આ સરકારી સ્કીમમાં મફતમાં જ થાય છે 5 લાખ સુધીનો હોસ્પિટલનો ઈલાજ… કરોડો લોકો લઇ રહ્યા છે લાભ… જાણો સ્કીમની સંપૂર્ણ માહિતી અને ઉઠાવો લાભ…

મિત્રો જયારે પરિવાર પર કોઈ આપત્તિ આવી જાય ત્યારે અક્સર લોકો પૈસાને લઈને ચિંતિત હોય છે. કારણ કે અચાનક આવતો દવાખાનાનો ખર્ચ લોકો માટે એક વિકટ પરિસ્થિતિ બની જાય છે. આથી જો તમે પણ આવી કોઈ આફત આવે ત્યારે દવાખાનાનાં ખર્ચમાં રાહત રહે એવી કોઈ યોજના વિશે જાણવા માંગતા હો તો આ લેખ તમારા માટે ખુબ જ અગત્યનો છે. જેમાં તમને 5 લાખ સુધીની સહાયતા મળી શકે છે. જે તમારા કોઈપણ ઈલાજ માટે ખુબ જ મોટો ટેકો નીવડી શકે છે.  

સરકાર દેશના ગરીબ તબક્કાને મફતમાં ઈલાજ ઉપલબ્ધ કરાવવા માટેઆયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના ચલાવી રહી છે. આ સ્કીમથી દેશના કરોડો લોકો જોડાઈ ગયા છે. આ સ્કીમ દ્વારા સરકાર લોકોને પાંચ લાખ રૂપિયા સુધીનો ઇલાજ મફતમાં કરાવે છે. અત્યાર સુધીમાં દેશના 4.5 કરોડ લોકોને આ સ્કીમ મુજબ લાભ મળી ગયો છે. સરકારે આ સ્કીમની શરૂઆત વર્ષ 2018માં કરી હતી. પાછલા દિવસોમાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ સંસદમાં આ સ્કીમથી જોડનારા લોકોની સંખ્યા વિશે જાણકારી આપી હતી. ત્રણ મહિનામાં જોડાયા 1 કરોડ લોકો:- મનસુખ માંડવિયાએ સંસદમાં કહ્યું કે, આયુષ્યમાન ભારત યોજના દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના બની ગયી છે. તેમણે કહ્યું કે, આ સ્કીમ દ્વારા દેશના 4.5 કરોડ લોકોને એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર આ સ્કીમથી લાભ મળી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં આ સ્કીમના લાભાર્થીઓની સંખ્યા 3.8 કરોડ હતી પાછલા ત્રણ મહિનામાં આ સ્કીમથી લગભગ એક કરોડ લોકો જોડાયા છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આવનારા દિવસોમાં આપણે બધા જ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઇંટિગ્રેટિવ મેડિસિન માટે અલગ ડિવિઝન બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. 

ગોલ્ડન કાર્ડ આપે છે સરકાર:- આ સ્કીમ માટે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન અને ઓફલાઇન બંને તરફથી આવેદન કરી શકે છે. આયુષ્યમાન ભારત સરકારની એક હેલ્થ સ્કીમ છે, જે મુજબ, સરકાર આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ લોકોને આપે છે. આ સ્કીમ મુજબ, આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ ના માધ્યમથી આર્થિક રીતે નબળા નાગરિક હોસ્પિટલોમાં જઈને મફતમાં પોતાનો ઈલાજ કરાવી શકે છે.

આવેદન કરવાની ઉંમર:- આયુષ્યમાન ભારત સ્કીમ માટે આવેદન કરનારા લોકોની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. જો કોઈ પોતાની રીતે આ સ્કીમ માટે આવેદન કરે તો તેનું નામ, SECC-2011 માં હોવું જોઈએ. SECC નો મતલબ સામાજિક આર્થિક અને જાતિ જનગણના છે. જો તમે આ સ્કીમનો લાભ લેવા માંગતા હોય તો, તમારે તમારી પાત્રતા ચેક કરવી જોઈએ. તે માટે તમારે સૌથી પહેલા mera.pmjay.gov.in ની વેબસાઇટ પર જવાનું રહેશે.આ રીતે કરો ઓનલાઈન એપ્લાઈ:- સૌથી પહેલા આધિકારિક વેબસાઇટ mera.pmjay.gov.in પર લૉગ ઇન કરો. પછી તમારો મોબાઈલ નંબર અને સ્ક્રીન પર આપેલ કેપ્ચા નાખવા. ત્યાર બાદ તમારા રઝિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. તેને નાખવો. ત્યાર બાદ તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. ત્યાં તમારે ટે રાજ્યનું નામ લખવું જ્યાં તમે હોય. પછી તમારી પાત્રતા તપાસવા માટે મોબાઈલ નંબર, નામ, રેશનકાર્ડ નંબર, નાખવું.

જો તમારું નામ જમણી બાજુ દેખાય તો તમે તે માટે પાત્રતા ધરાવો છો. તમે ફેમિલી મેમ્બર ટેબ પર ક્લિક કરીને પણ લાભાર્થીના વિવરણની તપાસ કરાવી શકો છો. તે સિવાય તમે નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને પણ તમારી પાત્રતા ચેક કરી શકો છો. આ સ્કીમમાં તમે પોતાનું નામ લખાવીને ભવિષ્યમાં આ સ્કીમ દ્વારા સારો એવો લાભ લઇ શકો છો. જેમાં તમને સંપૂર્ણ સહાયતાની ગેરેંટી મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment