આવી પોઝિશનમાં સુવાની આદત હોય તો આજે જ બંધ કરી દેજો, સાબિત થઈ શકે છે જીવલેણ… શરીરને થશે આવા નુકશાન…

શું તમને પણ આરામ કરતા કરતા બેડ પર કે ઓફીસમાં ડેસ્ક પર સુઈ જવાની આદત છે, આ ખૂબ સામાન્ય છે ઘણીવાર આખા દિવસના થાકને કારણે તમારી આંખો ઘેરાવા લાગે છે અને તમને બેડ પર કે સોફામાં બેઠા બેઠા જ ઊંઘ આવી જાય છે.

સવાલ એ છે બેઠા બેઠા સુઈ જવું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે કે નહી ? ખરેખર ઊંઘ અને સુવાની સ્થિતિનો સ્વાસ્થ્ય પર ખૂબ પ્રભાવ પડે છે. માટે ધ્યાન રાખવું કે ગમે તે પોઝીશનમાં સુવુ શરીર માટે ફાયદાકારક નથી. ચાલો આજે અમે તમને બેઠા બેઠા સુવાના ફાયદા અને નુકશાન વિષે જણાવીશું.

બેઠા બેઠા સુવાના ફાયદા : 1) ગર્ભાવસ્થા દરમિયાન આરામદાયી છે : ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ મોટાભાગે બેઠવા માટે કે સુવા માટે આરામદાયી સ્થિતિ પસંદ કરતી હોય છે. બેઠા બેઠા સુવાથી તેમના પિટને આરામ અને ટેકો મળી રહે છે.

2) સ્લીપ એપિનીયામાં મદદ મળે છે : ઘણા લોકોને ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, આ સમસ્યાને સ્લીપ એપિનીયા કહે છે. આ સમસ્યામાં બેઠા બેઠા સુવાથી સ્લીપ એપિનીયાના દર્દીઓને રાહત મળે છે.

3) એસિડ રીફલકસની સમસ્યામાં રાહત મળે છે : બેઠવાથી પાચનમાં સહાયતા મળે છે, માટે જે લોકોને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ અને પાચન સંબંધી સમસ્યાઓ હોય તેમને બેઠા બેઠા સુવાથી લાભ મળે છે.

બેઠા બેઠા સુવાથી થતા નુકશાન : 1) પીઠ દર્દ : બેઠા બેઠા સુવાથી શરીર લાંબા સમય સુધી એક ને એક સ્થિતિમાં રહે છે તેના કારણે પીઠ દર્દની સમસ્યા થઈ શકે છે.

2) સાંધા અકડાઈ જાય છે : બેઠા બેઠા સુવાથી લાંબા સમય સુધી શરીરની કોઈ પણ મુવમેન્ટ ન થવાના કારણે અને હલનચલન ન થવાના કારણે તમારા શરીરના સાંધા અકડાઈ જાય છે.

3) રક્તપરિભ્રમણમાં સમસ્યા થવી : લાંબા સમય સુધી એક અને એક સ્થિતિમાં બેઠવાને કારણે ધમનીઓમાં રક્તપ્રવાહ અટકી જાય છે અને ખાલી ચડવા જેવી સમસ્યા પણ થાઈ છે.

શું બેઠા બેઠા સુવાથી વ્યકિતનું મૃત્યુ પણ થઈ શકે છે ? : જાણકારોના મત અનુસાર લાંબા સમય સુધી બેઠા રહેવાથી નસો સંકોચાય જાય છે, આ સ્થિતિમાં શરીરના નીચેના ભાગમાં ખાસ કરીને જાંઘની નસોમાં લોહી જામી જવાનું જોખમ વધી જાય છે.

આ સમસ્યા લાંબા સમય સુધી એક ને એક સ્થિતિમાં સુવાથી થાય છે. જો આના પર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા મૃત્યુ થવા સુધી ઘાતક બની શકે છે, આ સમસ્યાના લક્ષણોમાં અચાનક પગમાં દુખાવો થવો, પગ લાલ થઈ જવા, પગમાં સોજો કે ખાલી ચડી જેવી વગેરે જેવા લક્ષણો સમાવિષ્ટ છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી