પાણીમાં નાખીને સ્નાન કરો, થશે આવા રહસ્યમય ફાયદા જે તમે સપને પણ નહિ વિચાર્યા હોય..

ઉનાળામાં લોકો ત્વચા અને ગરમી વચ્ચે જ ફસાયેલા હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે વિવિધ પ્રકારના ઘરેલુ ઉપચારોનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેમ છતાં પણ તેમાંથી મુક્તિ મળતી નથી. તમે ફટકડીની વિશે તો સાંભળ્યુ જ હશે. પ્રાચીન કાળમાં લોકો ફટકડીનો ઉપયોગ ઘરોમાં કરતાં હતા.

આજે અમે તમને આ લેખના માધ્યમ દ્વારા જણાવીશું કે પાણીની અંદર ફટકડી નાખવાથી શું ફાયદો થાય છે. શું તમે પણ ફટકડી વાળા પાણીથી ન્હાવ છો ? અને જો નહીં, તો આજથી જ ફટકડી વાળા પાણીથી ન્હાવાનું શરૂ કરી દો. તેનાથી ન્હાવાથી તમને એક નહિ પણ અનેક ફાયદાઓ થશે.ફટકડીને સેવિંગ કર્યા પછી પણ ઉપયોગ કરવામાં આવે છે. એવા ઘણા લોકો છે કે, જે શેવ કર્યા પછી ફટકડીને અસરકારક માને છે. પરંતુ એવું નથી. પાણીમાં ફટકડી નાખવાથી વાળ ઉતરતા ઓછા થઈ જાય છે. તેનાથી તમારા શરીરની ગંદકી દૂર થાય છે. સાથે જ શરીરમાં પરસેવો થવાથી જે ગંધ આવે છે તે પણ દૂર થાય છે. ફટકડીથી માથાની ગંદકી દૂર થાય છે અને સાથે જ સ્કેલ્પને પણ સાફ કરે છે અને તેના અન્ય ફાયદાઓ પણ છે. જેમકે, દમ, ઉધરસ અને દાંતની સમસ્યાથી પણ દૂર રાખે છે.

જો ફટકડીને ગરમ પાણીમાં નાખવામાં આવે તો તે તરત જ ઓગળી જાય છે. જેથી ન્હાતા સમયે ફટકડીને પાણીમાં નાખવામાં આવે તો તે તમારી ત્વચાને અને વાળને સહલાઇથી અવશોષિત કરે છે અને તેનાથી અનેક ફાયદા થાય છે. તો ચાલો જાણીએ ફટકડી વાળા પાણીથી ન્હાવાથી શરીરને કેટલાક લાભો થઈ શકે છે અને તેના કેટલાક ફાયદાઓ વિશે.સ્કીન માટે ફાયદાકારક : ફટકડીને સ્કીન માટે ખુબ જ લાભકારી માનવામાં આવે છે. ફટકડીમાં એન્ટી જેંટ ગુણ હોય છે, જે સ્કીનને ડાયટ કરવાનું કામ કરે છે. આ પાણીથી ન્હાવાથી તમારી સ્કીન પર જો કરચલી પડી હશે તે દૂર થશે. ફટકડીનું પાણી તમને પિગમેન્ટેશન અને સ્કીન પર નીકળેલા દાણાને અને રેસેજ એટલે કે સ્કીન લાલ થઈ જવી જેવી અનેક સમસ્યાથી મુક્તિ અપાવે છે. ચહેરાને સુંદર બનાવવા માટે તમે ફટકડીના પાણીથી મોં પણ ધોઈ શકો છો. આયુર્વેદમાં પણ ત્વચા અને ખીલ સંબંધી સમસ્યાને દૂર કરવા માટે ફટકડીનો ઉપયોગ કરવાની સલાહ દેવામાં આવે છે.

માથાની ગંદકી :

ફટકડીમાં એન્ટી બેક્ટેરીયલ ગુણ હજાર હોય છે, જે વાળ અને સ્કેલ્પની ઊંડાઈ સુધી પહોંચીને સારી રીતે સાફ કરે છે. ફટકડીને ગરમ અથવા તો હુંફાળા પાણીમાં નાખીને તે દ્વારા ન્હાવાથી તમને જો ઝૂ ની સમસ્યા હોય તો તે દૂર થાય છે. જો તમે તેનાથી વધારે લાભ ચાહો છો, તો તમે ફટકડીને રાત્રે પાણીમાં નાખીને રાખી દો અને સવારે આ પાણીથી વાળને સારી રીતે ધોઈ લો. આવું કરવાથી તમને જો ઝૂ ની સમસ્યા હશે તે તો દૂર થશે જ સાથે જ તમને જો ખોડો હશે તે પણ દૂર થશે. અને માથા પર નાખ્યા પછી ઘસવાથી માથામાં જમા થયેલી ધૂળ-માટી દૂર થશે.

પરસેવાની ગંધ : ઉનાળાના દિવસોમાં પરસેવાની ગંધ આવવી એ કોઈ સમસ્યાથી ઓછી નથી. આ ઋતુમાં ન્હાવાના થોડા સમય પછી પરસેવો થવાનું શરૂ થઈ જાય છે. ફટકડીમાં એન્ટી જેંટ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે, જે તમારા શરીરમાંથી પરસેવાની ગંધને રોકવાનું કામ કરે છે. જો તમે પરસેવાની ગંધથી મુક્તિ મેળવવા માંગો છો, તો તમે ફટકડીને પાણીમાં તોડીને અથવા તો તેને પીસીને નાખો. આ પછી તેનાથી ન્હાવ. ફટકડી તમારા માટે એન્ટી એસટીજેંટ અને એક પ્રાકૃતિક સ્પ્રે(અતર)ની જેમ કામ કરે છે. આવું કરવાથી તમારા ખુલ્લા છિદ્રો માટે પણ ખુબ જ ફાયદાકારક થાય છે.

વાળનો વિકાસ :

ફટકડી વાળના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક છે. ફટકડીમાં પોટેશિયમ અને સોડિયમની માત્રા હોય છે, જે ત્વચા પર છાલા પડવા અથવા તો ત્વચા ફાટી હોય ત્યાર પછી પણ અસરકારક માનવામાં આવે છે. તે જ સમયે વાળની વૃદ્ધિ અને વાળ સફેદ થઈ જવાની સમસ્યાથી પણ બચાવે છે. આ માટે તમે ફટકડીને પીસીને તેમાં ગુલાબજળને મેળવી લો. અથવા તો તમે ફટકડીના પાણીની અંદર ગુલાબજળ નાખીને તેનાથી પણ સ્નાન કરી શકો છો. તેનાથી નિશ્ચિત રૂપથી તમારા વાળનો વિકાસ થશે.

યુરીન ઇન્ફેકશનથી મુક્તિ : જે પણ લોકોને હંમેશા યુરીન ઇન્ફેકશનની સમસ્યા રહે છે, તે લોકોએ ખાસ કરીને ફટકડીનું સેવન કરવું જોઈએ. ફટકડી એ તમારા પ્રાઈવેટ પાર્ટની સફાઈ કરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. તેનાથી તમારી ગંદકી દૂર થશે અને યુરીન ઇન્ફેકશન અથવા તો અન્ય પ્રકારના ચેપની પણ તમને કોઈ સમસ્યા નહિ રહે. દરરોજ, ફટકડીના પાણીથી ન્હાવાથી, તમે ખુબ જ સહેલાઈથી તમારી વ્યક્તિગત સ્વચ્છતાની સંભાળ લઈ શકો છો.

નસ અને સાંધાના દુઃખાવા :

ફટકડીના પાણીથી ન્હાવું એ એક પીડા રાહત ઉપચાર જેવું જ માનવામાં આવે છે. જેવી રીતે ગરમ પાણી તમારી નસ માટે તેમજ સાંધાના દુઃખાવામાં કાર્યરત છે, તેવી જ રીતે જો ગરમ પાણીની અંદર ફટકડીને ઉમેરવામાં આવે તો તે તમારા દુઃખાવાને ઓછું કરે છે. તેમાં મેગેનીઝની માત્રા હોય છે, અને મેગેનીઝમાં સોજાને ઓછો કરવાનો ગુણ હોય છે. જે હાડકાંમાં આવેલા સોજાને અને દુઃખાવાને ઓછો કરે છે.

મોં ની ગંધ : ફટકડીના પાણીની મદદથી તમે અન્ય સમસ્યાથી તો મુક્તિ મેળવી શકો છો, પરંતુ સાથે તમે મોં માંથી આવવા વાળી દુર્ગંધને પણ દૂર કરી શકો છો. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તમારા મોં માંથી આવતી દુર્ગંધને દૂર કરવામાં અસરકારક થાય છે. તેમાં રહેલ એસ્ટ્રિન્જન્ટ પ્રોપર્ટીઝ તમારા દાંતના દુઃખાવાને, દાંત માંથી લોહી નીકળવું, ગમ અને દાંતને સાફ કરવા માટે વધારે મદદ કરે છે. આ પાણીથી ન્હાતા પહેલા જો કોગળા કરવામાં આવે તો મોં ની દુર્ગંધ દૂર થાય છે.પાણીમાં ફટકડી નાખીને ન્હાવાથી તમને આ લેખમાં આપેલ દરેક ફાયદાઓ થઈ શકે છે. તેના માટે તમે ફટકડીને તોડીને નાખવાની જગ્યા પર તેને પીસીને નાખવી તે ઉત્તમ છે. જો તમે કોઈ પણ પ્રકારની એલર્જીની સમસ્યામાં છો, તો તમે તમારા નિષ્ણાંતની સલાહ જાણ્યા પછી જ તેનો ઉપયોગ કરજો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment