જિંદગીમાં ક્યારેય નહિ થાય લોહીની ઉણપ, જાણી લો આ દેશી અને 100% અસરકારક ઘરેલું ઉપચાર. ફાટફાટ વધશે લોહી…

શરીરમાં એનીમિયાની ખામી અથવા લોહીની ખામી એ એક સામાન્ય સમસ્યા છે. જ્યારે શરીરમાં આવશ્યક ખનીજની ખામી થાય છે, ત્યારે વ્યક્તિ આ સમસ્યાથી ગ્રસીત થાય છે. આયરનની ખામી મુખ્યત્વે ઓછી માત્રામાં આયરનનું સેવન, ઈમ્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ, હેવી પીડિયડ દરમિયાન લોહીની ખામી અને અંદરની બ્લીડિંગનું કારણ બને છે.

જે પણ લોકોને એનીમિયા હોય છે, તે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, થાક, માથામાં દુઃખાવો, ચક્કર આવવા અને નખ તૂટવા જેવી સમસ્યા થાય છે. શરીરમાં આયરન બનાવવા માટે હિમોગ્લોબિનની જરૂર પડે છે. જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય છે, તો ટીશ્યુ અને માંસપેશીઓને પૂરતા પ્રમાણમાં ઑક્સીજન મળતું નથી, જે કારણથી એનીમિયા થાય છે.

એનીમિયાને આયુર્વેદમાં શું કહેવામાં આવે છે ? : એનીમિયા શરીરમાં અગ્નિને અસંતુલિત કરે છે. આયુર્વેદમાં એનીમિયાને પાંડુ કહેવામાં આવે છે. આ હિમોગ્લોબિનના કાઉન્ટને પણ ઓછું કરે છે. જો સમય રહેતા એનીમિયાની દવા ન કરવામાં આવે, તો હૃદય અને ફેફસાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આયુર્વેદમાં આ સમસ્યાનો ઈલાજ છે.

આંબળાનું જ્યુસ : આંબળાનું જ્યુસ અને લાલ બીટનું જ્યુસ પીવાથી એનીમિયાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ શરીરમાં લાલ રક્ત કોશિકાનું ફરી નિર્માણ કરી સક્રિય કરે છે અને શરીરને ફ્રેશ ઑક્સીજન પ્રાપ્ત કરાવે છે. તેનાથી વ્યક્તિને સ્વસ્થતાનો અનુભવ થાય છે અને એનીમિયાના લક્ષણો દૂર થઈ જાય છે. આ સિવાય સફરજન ખાવાથી પણ આ સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે.

મેથી રાઈસ : મેથીના દાણાને રાતભર પાણીની અંદર 2 થી 3 ચમચી પલાળીને રાખી દો. આ બીજને ચોખાની અંદર સારી રીતે બાફી લો. જરૂર મુજબ તેમાં મીઠું ઉમેરો અને 1 મહિના સુધી નિયમિત રૂપથી મેથી રાઈસનું સેવન કરો. આમ, કરવાથી એનીમિયા કંટ્રોલમાં આવી જશે.

તલ : કાળા તલને નવશેકા પાણીની અંદર 2 કલાક સુધી પલાળીને રાખો. હવે તેની પેસ્ટ બનાવો અને પછી મધને તેમાં ઉમેરો. હવે આ પેસ્ટને એક ગ્લાસ નવશેકા દૂધમાં મેળવો અને નિયમિત રૂપથી તેનું સેવન કરો. આ એનીમિયાનો રામબાણ ઈલાજ છે.દાડમ : નિયમિત રૂપથી દાડમ અથવા દાડમનું જ્યુસ પીવાથી બ્લડ કાઉન્ટ વધી જાય છે. આ સિવાય નિયમિત રૂપથી કેળાનું સેવન કરવાથી પણ હિમોગ્લોબિનનું સ્તર વધે છે.

સફરજન : એનમિયાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમે અડધા કપ સફરજનના જ્યુસની અંદર અડધો કપ બીટના જ્યુસને ઉમેરીને મિક્સ કરો. હવે તેમાં થોડી માત્રામાં મધને ઉમેરો. દરરોજ આ જ્યુસનું સેવન કરવાથી શરીરમાં લોહીની ખામી દૂર થાય છે.યોગ અને કસરત : નિયમિત રૂપથી કસરત અને યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને લોહીની ખામી થતી નથી. સાથે જ તમારા ભોજનમાં લીલા પાંદડા વાળી શાકભાજી, જેમ કે પાલક, વટાણા, બીન્સ, કિશમિશ, જરદાળુ, કોળાના બીજ, ક્વિનોઆ, બ્રોકોલી, ટોફું અને આખા અનાજ શામિલ કરો.

કિશમિશ : એનીમિયાથી રાહત મેળવવા માટે 10 થી 15 કાળી કિશમિશને રાતભર પાણીમાં પલાળીને રાખો અને સવારે નિયમિત રૂપથી આ કિશમિશનું સેવન કરો. તેનાથી હિમોગ્લોબિનનું સ્તર તો વધે જ છે, સાથે એનીમિયાના કારણે થતી કબજિયાતથી પણ મુક્તિ મળે છે.

આમ તમે ઉપર આપેલ વસ્તુઓનું સેવન કરીને તમારા શરીરમાં રહેલ હિમોગ્લોબીનની ઉણપને પૂરી કરી શકો છો. તેમજ એનીમિયાને પણ કાયમ માટે દૂર કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment