સવારના નાસ્તામાં ખાવા લાગો આ 7 વસ્તુઓ, વજન ઘટાડી શરીરને કરી દેશે એકદમ તાકતવર…. આજીવન નહિ પડો બીમાર…

મિત્રો આપણા માટે પ્રોટીન એ ખુબ જ આવશ્યક તત્વ છે. જો શરીરમાં પ્રોટીનની કમી થાય તો તમારું શરીર અનેક મુશ્કેલીનો સામનો કરે છે. તેમજ પ્રોટીન યુક્ત ખોરાક ખાવાથી તમારું શરીર હેલ્દી અને શક્તિશાળી બને છે.

સવારે નાસ્તો ન કરવો એ એક એવી મોટી ભૂલ છે, જે ધીરે ધીરે તમારા શરીરને નબળું પાડીને તમને બીમાર કરી શકે છે અને સમય પહેલા તમને વૃદ્ધ બનાવી શકે છે. અચંબાની વાત એ છે કે, ઘણા લોકો સવારે નાસ્તો કરતાં નથી. વાસ્તવમાં સવારનો નાસ્તો શરીર માટે ખુબ જ જરૂરી છે. તેનાથી તમારા શરીરને આખા દિવસના કામકાજ માટે તાકાત અને ઉર્જા મળે છે.

એક્સપર્ટ માને છે કે, સવારે નાસ્તો કરવાથી શરીરને ઉર્જા મળે છે, શરીરને બધા જ જરૂરી વિટામિન, મિનરલ્સ અને અન્ય પોષકતત્વો મળે છે, વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે, મગજની શક્તિને વધારે છે અને બીમારીઓના જોખમને ઘટાડે છે. અહીં તમારે એ સમજવું જોઈએ કે, માત્ર નાસ્તો કરવો જ પૂરતો નથી, પરંતુ તમે નાસ્તામાં શું ખાઈ રહ્યા છો, તે વાતનું પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

ઘણા લોકો નાસ્તામાં પરોઠા, નુડલ્સ, બ્રેડ જામ, બ્રેડ બટર, શાક-પૂરી, જેવી વસ્તુઓ ખાવાનું પસંદ કરતાં હોય છે. આ વસ્તુઓથી તમને સ્વાદ મળે છે અને પેટ ભરાય છે, પરંતુ આ વસ્તુઓ ધીરે ધીરે શરીરને બીમાર બનાવી શકે છે. તે સિવાય આ પ્રકારની વસ્તુઓનું સેવન કરવાથી શરીરને સુસ્ત બની શકે છે અને સ્થૂળતાનું જોખમ વધી શકે છે. વાસ્તવમાં તમારે નાસ્તામાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જે પોષકતત્વોથી ભરપૂર હોય. અમે તમને પ્રોટીનથી ભરપૂર અમુક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેના સેવનથી વજન ઘટાડવામાં અને શરીરને તાકતવર બનાવવામાં મદદ મળી શકે છે.

શરીર માટે પ્રોટીન શા કારણે જરૂરી છે ? : માનવ શરીરની પ્રત્યેક કોશિકાઓમાં પ્રોટીન રહેલું હોય છે. પ્રોટીનની મૂળ સંરચના ઇએમઆઇનો એસિડની એક સીરિઝ છે. તમને તમારા જમવામાં પ્રોટીનની જરૂરિયાત હોય છે જેથી તમારા શરીરની કેશિકાઓની સારવાર કરવામાં અને નવી કેશિકાઓના વિકાસમાં મદદ મળી શકે છે. પ્રોટીન બાળકો, કિશોરો અને ગર્ભવતી મહિલાઓમાં વૃદ્ધિ અને વિકાસ માટે પણ જરૂરી છે. પ્રોટીનની ઉણપથી વાળ ખરવા, શરીરમાં સોજા, ફૈટી લીવર, ત્વચાની સમસ્યાઓ, હાડકાંની નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પોર્રિજ : પોર્રિજ ડાઈટ્રી ફાઈબર અને પ્રોટીનનો ભંડાર છે. તેના સેવનથી શરીરને ઉર્જા મળે છે અને તે વજન કંટ્રોલ કરવામાં પણ સહાયક છે. નિયમિત રૂપથી તેના સેવનથી પાચન તંદુરસ્ત થાય છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચવામાં મદદ મળે છે. તમે તેને નમકીન અને મીઠું બંને પ્રકારે બનાવી શકો છો. પોષણ વધારવા માટે અમુક ડ્રાઈ ફ્રૂટ્સ જરૂરથી સમાવિષ્ટ કરવા.

અંકુરિત સલાડ : અંકુરિત સલાડ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતું, પરંતુ તે દરરોજની ફાઈબર અને પ્રોટીનની જરૂરિયાતને પણ પૂરી કરવાનો એક સારો સ્ત્રોત છે. તે સિવાય, તે હળવો નાસ્તો છે જેને બનાવવો ખુબ જ સરળ છે. તેનાથી તમારા શરીરને વિટામિન અને મિનરલ્સ મળે છે. વજન ઘટાડનારા લોકો માટે આ એક સારો વિકલ્પ છે.

પનીર ભૂર્જી : પનીરની ભૂર્જી એક પ્રોટીનથી ભરપૂર ડિશ છે જેને તમારે નાસ્તામાં વધારે સમાવિષ્ટ કરવી જોઈએ. સ્વાદ વધારવા માટે તમે તેમાં વિભિન્ન પ્રકારની સબ્જી મિક્સ કરી શકો છો. તે બાળકો માટે પણ સારી ડિશ છે. તમે ભૂર્જી સાથે આટા બ્રેડ લઈ શકો છો.

ઓટ્સ ઇડલી : જો તમે નિયમિત રૂપથી ઇડલી અથવા ઉત્તપમ ખાઈને કંટાળી ગયા હોય, તો તમારે ઓટ્સ ઇડલી ટ્રાઇ કરવી જોઈએ. તે સ્વાદની સાથે પોષણમાં પણ આગળ છે. ઓટ્સ માત્ર સ્વસ્થ અને પ્રોટીનથી જ ભરપૂર નથી હોતા પરંતુ તેને રાંધવા પણ ખુબ જ સરળ છે.

પૌઆ : પાછલા અમુક વર્ષોમાં પૌઆ નાસ્તા માટે એક સારો વિકલ્પ બની ચૂક્યા છે. પૌઆ એક એવી વસ્તુ છે જેમાં તમે તમારી પસંદની વસ્તુઓ સમાવિષ્ટ કરી શકો છો તે તમારા પેટ માટે હળવું હોય છે. પરંતુ તમારા પેટને ભરે છે. તે સિવાય પૌઆ કાર્બ્સ, પ્રોટીન, ફાઈબર અને ફૈટનો પણ સારો સ્ત્રોત છે. પ્રોટીન સામગ્રીને વધારવા માટે તમે તેમાં થોડીક મગફળી મિક્સ કરી શકો છો.

પુડલા : જો તમે પુડલા બનાવવા જઈ રહ્યા છો, તો તમારે એ જાણવું ખૂબ જરૂરી છે કે, તે ખુબ જ બહુમુખી છે અને ઘણા વિકલ્પો સાથે બનાવી શકાય છે. તમે ચણાનો લોટ, મગની દાળ, સૂજી અથવા ઓટ્સના પુડલા  બનાવી શકો છો. આ બધી જ સામગ્રીઓ સ્વસ્થ છે પરંતુ સ્વાદ અલગ અલગ છે. તેના સેવનથી પ્રોટીનની ઉણપ દૂર થઈ શકે છે અને તે ફાઇબરનો પણ સારો સ્ત્રોત છે.

આમ, ઉપર જણાવેલ દરેક વસ્તુઓ માંથી પ્રોટીન ભરપૂર માત્રામાં પ્રાપ્ત થઈ શકે છે. માટે જ તેને પ્રોટીનનો ડબલ ડોઝ કહેવામાં આવે છે. જેની મદદથી વજન કંટ્રોલ કરવામાં અને શરીરને તંદુરસ્ત તેમ જ તાકતવર બનાવવામાં પણ ઘણી મદદ મળી શકે છે. માટે આપણે દરરોજ સવારે પ્રોટીનથી ભરપૂર આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી શરીરને તંદુરસ્ત રાખી શકાય. એક્સપર્ટ પણ આ બધી જ વસ્તુઓને પ્રોટીનનો સારો એવો સ્ત્રોત જણાવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment