આ ફળનું બીજ પેટમાં જશે તો જઈ શકે છે તમારો જીવ પણ, 90% લોકો આ ફળ રોજ ખાવા છતાં નથી જાણતા આ હકીકત…

મિત્રો આપણે સફરજન ખાઈએ જ છીએ. અને તેમાંથી મોટાભાગના લોકો બી ફેકી દઈએ છીએ. જો કે તેનું વધુ સેવન નુકશાન કરે છે. કહેવાય છે કે સફરજનના બી માં ઝેર હોય છે. જો તમે તેનું સેવન કરો છો તો તમારા જીવને જોખમ થઇ શકે છે. આપણે બધા જ નાનપણથી સાંભળતા આવ્યા છીએ ‘એન એપ્પલ આ ડે, કિપ્સ ડોક્ટર અવે’ જેનો મતલબ છે કે, જો આપણે દરરોજ એક સફરજન ખાઈએ તો, ડોક્ટરથી દૂર રહી શકીએ છીએ.

કારણ કે સફરજન શરીરને સૌથી વધારે ફાયદો પહોંચાડનાર ફળોની લીસ્ટમાં પહેલા નંબર પર આવે છે. તે વિટામીન્સ, ફાઈબર અને એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે. તે આપણા શરીરને ઘણા પ્રકારના રોગોથી દૂર રાખી શકે છે. જોકે, સફરજન ખાવાથી આપણા શરીરને જેટલો ફાયદો પહોંચે છે, તેના બીજ આપણને તેટલું જ નુકશાન પહોંચાડી શકે છે. મોટા ભાગના લોકો સફરજનના બીજ દૂર કરીને જ તેને ખાય છે પરંતુ ઘણી વખત એક કે બે બીજ જો ભૂલથી મોંમાં જાય તો લોકો તેને પણ ખાઈ જાય છે. તેમ જ સફરજનનું જ્યુસ પીવાથી તેના બધા જ બીજ તમારા પેટમાં જાય છે. આ માહિતીમાં અમે સફરજનના બીજ પર થયેલી એક રિસર્ચ વિશે જણાવીશું.શું સફરજનના બીજ ઝહેરીલા હોય છે:- તેમાં કોઈ શક નથી કે સફરજનના બીજ માણસ માટે હાનિકારક છે પરંતુ તે ત્યારે નુકશાન પહોંચાડે છે જ્યારે કોઈ વ્યક્તિ મોટી માત્રામાં તેનું સેવન કરે છે. સફરજનના બીજમાં એમીગ્ડલીન નામનું એક કમ્પાઉન્ડ હોય છે જે ઝેરી હોય છે. આ કમ્પાઉન્ડ બીજની અંદર હોય છે. બીજની સુરક્ષા માટે તેના પર એક લેયર ચડેલું હોય છે જે ખૂબ જ સખ્ત હોય છે. બીજને ગળવાથી પેટના રસાયણ તેને તોડી શકતા નથી માટે ઝેરી કમ્પાઉન્ડ બહાર નીકળી શકતું નથી પરંતુ જો બીજને ચાવીને ખાવામાં આવે અથવા તે કોઈ પ્રકારે તૂટી જાય તો એમીગ્ડલીન હાઈડ્રોજન સાયનાઈડમાં બદલાઈ જાય છે. તે ખુબ જ હાનિકારક હોય છે અને જો વધુ માત્રામાં તેને ખાવામાં આવે તો, તેનાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. 

ઝેરથી બચવા માટે કેવી રીતે ખાવું સફરજન:- રોજેસીએ પ્રજાતિના ફળના બીજમાં એમીગ્ડલીન સામાન્ય રીતે વધુ માત્રામાં હોય છે. આ પ્રજાતિના ફળોમાં સફરજન, બદામ, ચેરી વગેરે સમાવિષ્ટ છે. સાયનાઈડનો ઉપયોગ ઝેર તરીકે કરવામાં આવે છે. તે શરીરના સેલ્સમાં ઑક્સીજનને જતું અટકાવે છે અને થોડી જ મિનિટમાં તેનાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે. સાયનાઈડની થોડી માત્રાથી શરીરને થોડા સમય માટે નાનું નુકશાન થઈ શકે છે જેમાં માથાનો દુખાવો, ભ્રમ, બેચેની અને તણાવ જેવી સ્થિતિઓ સમાવિષ્ટ છે. જો શરીરમાં તેની માત્રા વધી જાય તો હાઇ બ્લડ પ્રેશર, પેરાલિસિસ, બેભાન થઈ શકાય છે. ગંભીર સ્થિતિમાં વ્યક્તિ કોમામાં જઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. જોકે કોઈને બીમાર કરવા માટે સાયનાઈડની જરૂરી માત્રા તેના શરીરના વજન પર નિર્ભર કરે છે. બાળકોને તેનું વધારે જોખમ રહેલૂ છે. તેની સાથે જ સફરજનના બીજથી કોઈ વ્યક્તિને કેટલું નુકસાન થઈ શકે તે, એ વાત પર નિર્ભર કરે છે કે, તેણે સફરજન ના બીજ કેટલા ખાધા છે અને તેની તે ઝેરને જેલવાની કેટલી ક્ષમતા છે. 

સફરજનમાં એમીગ્ડલીન એ વાત પર પણ નિર્ભર કરે છે કે સફરજન કઈ જાતિનું છે. એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે, એમીગ્ડલીન જો જીવલેણ ન હોય તો પણ તેની થોડી માત્રા વ્યક્તિને બીમાર કરી શકે છે. એ માટે સારું રહેશે કે તમે સફરજન ખાતા સમયે તેના બીજને તમારા મોંમાં ન જવા દો. 

શું સફરજનના બીજ ખાવા હાનિકારક છે:- જો ક્યારેક ક્યારેક સફરજનના થોડા બીજ તમારી અંદર જતાં રહે તો, કોઈ સમસ્યાની વાત નથી. પરંતુ વધુ માત્રામાં જ્યુસ કે, કોઈ અન્ય પ્રકારે વધારે સેવન હાનિકારક થઈ શકે છે. વર્ષ 2015ની એક રિસર્ચ મુજબ, એક ગ્રામ સફરજનના બીજમાં એમીગ્ડલીનની માત્રા 1 થી 4 મિલિગ્રામની વચ્ચે હોય છે જે સફરજનની જાત પર નિર્ભર કરે છે. જોકે બીજ માંથી નીકળતા સાયનાઈડની માત્રા ખૂબ જ ઓછી હોય છે. હાઈડ્રોજન સાયનાઈડની લગભગ 50-300 મિલિગ્રામ માત્રા જીવલેણ થઈ શકે છે.સફરજનના પ્રતિ ગ્રામ બીજમાં 0.6 મિલિગ્રામ હાઈડ્રોજન સાયનાઈડ હોય છે. તેનો મતલબ છે કે, 80 થી 500 બીજ ખાવાથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. જો તમે એક આખું સફરજન બીજ સાથે ખાઈ લીધું તો તેનાથી તમને કોઈ નુકશાન થતું નથી. રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે કે, એમીગ્ડલીનથી બચવા માટે સારું રહેશે કે તમે સફરજન ખાતા પહેલા અને તેનું જ્યુસ પિતા પહેલા તેના બીજને દૂર કરી લો. 

સફરજનનું જ્યુસ અને સ્મૂદી કેવી રીતે પીવું:- સફરજનનું જ્યુસ અને સ્મૂદી બનાવટી વખતે સફરજનના ટુકડા કરીને તેણે જ્યુસરમાં નાખવામાં આવે છે જેનાથી શેક કે જ્યુસ બનતી વખતે સફરજનની સાથે તેના બીજ પણ તૂટી જાય છે. જેનાથી જાહેર છે કે, તેમાથી થોડી માત્રામાં એમીગ્ડલીન નીકળીને જ્યુસમાં ભળે છે. વૈજ્ઞાનિકોએ સાફ કહ્યું છે કે ડબ્બા બંધ જ્યુસમાં રહેલ એમીગ્ડલીનથી કોઈ નુકસાન થતું નથી. 

સફરજન અને તેની છાલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે અને તેનાથી કોઈ જોખમ થતું નથી. એક સફરજનમાં આઠ કે દસ બીજ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા નથી પરંતુ તેનું વધારે સેવનથી બચવું જોઈએ અને તે માટે સફરજન ખાતા કે જ્યુસ પિતા સમયે તેના બીજ દૂર કરવા જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment