કરો એક ગ્લાસ આનું સેવન, લિવરના સોજા, દુખાવા અને કચરો સાફ કરી લિવરને કરી દેશે ડિટોક્સ…

મિત્રો તમારું લીવર એ શરીરનો મહત્વનો ભાગ છે. જેને હલ્દી રાખવું ખુબ જ જરૂરી છે. લીવર માટે અમુક હેલ્દી ફૂડનું સેવન જરૂરી બની રહે છે. આ ફૂડ માં સફેદ કોળું એ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. આથી જો તમે ઈચ્છો છો કે તમારું લીવર હેલ્દી રહે તો સફેદ કોળાનું સેવન જરૂરથી કરો. 

સફેદ કોળાનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સફેદ કોળાને અંગ્રેજીમાં વ્હાઇટ પંપકિન કહેવામા આવે છે. સફેદ કોળામાં વિટામિન, મેગ્નેશિયમ, આયરન અને ફૉસ્ફરસ ખૂબ જ સારી માત્રામાં જોવા મળે છે. તે સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી રાખવામા મદદ કરે છે. ઘણા પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે સફેદ કોળાનું જ્યુસ પીવામાં આવે છે. શરીરમાં જામેલી ગંદકીને દૂર કરવા માટે સફેદ કોળાનું જ્યુસ સૌથી વધારે લાભદાયી ગણવામાં આવે છે. સાથે જ તે લીવર માટે પણ ફાયદાકારક હોય છે. લીવર માટે સફેદ કોળાના ફાયદા:- સફેદ કોળું પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં ઘણા પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સ જોવા મળે છે તે સિવાય સફેદ કોળામાં એન્ટિઇમ્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડેંટ ગુણ પણ હોય છે. નિયમિત રૂપથી સફેદ કોળાનું જ્યુસ પીવાથી લિવરને ઘણા પ્રકારના ફાયદાઓ થાય છે. 

લિવરના સોજામાં ફાયદાકારક:- સફેદ કોળામાં એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. તેનું જ્યુસ પીવાથી લીવરનો સોજો ઘટાડવામાં મદદ મળે છે. જો તમારા લિવરમાં સોજો હોય તો, તમે ડોક્ટરની સલાહથી સફેદ કોળાનું જ્યુસ પી શકો છો.

પિત્ત બહાર કાઢવામાં મદદરૂપ:- સફેદ કોળાનું જ્યુસ પીવાથી પિત્તને બહાર કાઢવામાં મદદ મળી શકે છે. આયુર્વેદ મુજબ શરીરમાં પિત્ત વધવા પર ઘણા રોગો થઈ શકે છે. એવામાં સફેદ કોળાનું જ્યુસ પિત્તને બહાર કાઢવામાં મદદ કરે છે.

લિવરની ગરમી શાંત કરે છે:- જ્યારે લિવરમાં ગરમી વધે છે તો, ત્વચામાં બળતરા, પેટમાં બળતરા, અને છાતીમાં બળતરાની સમસ્યા પણ થઈ શકે છે. તેના કારણે ત્વચા પર દાણા, ફોડલીઓ પણ થઈ શકે છે. એવામાં સફેદ કોળું ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે સફેદ કોળાની તાસીર ઠંડી હોય છે. તે લિવરની ગરમી બહાર કાઢવામાં સહાયતા કરે છે. લિવરના ટેમ્પરેચરને સામાન્ય કરે છે. 

લીવર ડિટોક્સ કરે છે:- સફેદ કોળાનું જ્યુસ પીવાથી લિવરને ડિટોક્સ કરી શકાય છે. અનહેલ્દી જમવાથી આપણા શરીરમાં ગંદકી જમા થઈ જાય છે. તેની અસર આપની ત્વચા પર પણ જોવા મળે છે. માટે જ એક્સપર્ટ પણ સમયે-સમયે લિવરને ડિટોક્સ કરવાની સલાહ આપે છે. સફેદ કોળાનું જ્યુસ પીવાથી લિવરને ડિટોક્સ કરી શકાય છે.સફેદ કોળાનું જ્યુસ કેવી રીતે પીવું?:- સફેદ કોળાનું જ્યુસ લીવર સહિત સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી હોય છે. પરંતુ તેના બધા જ ફાયદાઓ લેવા માટે સફેદ કોળાના જ્યુસને સાચી રીતે પીવું ખૂબ જ જરૂરી છે. તે માટે તમે સફેદ કોળાને પહેલા સરખી રીતે છાલ ઉતારી લો. તેના બધા બીજ કાઢી લો. ત્યાર બાદ તેનું જ્યુસ કાઢીને પીવું. પરંતુ તેના જ્યુસને સાધારણ રીતે જ પીવું. તેમાં કોઈ મીઠું, લીંબુ કે ફૂદીનો મિક્સ કરવો નહીં. માત્ર કોળાનું જ્યુસ પીવું.

સફેદ કોળાનું જ્યુસ પીવાનો સાચો સમય:- સફેદ કોળાનું જ્યુસ હંમેશા ખાલી પેટ જ પીવું જોઈએ. ત્યારે જ તેના બધા જ પોષકતત્વો સરલતા થી શરીર અવશોષિત કરે છે. સૌથી સારું છે કે, સવારે ખાલી પેટ સફેદ કોળાનું જ્યુસ પીવાથી તેમાં રહેલ વિટામીન્સ અને મિનરલ્સ શરીર સરળતાથી અવશોષિત કરી લે છે. તમે તમારા લિવરને સ્વસ્થ રાખવા માટે નિયમિત રૂપથી સફેદ કોળાનું જ્યુસ પી શકો છો. પરંતુ તમને જો કોઈ ગંભીર બીમારી હોય તો, તમારે ડોક્ટરની સલાહથી જ તેનું સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment