આયુર્વેદે બતાવ્યા છે ડાયાબિટીસથી બચવાના આ સચોટ ઉપાયો, આંખ બંધ કરી ને કરી શકો છો ભરોસો, જિંન્દગીમાં નહીં થાય ડાયાબિટીસ

મિત્રો ડાયાબિટીસ જીવન શૈલીથી જોડાયેલી બીમારીઓમાં મુખ્ય છે. શુગર કે ડાયાબિટીસના દર્દી દુનિયામાં ઝડપથી વધી રહ્યા છે. ન માત્ર વૃદ્ધો પરંતુ બાળકો પણ હવે તેના સંસર્ગમાં આવવા લાગ્યા છે. જો કોઈ વ્યક્તિને આ બીમારી થઈ જાય તો આખી જિંદગી તે વ્યક્તિનો પીછો નથી છોડતી.

ડોક્ટર ડાયાબિટીસનું સૌથી મોટું કારણ ખરાબ જીવનશૈલી જણાવે છે તેવી જ રીતે આયુર્વેદનું પણ કહેવું છે કે જો કોઈ વ્યક્તિ સમય રહેતા પોતાના ખાનપાન અને જીવનશૈલીમાં સુધાર લાવે તો તે ડાયાબિટીસથી બચી શકે છે. ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે દવાઓની સાથે સાથે ખાણીપીણીમાં સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે.

અહીંયા અમે તમને આયુર્વેદિક દવાઓ કે ટોટકાઓ વિશે નથી જણાવી રહ્યા પરંતુ અમે તમને એવી પદ્ધતિ વિશે જણાવીશું કે જેને તમે જો તમે તમારી જિંદગીમાં સામેલ કરી લીધી તો ફરી આ બીમારી તમારું કશું નહીં બગાડી શકે અને જો તમને આ બીમારી ન હોય તો પણ તે તમને ભવિષ્ય માં ક્યારેય સ્પર્શ પણ નહીં કરી શકે.હાલના સમયમાં લોકોને બે પ્રકારની ડાયાબિટીસ ઝડપથી ફેલાઈ રહી છે. જેમાંથી એક છે ટાઈપ 1 ડાયાબિટીસ. આ ડાયાબિટીસમાં તમારા શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વ્યવસ્થિત રીતે નથી થઈ શકતું જેનાથી લોહીમાં શુગરનું લેવલ વધવા લાગે છે. જયારે ટાઈપ 2 ડાયાબિટીસમાં શરીરની કોશિકાઓ ઇન્સ્યુલિન નો ઉપયોગ નથી કરી શકતી.

1) ડાયાબિટીસથી બચવા માટે આ જ્યુસનું કરો સેવન:- ડાયાબિટીસને કુદરતી રૂપે ઠીક કરવાની વાત આવે તો તેમાં આયુર્વેદિક પીણા નો ખૂબ જ ઉપયોગ થાય છે જે અનેક પ્રકારના ફળો, શાકભાજી અને અન્ય જડીબુટ્ટીઓનું મિશ્રણ હોય છે. બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે આમળા, જાંબુના બીજ, કારેલાનું જ્યુસ ખૂબ જ ફાયદાકારક હોય છે. ટાઈપ 1 અને ટાઈપ 2 બંને પ્રકારના ડાયાબિટીસના દર્દીઓ કારેલાના જ્યુસનો લાભ લઈ શકે છે. તેનું સેવન સવાર સવારમાં કરવું વધુ ફાયદાકારક છે.જો તમને ડાયાબિટીસ નથી તો પણ તમે તેનું સેવન કરી શકો છો. આ તમારા પેટ માટે ખૂબ જ સારું છે અને તે પાચનને સારું બનાવે છે. આ શરીરને તાકાત પણ આપે છે પરંતુ તમે ડાયાબિટીસ કે કોઈ અન્ય બીમારીથી પીડાતા હોય અને દવાઓ લઈ રહ્યા હોય તો એકવાર તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

2) ડાયાબિટીસના દર્દીઓએ કરવું જોઈએ હેલ્ધી ડાયટ ફોલો:- ડાયાબિટીસની બીમારીમાં દવાઓની સાથે જ ડાયટ નું પણ મહત્વપૂર્ણ યોગદાન હોય છે. આ બીમારીની સારવારમાં તમારા ખાનપાનની આદતોને સુધારવી એ પહેલું પગથિયું હોય છે. આ માત્ર બીમારીમાં જ નહીં પરંતુ કોઈ પણ વ્યક્તિની સંપૂર્ણ સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. ડાયાબિટીસની બીમારીમાં પીડિત વ્યક્તિએ પોતાનો ડાયટ લો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ના આધાર પર બને છે.આ એક પ્રકારનું ડાયટ પ્લાન છે જેમાં બ્લડ શુગર ઘટાડવા વાળા ખાદ્ય પદાર્થોને શામેલ કરવામાં આવે છે. આ ડાયટ પ્લાનમાં હાઈ ફેટ, કાર્બોહાઇડ્રેટ અને શુગર વાળા ખાદ્ય પદાર્થોને બહાર રાખવામાં આવે છે અને સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડતા ફૂડ જેમકે આખું અનાજ, શાકભાજી, ફળ અને બીજ જેવી વસ્તુઓને સામેલ કરવામાં આવે છે.

3) નિયમિત કસરત કરવી અતિ આવશ્યક:- ડાયાબિટીસના દર્દીઓએ 24 કલાકમાં એક કલાક નિયમિત રૂપે વ્યાયામ કે કોઈ અન્ય શારીરિક ગતિવિધિ જરૂરથી કરવી જોઈએ. આયુર્વેદનું કહેવું છે કે શારીરિક ગતિવિધિ ડાયાબિટીસ ના જોખમની સાથે જ મેદસ્વિતાપણું, કોલેસ્ટ્રોલ, હૃદય રોગ સહિત અનેક બીમારીઓને વધતા પણ અટકાવે છે. તેથી તમારે સંપૂર્ણ દિવસમાં થોડોક સમય કાઢીને કસરત કે કંઈક ને કંઈક શારીરિક ગતિવિધિ ને સામેલ કરવી જોઈએ.4) તણાવ મુક્ત રહેવું:- ડાયાબિટીસ આગળ જતા સ્ટ્રોક અને હૃદય રોગનું કારણ બની શકે છે. હૃદયની બીમારીઓનું એક મોટું કારણ તણાવ પણ છે. આજકાલ લોકો કામ અને ઘર પર કોઈને કોઈ કારણે સતત તણાવ નો શિકાર થઈ રહ્યા છે. આયુર્વેદ નું કહેવું છે કે ડાયાબિટીસથી બચવા માટે શારીરિક અને માનસિક બંને રીતે ફીટ રહેવું જરૂરી છે જેમાં મેડીટેશન તમારી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મેડીટેશન થી તણાવ ઘટે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ પોતાની જીવન શૈલીમાં કસરતની સાથે તણાવ ઘટાડવા માટે મેડીટેશન ને પણ સામેલ કરવું જોઈએ. આ બંને આદતો તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં તમારી મદદ કરશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment