આયુર્વેદ અનુસાર આ ચીજો ભૂલથી પણ એકસાથે ન ખાવી- એકસાથે ખાવાથી થશે ગંભીર બીમારીઓ

એક સંતુલિત અને સાચા નિયમ અનુસાર કરાયેલો ખોરાક લેવા વાળો વ્યક્તિ આજીવન નિરોગી અને સ્વસ્થ રહે છે. આપણા શરીરને અલગ – અલગ વસ્તુથી અનેક પોષક તત્વો મળે છે. અને દરેક ખવાયેલો ખોરાક તેની પ્રકૃતિ અનુસાર આપના શરીરમાં તેનો પ્રભાવ પડે છે. એવામાં બે એવી ચીજો કે જેની પ્રકૃતિ અલગ અલગ જોવા મળે છે તેને એક સાથે ખાવામાં આવે તો આપના શરીર પર તેની વિપરીત અસર જોવા મળે છે અને તેનાથી આપના શરીરને કેટલીય ગંભીર બીમારીઓ થઇ શકે છે.

કેટલીક વસ્તુઓની પ્રકૃતિ તો એટલી વિરુદ્ધ હોય છે કે, તે આપના શરીરમાં અસાધ્ય હોય તેવા રોગો આપણા શરીરમાં પેદા કરે છે. આપણી ભાષામાં આવી વસ્તુઓને “વિરુદ્ધ આહાર” કહેવામાં આવે છે. તમને ખબર પણ નહિ હોય કે આપના શરીરમાં વિરુદ્ધ આહારને લીધે જ મોટા ભાગની  બીમારીઓ થાય છે ઉદાહરણ- વાળનું ખરવું, ચામડીના રોગો, કાયમ આળસ આવવી, કે પેટનું ખરાબ થઇ જાવું.

વિરૃધ્ધ આહાર આજે બધી જગ્યાએ જોવા મળે છે અને તેનો ઉપયોગ પણ તેજીથી હતી રહ્યો છે. કેમ કે લોકો તેની જીભ માટે નવો નવો સ્વાદ મળી રહે તેથી રેસ્ટોરાં તેમજ હોટલોમાં વિરુદ્ધ આહારનું ચલન તેજીથી વધી રહ્યું છે. અને આ વિષે લોકોને ખબર પણ નથી હોતી અને તે વારંવાર આવ આહારનું સેવન કરતા રહે છે.

તો ચાલો જોઈએ કે આપણે ક્યાં ક્યાં પ્રકારના આહાર ના ખાવા જોઈએ કે, જે આપણા માટે વિરુદ્ધ આહારનું કામ કરે છે.

(1) ડુંગળી અને દૂધ.

હા, મિત્રો ડુંગળી અને દુધને આયુર્વેદમાં વિરુદ્ધ આહાર માનવામાં આવે છે. જો આપના શરીરમાં દૂધ અને ડુંગળી એક બીજા સાથે કોઈ પ્રક્રિયા કરે તો આપના શરીરમાં ઘણા રોગો થઇ શકે છે જેમ કે, ચામડીના રોગો તેમાં દાદર, સફેદ દાગ કે કોઢ, કાળા દાગ તેમજ શીળસ પણ થઇ શકે છે. એટલે ભોજનમાં ડુંગળી અને દૂધ સાથે ક્યારેય સાથે ના લેવા જોઈએ. તેમજ ડુંગળી પછી પણ દૂધ ના પીવું જોઈએ.

(2) દહીં અને અડદની દાળ.

મિત્રો, દહીંની સાથે ક્યારેય અડદની દાળ ના ખાવી જોઈએ કેમકે તેનાથી આપણું બ્લડ પ્રેશર ખુબ જ વધી જાય છે, તેથી હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોએ તો ભૂલથી પણ આનું સેવન ના કરવું જોઈ. નહીતર તે પ્રાણઘાતક પણ સાબિત થઇ શકે છે. એટલા માટે દહીંવડા જેવી વાનગી થી તો દુર જ રહેવું યોગ્ય છે.

તેમજ દહીં રાતના સમયે પણ ખાવું જોઈ નહિ કેમ કે, તેનાથી તે આપણા પેટની પાચનની ક્રિયા ધીમી કરી નાખે છે અને તેથી મોટા ભાગની પેટની બીમારી થવાની સંભાવના વધી જાય છે.

(3) દૂધ અને ખાટા ફળો કે અન્ય ફળો.

દુધની સાથે ખાટા ફળો ખાવાની સદંતર મનાઈ કરવામાં આવી છે. કેમ કે, દુધની સાથે કે તેની આસપાસ ના સમયે જો ખાટા ફળોનું સેવન કરવામાં આવે તો તે પેટ પર અવળી અસર કરીને પેટની અનેક સમસ્યાઓ જેવી કે, ગેસ, પેટનું ઇન્ફેકશન, પેટ દર્દ ઉભો કરી શકે છે. તેથી આયુર્વેદમાં દુધની સાથે આવા ફળ ખાવાની મનાઈ કરવામાં આવી છે.

દુધની સાથે સામાન્ય રીતે બધા કેળા જેવા ફાળો ખાવાની સલાહ આપે છે પણ એ વાતનો ખ્યાલ રાખો કે, જયારે દૂધ તેમજ ફળો સાથે મળે છે ત્યારે તે એક બીજાને પચવામાં રોકે છે. કેમ કે બંનેને પચવાનો સમય અલગ અલગ છે જો લગાતાર આનું સેવન કરવાથી શરીરની પાચન પ્રક્રિયામાં બદલાવ આવવા લાગે છે. તેમજ રાતના સમયે અનિન્દ્રા જેવી બાબતોનો સામનો કરવો પડી શકે છે.

(4) દહીં અને ફળો.

દહીં અને ફળને સાથે ક્યારેય ના ખાવા જોઈએ કેમ કે, દહીં ઠંડુ હોવાથી તેની સાથે ફળને જો ખાવામાં આવે તો તે આપના શરીરમાં કફની માત્રા વધારી દે છે. જેના કારણે વધુ પડતો કફ આપના ફેફસામાં જઈને નુકશાન કરી શકે છે, તેમજ શરીરમાં કફનું સંતુલન પણ ખોરવાઈ જાય છે.

તેમજ બીજી વાત એ કે, દહીને ક્યારેય બહુ વધુ ગરમ કરીને ના રાંધવું જોઈએ તે પણ આયુર્વેદની બાબતે નુકશાન કારક છે.

(5)  ઘી અને મધ.

ઘી અને મધ પણ ક્યારેય સાથે ના ખાવું જોઈએ કે મિક્સ કરીને પણ ના ખાવું જોઈએ કેમ, કે આયુર્વેદમાં આ બંનેને સાથે રાખીને ખાવાથી તેને ઝેર સમાન ગણાવાયા છે. જો આ બંનેનું સાથે જ સેવન કરાય તો શરીર પર ખુબ જ હાનિકારક પરિણામો આવી શકે છે.

(6) સલાડનું સેવન

કેટલાક લોકો સલાડનું સેવન જમવાનું જમ્યા બાદ કરે છે, આ બાબત એકદમ ખોટી છે. કેમ કે, સલાડ ઠંડુ હોવાથી ભોજનની સાથે જ ખાવી જરૂરી છે.

જો ભોજનની પછી સલાડ ખાવામાં આવે તો તે પાચનની પ્રક્રિયા ધીમી કરી નાખે છે તેમજ તેનાથી ગેસ અને એસીડીટી થઇ શકે છે. એક જાણકારી અનુસાર આપણે ક્યારેય કાકડી અને ટામેટા પણ સાથે ના ખાવા જોઈએ. કેમ કે તે બંને માં મળતા તત્વો એક બીજા થી વિરુદ્ધ છે. તેમજ તેમનો પચવાનો સમય પણ અલગ અલગ છે. જેનાથી આપના પેટને પાચનમાં તકલીફ પડે છે.

(7) ગાજર તેમજ લીંબુ.

ગાજર અને લીંબુ સાથે ખાવાથી તે આપના શરીર માટે નુકશાનકારક સબિત થઇ શકે છે. ગાજર સાથે લીંબુ મિલાવીને ખાવાથી હદયમાં બળતરા તેમજ પેશાબ સબંધી બીમારીઓ થવાની સંભાવના રહે છે. જેથી આ બંને સાથે ક્યારેય ના ખાવું જોઈએ.

(8) મૂળા અને દૂધ

સલાડમાં જયારે આપણે મુળા ખાતા હોઈએ ત્યારે ભૂલથી પણ આપણે સાથે દૂધના પીવું જોઈએ. કેમ કે, દૂધની સાથે મુળા ખાવાથી પણ ચામડીના રોગો થવાની પણ સંભાવના રહે છે. કેમ કે, આયુર્વેદમાં દૂધ અને મુળાને પણ વિરુદ્ધ આહાર માનવામાં આવે છે.

(9) ભોજન અને ઠંડી તેમજ ગરમ વસ્તુઓ

ભોજન બાદ બહુ ગરમ વસ્તુઓ અને બહુ ઠંડી વસ્તુઓ પીવામાં આવે તો શરીરને ખુબ નુકશાન થઇ શકે છે. જો ભોજન કાર્ય બાદ કોલ્ડ્રીંક કે ચા જેવા બહુ ઠંડી કે બહુ ગરમ પીણા પીવામાં આવે તો શરીરની પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે તેમજ અપચો, પેટ બહાર આવવું, ચરબી વધી જવી જેવી બાબતો થઇ શકે છે. તેથી ભોજન બાદ બહુ ઠંડુ હોય તેવું પાણી પણ ના પીવું જોઈએ અને બહુ ગરમ હોય તેવી વસ્તુ પણ ના પીવી કે ખાવી.

Leave a Comment