ઘરમાં રહેલી આ બે વસ્તુ લગાવી દો, વાળ અને ત્વચાના રોગો દુર કરી ચહેરાનો નિખાર વધારી વાળ કરી દેશે લાંબા, ઘાટા અને કાળા….

આજના સમયમાં ખાણીપીણી, લાઈફ સ્ટાઈલ અને બદલાતા વાતાવરણની આપણા સ્વાસ્થ્ય પર અનેક પ્રકારની અસરો વર્તાય છે. આમાં મોટાભાગે આપણા વાળ અને ત્વચા પર વધારે અસર થાય છે. આજના પ્રદુષણથી ભરેલા વાતાવરણમાં વાળ અને સ્કિન પર તેની ઘેરી અસર થાય છે. વાળ રફ બની જાય છે અને તેનો ગ્રોથ પણ અટકી જાય છે.

શારીરિક સ્વાસ્થ્યની વાત કરીએ તો ત્વચા અને વાળને હેલ્ધી રાખવા માટે ફટકડીનો પ્રયોગ દરેકમાં લાભદાયક છે. ઔષધીય ગુણોથી ફટકડી અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે તેમાં એન્ટિબાયોટિક, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ઉપલબ્ધ હોય છે. તેવી જ રીતે નાળિયેર તેલનો પ્રયોગ જમવાનું બનાવવાથી લઈને ત્વચા અને વાળ સુધી અનેક રીતે કરી શકાય છે.નાળિયેર તેલમાં હેલ્દી ફેટ્સ, એન્ટી ફંગલ, એન્ટિઓક્સિડન્ટ ,એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી વાયરલથી ભરપૂર હોવાના કારણે નાળિયેર તેલ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક છે. આજ કારણે ત્વચા અને વાળની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે ફટકડી અને નાળિયેર તેલનું મિશ્રણ અત્યંત લાભકારી છે. આ લેખમાં અમે તમને ફટકડી અને નાળિયેર તેલ લગાવવાથી થતા પાંચ ફાયદા વિશે જણાવીશું. આ ફાયદા જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો 

ફટકડી અને નારીયલ તેલ ના ફાયદા:-

1) ત્વચા ને રાખે એક્સ્ફોલિયેટ:- જો તમે નાળિયેર તેલમાં ફટકડી મેળવીને આ મિશ્રણને ચહેરા પર લગાવવાથી અને કેટલીક મિનિટો સુધી મસાજ કરવાથી આ મૃત કોશિકાઓને સાફ કરે છે અને ડેડ સ્કીન થી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આનાથી ત્વચા અને રોમ છિદ્રોની ઊંડાણપૂર્વક સફાઈ થાય છે. જેનાથી ખીલ અને ફોલ્લીઓની સમસ્યા દૂર થાય છે અને ત્વચા પર વધુ પડતા તેલનું ઉત્પાદન પણ નિયંત્રિત રહે છે.2) એજિંગ ના લક્ષણો દૂર કરે:- ફટકડી અને નાળિયેર તેલનું મિશ્રણ ચહેરા પર લગાવવાથી ત્વચા ટાઈટ કરવામાં મદદ મળે છે.  જેના કારણે તે કરચલીઓ, ઝીણી રેખાઓ અને રોમ છિદ્રોને સંકોચવામાં મદદ કરે છે. તેના સિવાય આ ત્વચા સંબંધી એલર્જી, ખંજવાળ વગેરેની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે.

3) ત્વચા માં લાવે નિખાર:- નાળિયેર તેલ એક શ્રેષ્ઠ મોસ્ચ્યુરાઇઝરના રૂપમાં કામ કરે છે, જેનાથી આ ત્વચામાં નમીને લોક કરીને ડ્રાય સ્કીનથી છુટકારો અપાવવામાં મદદરૂપ થાય છે. સાથે જ ફટકડી ત્વચાના ડાઘ, ધબ્બા, ફ્રીકલ્સ, પિગમેન્ટેશન અને ટેનિંગથી છુટકારો મેળવવામાં મદદરૂપ છે. આ રીતે આ તમને એક ગ્લોઇંગ અને સુંવાળી ત્વચા મેળવવામાં મદદ કરે છે.

4) ડેન્ડ્રફ દૂર કરે:- આ વાળનું ખરવાનું એક સૌથી મોટું કારણ છે. નાળિયેર તેલ અને ફટકડી બંનેના ઔષધીય ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે જેનાથી આ સ્કેલપની એલર્જી, હાનિકારક બેક્ટેરિયા, ડેડ સ્કિનને સાફ કરવાની સાથે જ સ્કેલ્પ ને મોસ્ચ્યુરાઇઝ કરવામાં પણ મદદ કરે છે. આ ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે રામબાણ ઉપાય છે.

5) નવા વાળ ઉગાવવામાં ફાયદાકારક:- વાળનું ખરવાનું રોકવાની સાથે આ મિશ્રણ નવા વાળ ઉગાડવામાં પણ લાભદાયક છે. જો તમે આનાથી સ્કેલ્પ પર માલીશ કરશો તો આ બ્લડસર્ક્યુલેશનને વધારો આપવામાં મદદ કરે છે અને વાળના રોમને પોષણ પ્રદાન કરે છે. જેનાથી આ નવા વાળ ઉગાડવામાં અને ઝડપથી વાળનો વિકાસ કરવામાં મદદરૂપ થાય છે. આ તમને મજબૂત, ઘટ્ટ અને ચમકદાર વાળ મેળવવામાં મદદ કરે છે.

ફટકડી અને નાળિયેર તેલ કેવી રીતે લગાવવું:- તમારે માત્ર 50 ml નાળિયેર તેલ ને ગરમ કરવાનું છે અને તેમાં એક નાની ચમચી ફટકડીનો પાવડર મેળવીને મિક્સ કરવાનું છે. આને ઠંડુ કરી લો. આ મિશ્રણને તમે ત્વચા અને વાળ બંને પર લગાવી શકો છો. તેનાથી થોડી ત્વચા અને વાળ બંનેની માલીશ કરો અને ઓછામાં ઓછું અડધા કલાક સુધી રહેવા દો ત્યારબાદ સાદા પાણીથી ત્વચા અને વાળને ધોઈ લો. તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર આનો પ્રયોગ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment