ઘર બેઠા કરો રોટલીનો દેશી ઉપાય.. શરીરનું મરડાયેલું અંગ કે સોઝો થઈ જશે દૂર..જુના માં જૂનો કારગર દેશી ઉપાય

મિત્રો તમને ઘણી વખત કંઈક વાગવાથી મચકોડ થઈ જાય છે અને પછી જે જગ્યા પર સોજો ચડવા લાગે છે અને ઘણી વખત ઘણા લોકોને વગર કારણે પણ સોજા ચડી જતા હોય હોય. આ સમયે તમે કાં તો કોઈ ઘરેલું ઉપચાર કરો છો અથવા તો ડોક્ટરને બતાવીને દવા કરો છો. પણ શું તમે જાણો છો કે, આ એક એવી વસ્તુ છે જેને ખાવા માત્રથી તમારો સોજો કે મચકોડ થયેલ અંગ ઠીક થઈ શકે છે. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ.

ઘણી વખત અચાનક જ આપણા હાથ-પગ મરડાય જાય છે. આ સમયે મચકોડ થઈ જાય છે. જેને કારણે શરીરમાં અસહ્ય દુઃખાવો થાય છે. આ સાથે સોજો પણ ચડવા લાગે છે. વાસ્તવમાં મચકોડ થવાનું કારણ માંસપેશીઓમાં ખેંચાણ છે. તે શરીર પર આંતરિક અને બાહ્ય બંને રીતે અસર કરે છે. આ સમયે હાથ-પગ સારી રીતે વળી નથી શકતા. જેને કારણે હાલતા ચાલતા તેમજ કામ કરવામાં તકલીફ થાય છે. જો કે તેનાથી આરામ મેળવવા માટે તમે ક્રીમ કે સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. પણ આજે અમે તમને આનાથી છુટકારો મેળવવા માટેનો એક સરળ ઉપાય વિશે જણાવીશું.

દુઃખાવાથી રાહત આપશે આ કાચી રોટલી : આ સાંભળીને તમને થોડું આશ્ચર્ય થશે. જે જગ્યા પર મચકોડ થયો હોય ત્યાં કાચી રોટલી બાંધવાથી આરામ મળે છે. આ તમે થોડી મહેનતમાં આરામ મેળવી શકો છો. આનાથી તમને દુઃખાવામાં રાહત મળવાની સાથે મચકોડમાં પણ આરામ મળે છે.

આ રીતે કરો ઉપયોગ : આ ઉપાય માટે લોટનો એક લુઓ લઈને તેને વણી નાખો અને પછી એક બાજુ થોડી શેકી નાખો. પછી રોટલીની કાચી બાજુ ચપટી હળદર અને મીઠું તેમજ જરૂરત અનુસાર સરસોનું તેલ લગાવી લો. ત્યાર પછી તેને મચકોડ વાળી જગ્યાએ લગાવીને ઉપર કોટનનું કપડું કે ગરમ પાટો બાંધીને કવર કરી લો.

આ વાતનું રાખો ધ્યાન : એક વાત યાદ રાખો કે આ લોટ બાંધતા પહેલા એ ધ્યાન રાખો કે રોટલી વધુ ગરમ ન હોય, તેને એટલી જ ગરમ રાખો જેટલી તમે સહન કરી શકો.

3-4 દિવસમાં મળશે આરામ : આ પ્રક્રિયાને તમારે 3 થી 4 દિવસ સુધી કરવાની છે. આમ પટ્ટી બાંધવાથી મચકોડ વાળી જગ્યાએ ગરમી મળે છે અને દુઃખાવો ઓછો થાય છે અને મચકોડમાં પણ રાહત રહે છે.

ઘઉંના લોટના ફાયદાઓ : ઘઉંના લોટમાં પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, બી-કોમ્પ્લેક્સ, મેગ્નેશિયમ, એન્ટી-ઇન્ફલેમેટરી, વગેરે ગુણ રહેલા છે. આમ દુઃખાવામાં રાહત મળવાની સાથે સોજામાં પણ આરામ મળે છે.

મીઠું અને સરસવનું તેલ : મીઠું અને સરસવના તેલમાં પોષક તેમજ એન્ટી-બેક્ટીરીયલ ગુણ હોય છે. આમ તેનો ઉપયોગ કરવાથી મચકોડનો દુઃખાવો, સોજાની પરેશાની દૂર થાય છે. અને ઠીક થવામાં મદદ મળે છે.

હળદરના ફાયદા : એન્ટી-બેક્ટેરીયલ, એન્ટી-વાયરલ, એન્ટી-ઇન્ફલેમેટરી, એન્ટી-સેપ્ટિક ગુણોથી ભરપુર હળદર દુઃખાવા અને સોજામાં રાહત આપે છે. આમ હાડકાઓમાં મજબૂતી આવવાથી રીકવરી જલ્દી આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે વધારે મચકોડ કે સોજો હોય તરત ડોક્ટર નો સંપર્ક કરવો.)

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી.

Leave a Comment