ઉનાળામાં કરો આ ખાસ શરબતનું સેવન, શરીરને ડીટોક્સ કરી, વજન, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓનો કરી દેશે સફાયો.

મિત્રો દરેક લોકો ઉનાળામાં ઠંડક મેળવવા માટે અનેક ઉપાયો કરતા હોય છે. તેઓ શરીરને ઠંડક મળે તે માટે અનેક રેસીપીનું સેવન કરે છે. ઉનાળામાં જવનું સેવન સારું માનવામાં આવે છે. તેનાથી શરીર અંદરથી ઠંડું રહે છે. ચાલો તો આપણે જાણી લઈએ જવનું શરબત પીવાના ફાયદાઓ વિશે. 

ઉનાળામાં વધતા જતાં તાપમાનની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આ ઋતુમાં સખત તાપ અને ભયંકર ગરમીને કારણે તમે ડીહાઈડ્રેશનની સમસ્યા થઇ શકે છે. હીટ વેવ ને કારણે તમને અનેક સમસ્યા થઇ શકે છે. ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા અને શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થ બહાર કાઢવા માટે જવનું શરબત પીવું ફાયદાકારક છે. ઉનાળામાં જવના શરબતનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. તેના સેવનથી તમને ગરમીથી થતી સમસ્યાઓ થી બચાવે છે પણ શરીરની સમસ્યાથી પણ રાહત મળે છે.

આપણા દેશમાં જવનું સેવન અનેક રીતે કરવામાં આવે છે. તેના લોટની રોટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ સિવાય જવનું ધાર્મિક મહત્વ પણ છે જેનું ધાર્મિક કાર્યમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જવનો લોટ શિયાળામાં શરીર માટે ઉપયોગી છે. પણ તેનું શરબત ઉનાળામાં થતી સમસ્યાઓ દુર કરવા માટે રામબાણ ની જેમ કામ કરે છે.જવનું શરબત પીવાના ફાયદાઓ:- જવ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક અનાજ છે. તેમાં રહેલ ગુણ શરીર માટે ખુબ ઉપયોગી છે. જવમાં ફાઈબર પર્યાપ્ત માત્રામાં રહેલ છે. જે વજન ઓછુ કરવાથી લઈને પાચન તંત્ર ને મજબુત કરવા માટે ફાયદાકારક છે. જવમાં કેલરી, પ્રોટીન, કેલ્શિયમ, ફેટ, આયરન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને પોટેશિયમ પ્રયાપ્ત માત્રામાં રહેલ છે. 

ગરમીના પ્રભાવથી બચાવવામાં ફાયદાકારક છે:- જવનું શરબત શરીરને ઘણી ગંભીર સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. આપણા દેશમાં લોકો જુના સમયથી ઉનાળામાં જવના સેતુનુ સેવન કરતા આવ્યા છે. જવનું સત્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી સેવનથી લૂ અને વધતી ગરમી ના પ્રભાવથી ફાયદો મેળે છે. એ રીતે ઉનાળાની ઋતુમાં જવનું પાણી પીવાથી તમારું શરીર ઠંડુ રહે છે. અને લૂ ના પ્રભાવથી તમે બચી શકો છો.વજન ઓછુ કરવામાં ફાયદાકારક છે:- જવના સેવનથી તમારા શરીરને તરત જ એનર્જી મળે છે. તેમાં કેલરી ની પર્યાપ્ત માત્રા હોય છે પણ તેમાં રહેલ ફાઈબર વજન ઓછુ કરવામાં મદદ કરે છે. વજન ઓછુ કરવા માટે તમે જવનું શરબત પી શકો છો. દરરોજ સવારે એક ગ્લાસ જવનું શરબત પીવાથી તમારા વજન ઓછુ કરવામાં મદદ મળે છે. 

હૃદય માટે ફાયદાકારક છે:- જવનું શરબત હૃદય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિત રૂપે જવનું શરબત અથવા પાણી પીવાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ નું સ્તર ઓછુ થાય છે. અને બ્લડ પ્રેશર ની સમસ્યામાં ફાયદો મળે છે. દરરોજ જવનું શરબત પીવાથી તમને હૃદયને લગતી બીમારીનું જોખમ ઓછુ રહે છે.ડાયાબિટીસમાં ફાયદાકારક છે:- ડાયાબીટીસના દર્દી માટે જવનું શરબત ખુબ જ ફાયદાકારક છે. નિયમિત રૂપે જવનું શરબત પીવાથી તમારું બ્લડ શુગર લેવલ ઓછુ થાય છે અને ઇન્સુલીન ના નિર્માણમાં પણ મદદ મળે છે. જવમાં પર્યાપ્ત માત્રામાં રહેલ પોષક તત્વો તમારા શરીરમાં કમજોરી નથી આવવા દેતું. ડાયાબિટીસ નાદર્દી ડોક્ટરની સલાહ અનુસાર જવનું શરબત પી શકે છે. 

શરીરને ડીટોક્સ રાખવામાં ફાયદાકારક છે:- શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થ તમારા શરીરને ઘણી બીમારીઓ અને સમસ્યાઓ નો શિકાર બનાવી શકે છે. શરીરમાં રહેલ વિષાક્ત પદાર્થ બહાર કાઢવા માટે અને શરીરને ડીટોક્સ કરવા માટે જવનું શરબત નિયમિત સેવન ફાયદાકારક છે. તેમાં રહેલ ગુણ શરીરથી વિષાક્ત પદાર્થો બહાર કાઢવા સિવાય યુરીન ઇન્ફેકશન ની સમસ્યા માં પણ ફાયદાકારક માનવામાં આવે છે.કેવી રીતે બનાવવું જવનું શરબત:- જવનું શરબત બનાવવા માટે સૌથી પહેલા તમે જવને સાફ કરીને સારી રીતે પીસી લો. હવે આ પાવડરને એક એક વાટકી છાશમાં નાખીને સારી રીતે મિક્સ કરો. હવે એક વાસણ લઇ તેમાં થોડું પાણી ઉકાળો, અને પાણીમાં થોડા પ્રમાણમાં મીઠું અને ડુંગળી નાખી દો. હવે તેમાં જવનું મિશ્રણ મિક્સ કરી દો. તેને સારી રીતે ઉકાળો અને ફરી આખી રાત તેને ફર્મેટેશન માટે મૂકી દો. સવારે તેનું સેવન કરો. આમ જવનું શરબત નું સેવન તમારા સમગ્ર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment