પુરુષો થઈ જાવ સાવધાન ! ટાલ પડતા પહેલા શરૂ કરી દો આ કામ… નહિ તો ખરી જશે માથાના તમામ વાળ… જાણો આજીવન ઘાટા વાળ રાખવાનો ઉપાય…

આજના સમયમાં નાની ઉંમરમાં જ પુરુષોને ટાલની સમસ્યાનો સામનો કરવો પડે છે. મહિલાઓની જેમ પુરુષોમાં પણ વાળ ખરવા એ સામાન્ય બાબત છે, પરંતુ આ સમસ્યા વધવાથી પુરુષો લગભગ ટાલ પડવાનો શિકાર બને છે. તેઓ શરૂઆતમાં આની પર ધ્યાન નથી આપતા જેથી સમસ્યા વધતી જાય છે. ત્યારબાદ તેઓ પોતાની અંદર કોન્ફિડન્સની કમી મહેસુસ કરે છે. ટાલ પડવાની સમસ્યાને દૂર કરવા માટે જીવન શૈલીમાં કેટલાક બદલાવ કરીને આનાથી બચી શકાય છે.

આજની ભાગદોળ વાળી જીવનશૈલીમાં મહિલાઓ અને પુરુષો બંનેવ માં વાળ ખરવા એ સામાન્ય વાત છે. પરંતુ પુરુષોમાં આ સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. લગભગ પુરુષોમાં વાળ ઓછી ઉંમરમાં જ ખરવા લાગે છે અને 35 થી 40 ની ઉંમર સુધી આવતા આવતા કેટલાક પુરુષો સંપૂર્ણ રીતે ટાલિયા થઈ જાય છે. તેના કારણે તે જવાન હોવા છતાં વધારે ઉંમર દેખાવા લાગે છે.ટાલ પડવાના કારણે તેમને પોતાનો દેખાવ ખરાબ લાગવા લાગે છે અને તેઓ આત્મવિશ્વાસની કમી અને ડિપ્રેશનનો શિકાર બની જાય છે. પુરુષોમાં હેર લોસ પોષણની કમી, હોર્મોનલ બદલાવ, તણાવ, પ્રદુષણ, ધુમ્રપાન અને આનુવંશિકતા ના કારણે થઈ શકે છે. આ સમસ્યાનો કોઈ ઈલાજ નથી જો કે શરૂઆતમાં જો આના લક્ષણો પર ધ્યાન આપવામાં આવે તો વાળને ખરતા રોકી શકાય છે. જો તમે પણ ઓછી ઉંમરમાં જ વાળ ખરવાથી પરેશાન હોવ તો તમારી જીવન શૈલીમાં બદલાવ કરીને આ સમસ્યાથી મહદ અંશે છુટકારો મેળવી શકો છો.

શું કહે છે સંશોધન:- ત્વચા વિજ્ઞાનના પ્રોફેસર પ્રમાણે કેટલીક પ્રકારના ઈલાજ વાળને ખરવાની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ કરે છે અને વાળને ફરીથી ઉગાડવામાં મદદ કરે છે તેમને જણાવ્યું કે તેમની પાસે વાળ ખરવાની સમસ્યા ઓછી ઉંમરના લોકો સૌથી વધારે આવે છે કારણ કે તેનાથી તેઓ ખૂબ જ ચિંતિત હોય છે. આ સ્થિતિથી બચવા માટે શરૂઆતમાં જ વધુમાં વધુ વાળને બચાવવા જરૂરી છે સંતુલિત આહાર અને ટોપિકલ મીનોક્સિડિલ જે એક પ્રકારનું કેમિકલ સોલ્યુશન છે, એવી બંને રીતોની મદદ થી વાળને ખરતા ખાસ કરીને પુરુષોમાં ટાલ પડતા રોકી શકાય છે.પ્રોફેસર વધુમાં જણાવે છે કે પ્રોટીન અને આયર્ન થી ભરપૂર સંતુલિત આહાર આ સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. વાળનું ખરવું તણાવ અને એલોપેશિયા એરીટા નામની એક ઓટોઇમ્યુન બીમારીના કારણે હોઈ શકે છે. 21 વર્ષની ઉંમરથી પહેલા 25% પુરુષોમાં વાળ ના લક્ષણો દેખાવા લાગે છે અને ત્યારબાદ 70% લોકોમાં વાળ ખરવાનું શરૂ થઈ જાય છે. 

પુરુષોમાં જ કેમ પડે છે ટાલ:- પુરુષોમાં ટાલ પડવી એ હોર્મોન હાયહાઈડ્રોટેસ્ટોસ્ટેરોન (DHT)ને કારણે થાય છે. જે વાળના રોમ છિદ્રો ને સંકોચી દે છે, જેના કારણે વાળ પાતળા થઈ જાય છે અને ખૂબ જ સરળતાથી ખરવા લાગે છે. પુરુષોમાં, તે મોટે ભાગે હેરલાઇન, કાનપટ્ટી અને માથાના ઉપરના ભાગમાં થાય છે.  જો કે, વાળ ધીમે ધીમે ખરતા હોય છે અને આ સમય દરમિયાન તેને જેટલા વહેલા બચાવી લેવામાં આવે તેટલું સારું છે.ટાલ પડવાને ખાન પાન રોકી શકે છે:- પાલક, બીફ, છોલે, કોળું ના બીજ અને કાળા બીન્સ જેવા ખાદ્ય પદાર્થોથી ભરપૂર સંતુલિત આહાર તમારા વાળને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે. હેર ફોલિકલ્સ પ્રોટીન અને આયર્નથી બને છે જે શરીરને વાળના વિકાસથી જોડાયેલી કોશિકાઓ સુધી ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે જ્યારે શરીરને પૂરતું પ્રોટીન નથી મળતું તો તે બાકી પ્રોટીન હોય છે તેનો ઉપયોગ શરીરના અન્ય કામો માટે કરે છે અને તે કારણે વાળને પ્રોટીન નથી મળી શકતું.

વાળનો ખ્યાલ રાખો:- જો તમે કુદરતી અને સરળ રીતે તમારા વાળની દેખભાળ કરશો તો તમારા વાળ ખરવાના ઓછા થઈ જશે. વાળને સૂકવીને હેર ડ્રાયર અને સ્ટાઇલિંગ માટે વિવિધ પ્રકારના મશીનો અને કેમિકલ ના ઉપયોગથી વાળને અંદરથી નુકસાન પહોંચાડે છે, તેનાથી વાળ ખરવાની સંભાવના વધી જાય છે. વાળને મજબૂત બનાવવા માટે વધુથી વધુ પ્રાકૃતિક  વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

વળી વાળની ગ્રોથ નો દાવો કરતા શેમ્પૂ અને પ્રોડક્ટ રૂપિયાની બરબાદી સિવાય કંઈ જ નથી. આ તમારા હેર ફોલિકલ્સ ની અંદર નથી પહોંચી શકતા. તેનું કામ માત્ર ડેન્ડ્રફ અને ખંજવાળ ને દૂર કરવાનું છે જેનાથી હેરફોલ થાય છે. માત્ર તેવી પરેશાનીઓને દૂર કરે છે જેમાં  તમારા વાળ ખરી રહ્યા હોય પરંતુ આ તમારા વાળને ખરતા નહીં રોકી શકે.ટોપિકલ મિનોક્સિડીલ શું છે અને તે કેવી રીતે વાળ ખરતા અટકાવે છે:- ટોપિકલ મિનોક્સિડીલ એક પ્રકારનું કેમિકલ સોલ્યુશન છે.જેને દરરોજ ઉપયોગ કરવાથી વાળ ખરતા રોકવામાં મદદ મળે છે. આ દવા કોઈપણ મેડિકલ સ્ટોર પર મળી જાય છે અને તેને વાળ ખરતા અટકાવવામાં ખૂબ જ અસરકારક જણાવવામાં આવે છે.

કેટલાક કિસ્સામાં આ નવા હેર ગ્રોથ પણ કરી શકે છે જોકે એ સ્પષ્ટ નથી કે ટોપિકલ મિનોક્સિડીલ કેવી રીતે કામ કરે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે હેર ફોલીકલ્સને વધારે છે અને સ્વાસ્થ્ય પ્રમાણે શરીરમાં વાળના વિકાસમાં વધારો કરે છે. જોકે તમારે સતત આનો ઉપયોગ કરતા રહેવું, જો તમે આને રોકી દીધું તો દવા ની અસર નહીં થાય અને ફરીથી તમારા વાળ ખરવાના શરૂ થઈ જશે.

ડોક્ટરની સલાહ પ્રમાણે ઇલાજ કરાવો:- જો તમે તમારા વાળ ખરવાથી ખૂબ જ પરેશાન થઈ ગયા હોય અને કોઈપણ રીત કામ ન કરી રહી હોય તો તેવી સ્થિતિમાં તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. વાળની સમસ્યા માટે ફિનેસ્ટ્રાઈડ નામની એક દવા પણ ખૂબ જ અસરકારક છે જે ટાલ પડવાની સ્થિતિમાં ઉપયોગ કરી શકાય છે. આ દવા શરીરમાં ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન હોર્મોનના સ્તરને ઘટાડવા અને વાળને ખરતા રોકે છે. પરંતુ તેનાથી પુરુષોમાં અનેક પ્રકારના સાઈડ ઈફેક્ટ પણ થઈ શકે છે. તેથી લોકોએ ડોક્ટરની સલાહ અને  માર્ગદર્શન લઈને દવાનો ઉપયોગ કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment