ખાવા લાગો આ 7 વસ્તુઓ, કમજોરી અને થાક દુર કરી શરીરને બનાવી દેશે એકદમ મજબુત… આવી જશે ગજબની તાકાત…

મિત્રો આજના સમયમાં દરેક લોકો માટે એ જરૂરી થઈ ગયું છે કે, તે પોતાની ઈમ્યુન સિસ્ટમ મજબુત બનાવે. આ માટે જરૂરી છે તમે પોતાની ડાયેટમાં અમુક ખાસ વસ્તુઓનો જરૂરથી સમાવેશ કરો. આ વસ્તુઓનું સેવન કરવાથી તમારી ઈમ્યુન સિસ્ટમ તો મજબુત થશે જ સાથે જ તમને થાક અને નબળાઈ પણ નહિ લાગે. આમ તમારું શરીર એક પ્રકારે મજબુત બનશે. તો આજે આ લેખમાં અમે તમને એવી 7 વસ્તુઓ વિશે જણાવશું જે આપણા શરીરની તાકાત પણ વધારશે અને ઇમ્યુનિટી પણ મજબુત બનાવશે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

1 ) બ્રાઉન રાઈસ : મિત્રો તમે બ્રાઉન રાઈસ વિશે જાણતા હશો. આ રાઈસ હેલ્થ માટે ખુબ જ સારા માનવામાં આવે છે. તેમજ તે અનેક પોષક તત્વોથી ભરપુર છે. આથી તે શરીરને ફીટ રાખવા તમારી મદદ કરે છે. બ્રાઉન રાઈસ ખુબ જ પૌષ્ટિક ભોજન છે. સફેદ ચોખાની તુલનાએ, તે ઓછી પ્રક્રિયા કરેલ હોય છે અને ફાઈબર, વિટામિન અને ખનીજના રૂપમાં તે વધુ પોષણ મૂલ્ય ધરાવે છે. બ્રાઉન રાઈસના એક અડધા કપ (50 ગ્રામ)માં 2 ગ્રામ ફાઈબર રહેલું હોય છે તેમાં ગ્લાઇસેમિક સૂચકાંક ઓછું હોય છે. માટે જ તે બ્લડ શુગરને રેગ્યુલેટ કરીને આખો દિવસ ઉર્જા સ્તરને વધારવામાં મદદ કરી શકે છે.

2 ) કેળા : કેળા એ અનેક પૌષ્ટિક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. તેમજ કેળા એ શરીરને સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. કેળા ઉર્જા માટે સૌથી સારા ખાદ્ય પદાર્થો માંથી એક છે. કેળા એ કોમ્પ્લેક્સ કાર્બ્સ, પોટેશિયમ અને વિટામિન બી-6 નો સારો એવો સ્ત્રોત છે. તે બધા જ તમારા ઉર્જા સ્તરને વધારવામાં ઉપયોગી બની રહે છે.

3 ) સફરજન : જો કે સફરજનને બધી બીમારીઓના ઈલાજ માટે રામબાણ માનવામાં આવે છે. તેમજ જો તમે પોતાની ઈમ્યુન સિસ્ટમ મજબુત કરવા માંગો છો તો તમારે જરૂરથી સફરજનનું સેવન કરવું જોઈએ. સફરજન દુનિયાના સૌથી લોકપ્રિય ફળમાંથી એક છે. અને તે કાર્બ્સ અને ફાઇબરનો સારો એવો સ્ત્રોત છે. એક મધ્યમ આકારના સફરજન ( 100 ગ્રામ )માં લગભગ 14 ગ્રામ કાર્બ્સ, 10 ગ્રામ સાકર અને 2\1 ગ્રામ ફાઈબર હોય છે આ સિવાય સફરજનમાં એન્ટિ ઓક્સિડેંટ રહેલા હોય છે.

4 ) ડાર્ક ચોકલેટ : ડાર્ક ચોકલેટ પણ અનેક પોષક તત્વો તમારા શરીરને પ્રદાન કરે છે. ડાર્ક ચોકલેટમાં મિલ્ક ચોકલેટની તુલનાએ વધારે કોકો સામગ્રી રહેલી હોય છે. કોકોમાં એંટી ઓક્સિડેંટના ઘણા સ્વાસ્થ્ય લાભ રહેલા હોય છે, જેમ કે તમારા આખા શરીરમાં રક્તના પ્રવાહને વધારવું. કોકોમાં એન્ટિ ઓક્સિડેંટ માનસિક થાકને ઓછો કરવા અને મૂડમાં સુધારો કરવામાં મદદ મળે છે.

5 ) પોર્રીજ : પોર્રિજ એક સંપૂર્ણ અનાજ છે. જે તમને લાંબા સમય સુધી ઉર્જા આપી શકે છે. તેમાં બીટા ગ્લુકેન, ઘૂલનશીલ ફાઈબર હોય છે પોર્રિજમાં વિટામિન અને ખનીજ રહેલા હોય છે. જે ઉર્જા વધારે છે. તેમાં વિટામિન બી, આયરન અને મેંગેનીજ રહેલા હોય છે.

6 ) દહીં : દહીં એ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખુબ જ હેલ્દી માનવામાં આવે છે. દહીંના નિયમિત સેવનથી તમારા શરીરને તાકાત મળે છે. દહીં પ્રોટીનનો એક સારો એવો સ્ત્રોત છે. જેનાથી શરીરના વિકાસને વધારો મળે છે. ધ્યાન રહે કે તમારે દહીંનું સેવન બપોરના ભોજન વખતે કરવું જોઈએ.

7 ) સંતરા : સંતરા એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. તેમાં રહેલ પોષક તત્વો તમારી ઈમ્યુન સિસ્ટમ મજબુત કરવામાં તમારી મદદ કરે છે.

આમ આ વસ્તુઓ એવી છે જે આપણાં શરીરને તાકાત આપવામાં ખૂબ ઉપયોગી બની રહે છે. આ વસ્તુઓનું સેવન કરીને આપણે ઇમ્યુનિટી પણ વધારી શકીએ છીએ, તેમજ શરીરને મજબૂતી પણ મળે છે એક અલગ પ્રકારની તાકાત આપણાં શરીરમાં આવે છે, જેથી થાક અને નબળાઈ તો જાણે દૂર જ ભાગે છે. તો આ વસ્તુઓનું સેવન જરૂરથી કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment