વાળને ખરતા અટકાવવા ઘરે બેઠા બનાવો આ વસ્તુ, બે જ વાર લગાવી જુઓ તેનો કમાલ…

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેના ખરતા વાળ અટકી જાય. પણ વાળ ખરતા ઓછા થવાની બદલે તે વધુને વધુ ખરવા લાગે છે. આથી વાળ ખરતા અટકાવવા માટે તમે ઘણા ઉપચાર કરવા છતાં તેમાં કશો ફેર નથી પડતો. આમ જો તમે ખરેખર પોતાના ખરતા વાળ અટકાવવા માંગો છો તો અહીં આપેલ આ ઘરેલું ઉપચાર વિશે જાણી લો.

વાળને ખરતા અટકાવવા કરવા માટે વાળમાં વિટામિન-E હેર માસ્ક અને વિટામિન-E હેર ઓઈલ પેકનો ઉપયોગ કરો. માત્ર એક કે બે વખત લગાવવાથી તમને તેનાથી ફેર જોવા મળશે. વાળને ઘરે જ યોગ્ય દેખભાળ આપીને વાળને ડેમેજ ફ્રી રાખી શકાય છે. આ માટે તમે ઘરેલું હેર માસ્ક તૈયાર કરતી વખતે વિટામિન-E નો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા વાળનો ગ્રોથ પણ જલ્દી થશે અને વાળ પણ મજબુત બનશે.વિટામિન-E તમારા વાળને જાડા અને સુંદર બનાવવાની સાથે તેને મજબુત પણ કરે છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં વિટામિન-E વાળમાં જરૂર ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ગરમીમાં તડકા અને પરસેવાના કારણે વાળ ખુબ જ જલ્દી ખરાબ થઈ જાય છે.

વિટામિન-E હેર માસ્ક : વાળને ખરતા રોકવા માટે તેમ વિટામિન-E અને એગનું હેર માસ્ક બનાવો. આ હેર માસ્ક ખુબ જ પ્રભાવી છે અને માત્ર બે વખત લગાવવાથી તમને તેની અસર જોવા મળશે. તેને બનાવવા માટે તમારે વિટામિન-E ની 2 કેપ્સુલ, 2 ચમચી સરસવનું તેલ, 2 ઇંડા. આ બધી વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. અને 30 થી 40 મિનીટ સુધી વાળમાં રાખો. ત્યાર પછી શેમ્પુ કરો. માત્ર બે વખત આ હેર માસ્ક લગાવવાથી તમારા ખરતા વાળ ઓછા થઈ જશે.સ્મેલ કાઢવા માટે : સરસવનું તેલ હોવાથી તમને માથામાં ઈંડાની સ્મેલ પણ ઓછી આવશે અને શેમ્પુ કર્યા પછી આ તેલને કારણે સ્મેલ પણ નીકળી જશે. તે છતાં પણ તમને પરેશાની હોય તો તમે ભીના વાળમાં સરસવના તેલથી માલીશ કરી શકો છો અને પછી અડધી કલાક પછી ફરી શેમ્પુથી ધોઈ નાખો.

એલોવેરા જેલનું હેર માસ્ક : આ હેર માસ્કને બનાવવા માટે તમારે 3 ચમચી – એલોવેરા જેલ, 3 ચમચી જેતુનનું તેલ (ઓલીવ ઓઈલ), 2 કેપ્સુલ વિટામિન-E ની. આ બધી વસ્તુઓને મિક્સ કરીને પોતાના વાળમાં જડથી લઈને વાળમાં મસાજ કરો. પછી 30 મિનીટ પછી શેમ્પુ કરી લો. અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 વખત આ હેર માસ્ક લગાવો અને તેનો ફાયદો જુઓ.

વિટામિન-E હેર ઓઈલ માસ્ક : વિટામિન-E હેર ઓઈલ માસ્ક બનાવીને પણ તમે સ્ટોર કરી શકો છો. આ માસ્ક તમારે અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવું પડશે. આથી દરેક વખતે અલગ અલગ માસ્ક બનાવવાની જગ્યાએ એક જ પ્રકારનું માસ્ક બનાવી લો.  તેનાથી તમારા સમયની બચત થશે અને વારંવાર નહી બનાવવું પડે. આ માટે તમારે 5 ચમચી નાળિયેર તેલ, 5 ચમચી એરંડિયું,  5 ચમચી ઓલિવ ઓઈલ, 1 ચમચી બદામનું તેલ, 4 વિટામિન-E ની કેપ્સુલ.આ બધી વસ્તુઓને મિક્સ કરીને એક બોટલમાં ભરી લો. રાતના સમયે આ ઓઈલથી વાળની જડમાં મસાજ કરો અને સવારે શેમ્પુ કરો. અઠવાડિયામાં 1 વખત હેર માસ્કને લગાવવાથી લાભ થશે. જો વાળની સ્થિતિ વધુ ખરાબ હોય તો તમે અઠવાડિયામાં 2 થી 3 વખત પણ આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.

આ પણ છે ઉપયોગી વિધિ : ખરતા વાળ રોકવા માટે તેમ વાળમાં જે પણ તેલનો ઉપયોગ કરો છો તેમાં વિટામિન-E ઈ કેપ્સુલ મિક્સ કરીને જડમાં હળવા હાથે માલીશ કરો. ત્યાર પછી 30 થી 40 મિનીટ વાળમાં રાખીને ધોઈ નાખો.અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વખત આ રીતે વિટામિન-E નો ઉપયોગ કરો. તમને તેની અસર જલ્દી જોવા મળશે. તમે ઈચ્છો તો રાત્રે પણ વિટામિન-E યુક્ત તેલથી માલીશ કરી શકો છો. પછી સવારે તેને શેમ્પુથી ધોઈ નાખો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment