ઓમિક્રોનથી બચવા માટે ખાવા લાગો ઘરમાં જ રહેલા આ 8 સુપરફૂડ, ઇમ્યુનિટીને પાવરફુલ કરી શરીરની અનેક બીમારીઓ થઈ ગાયબ…

મિત્રો આજની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે, હવે કોરોનાની ત્રીજી લહેર શરુ થવાની છે. આથી જ ઓમિક્રોનના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. જો કે એવું કહેવાય છે કે, આ ઓમિક્રોન એટલો ખતરનાક નથી, પરંતુ એની સામે લડવા માટે તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત હોવી ખુબ જ જરૂરી છે. તો જ તમે ઓમિક્રોન સામે જીતી શકશો. આથી જરૂરી છે કે, તમે તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત કરતા ખોરાકનું સેવન કરો.

ભારતમાં ઓમિક્રોન સંક્રમણનાખુબ જ કેસ સામે આવી ગયા છે. હેલ્થ ઓથોરિટીઝ લોકોને એકધારા કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કરી રહી છે અને ડોક્ટર્સ લોકોને ઇમ્યુનિટી વધારનારી વસ્તુઓ ખાવા માટે જણાવી રહ્યા છે.

આ સિવાય તમે જાણો છો કે, હાલ શિયાળો પુર જોશમાં ચાલી રહ્યો છે. ઠંડીનું જોર ખુબ જ વધી રહ્યું છે. આથી શિયાળાની ઋતુ ચાલી રહી છે અને કોરોના વાયરસ ફરી એક વખત રૂપ બદલીને લોકોમાં ગભરાટ ફેલાવી રહ્યો છે. ઓમિક્રોનના કેસ ઝડપથી આખી દુનિયામાં ફેલાઈ રહ્યા છે. ભારતમાં ઓમિક્રોન સંક્રમણના ખુબ જ કેસ સામે આવી ગયા છે. હેલ્થ ઓથોરિટીઝ લોકોને એકધારા કોવિડ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કરે છે અને ડોક્ટર્સ લોકોને ઇમ્યુનિટી વધારનારી વસ્તુઓ ખાવા માટે જણાવી રહ્યા છે.  તો ચાલો જાણીએ ઇમ્યુનિટી મજબુત કરતા ખોરાક વિશે…

1 ) ઘી – ઘી એ ખુબ જ આરોગ્યદાયક માનવામાં આવે છે. આયુર્વેદ મુજબ ઘી સૌથી સરળતાથી પચી શકે તેવું ફૈટ છે. ઘી માત્ર તમારા શરીરને ગરમ જ નથી રાખતું પરંતુ, ઈન્સ્ટન્ટ એનર્જી પણ આપે છે. ઘી આપણા ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે અને સ્કિનને ફાટવાથી કે ડ્રાય થતી રોકે છે. તમે રોટલી, દાળ ભાત અથવા કોઈ પણ શાક સાથે તેનું સેવન કરી શકો છો.

2 ) શક્કરીયાં – વિટામિન એ, પોટેશિયમ અને ઘણા પ્રકારના પોષકતત્વોથી ભરપૂર શક્કરીયાં માત્ર કબજિયાત અને ઇન્ફ્લેમેશનથી જ રાહત નથી આપતા, પરંતુ તે ઇમ્યુનિટી પણ વધારે છે. તેમાં રહેલ વિટામિન સી ઇમ્યુનિટી માટે સારું ગણાય છે. એક્સપર્ટના મત મુજબ, શક્કરીયાનો એક ટુકડો શરીરમાં બીટા કૈરોટીનની આખા દિવસની ભરપાઈ માટે પૂરતું હોય છે. તમે તેને સાદું ખાઈ શકો છો અથવા દૂધ સાથે પણ તેનું સેવન કરી શકો છો.

3 ) આંબળા – આંબળા વિટામિન સી થી ભરપૂર એક ઇમ્યુનિટી બુસ્ટિંગ ફળ છે. જે શિયાળામાં બીમારીઓને દૂર રાખવાનું કામ કરે છે. આંબળાનું સેવન મુરબ્બો, અથાણું, જ્યુસ, ચટણી અથવા ચૂર્ણના રૂપમાં કરી શકાય છે. તેમાં જોવા મળતા તમામ પોષકતત્વો શરીરને ઘણો ફાયદો પહોંચાડે છે.

4 ) ખજૂર – શિયાળામાં ખજૂરનું સેવન કરવાથી તમને અંદરથી ગરમી મળે છે. ખજૂરનો ઉપયોગ કેકથી લઈને શેક જેવી ઘણી વસ્તુઓમાં કરવામાં આવે છે. તેમાં વિટામિન, મિનરલ અને ફાઇબરની ભરપૂર માત્ર જોવા મળે છે. ખજૂરમાં રહેલું કેલ્શિયમ હાડકાં અને દાંત માટે ફાયદાકારક હોય છે. એક્સપર્ટના મત મુજબ ખજૂર આપણાં ઇમ્યુન સિસ્ટમ માટે પણ સારી છે.

5 ) ગોળ – હાલ શિયાળામાં ગોળનું સેવન જરૂરથી કરવું જોઈએ. આયુષ મંત્રાલયના મત મુજબ કાઢાના રૂપમાં ગોળનું સેવન ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટેની એક સરસ ફોર્મ્યુલા છે. તેમાં રહેલા મેગ્નેશિયમ, ઝીંક, આયરન, સેલેનિયમ અને પોટેશિયમ જેવા ગુણકારી તત્વો ઇમ્યુનિટી બુસ્ટ કરવાનું કામ કરે છે.

6 ) બાજરી – મિનરલ, વિટામિન અને ફાઇબરથી યુક્ત બાજરી શરીર માટે ખુબ જ ફાયદાકારક વસ્તુ છે. એક્સપર્ટના કહેવા મુજબ બાજરામાં રહેલ વિટામિન સી માંસપેશીઓને મજબૂત બનાવે છે અને શિયાળામાં શરીરને ગરમ રાખવાનું કામ કરે છે.

7 ) આદું – આદુંમાં રહેલ ઓક્સિડેટિવ ગુણ ગળામાં ખરાશથી રાહત અપાવવાનું કામ કરે છે. એટલું જ નહીં, આદું ઈમ્યુન સિસ્ટમને પણ બુસ્ટ કરવામાં ખુબ જ ઉપયોગી બની રહે છે.

8 ) ખાટા ફળો – મોસંબી, સંતરા કે લીંબુ જેવા ખાટા ફળોનું સેવન કરવું ભૂલવું નહીં. શિયાળામાં આવતા આ ફળોમાં વિટામિન સી મોટા પ્રમાણમાં હોય છે જે ઝડપથી ઇમ્યુનિટી વધારવા માટે ઉપયોગી બની રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment