આ 6 લક્ષણો સૂચવે છે પહેલા સ્ટેજનું કેન્સર, શરીરમાં દેખાય છે આવી સમસ્યાઓ, જાણો એ લક્ષણો…

કેન્સર એ એક મૃત્યુકારી બીમારી છે. સમસ્યાની વાત એ છે કે, તેના શરૂઆતી લક્ષણો જાણવા એ ઘણા મુશ્કેલ હોય છે. જ્યાં સુધી આ લક્ષણોને સમજવાની કોશિશ થાય છે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. આજ કારણ છે કે, એક્સપર્ટ નાના-નાના લક્ષણો પર નજર, સમય-સમય પર તપાસ અને ડોક્ટરની સલાહ લેવા માટે કહે છે. પરંતુ જો કેન્સરના લક્ષણોને તમે પહેલા જ જાણી લો, તો આ બીમારીનો ઈલાજ કરવો સહેલો થઈ શકે છે અને સમયે સારવાર થઈ જાય તો વ્યક્તિનો જીવ પણ બચી શકે છે.

ઘણા લોકો એવો સવાલ કરે છે કે, કેન્સરના પહેલા સ્ટેજના લક્ષણો ક્યાં હોય છે ? અને સાચે જ, આ સવાલ બીમારીને રોકવામાં ખુબ જ કામ આવે છે. જો તમે સમય રહેતા આ લક્ષણોની તપાસ કરી લો છો, તો તમને સમય રહેતા સાચી સારવાર કરવામાં મદદ મળી રહે છે અને જીવ પણ બચી જાય છે.

ભૂખ : ડિપ્રેશનથી લઈને ફ્લૂ સુધીની ઘણી સમસ્યામાં તમને ભૂખની ખામી થઈ શકે છે. કેન્સર તમારી ચયાપચયને બદલી શકે છે, તેથી તમને ભૂખ ખુબ જ ઓછી લાગે છે. પેટ, અગ્નાશય, કોલન અને ડિમ્બગ્રંથિનું કેન્સર પણ તમારા પેટ પર દબાવ લાવી શકે છે અને તમારી જમવાની ઈચ્છાને ઓછી કરી શકે છે. આ કેન્સર હોવાનું એક મહત્વનું કારણ છે.

મળમાં લોહી : કેન્સરમાં દર્દીનું લોહી વહી શકે છે, પરંતુ અલ્સર, બવાસીર, ચેપ અથવા ઘા જેવા અન્ય રોગમાં પણ લોહી વહેવાના કારણ હોય શકે છે. પરંતુ મળનું લાલ રંગનું થવું, તે લગભગ તમારી જીઆઇ નળીમાં લોહી આવવાના સંકેત છે. આવું અન્નપ્રણાલી, પેટ અથવા આંતરડાની ખરાબીનું કારણ પણ હોય શકે છે.

લોહી ક્યાંથી આવી રહ્યું છે, એ જાણવાની એક રીત એ પણ છે કે, લોહી કેટલું ઘાટું અને હલકું આવી રહ્યું છે. ચમકીલું લાલ રંગનું લોહી આવી રહ્યું છે તો, તેનો એ પણ અર્થ થઈ શકે છે, કે રક્તસ્ત્રાવ તમારા મળાશયમાં અથવા તમારા આંતરડાના અંતમાં છે. અને ઘેરા રંગનો અર્થ થઈ શકે છે કે, તે ઉપરથી હોય શકે છે, જેમ કે પેટનું અલ્સર. કારણ કોઈ પણ હોય, પરંતુ તમારે તમારા લોહીની તપાસ કરાવવી જોઈએ. આ સમસ્યાને જાણવા માટે, તમારે કોલોનોસ્કોપી અથવા અન્ય પરીક્ષણોની જરૂર પડી શકે છે.

પેશાબમાં લોહી : જ્યારે લોહી તમારા પેશાબમાં જોવા મળે છે, તો તમારા મૂત્ર પથમાં કોઈ પણ સમસ્યા છે, તેનો સંકેત આપે છે. કિડની અથવા મૂત્રાશયનું કેન્સર આ લક્ષણનું કારણ હોય શકે છે. પરંતુ આ લક્ષણ કિડનીમાં પથરી અથવા કિડનીની બીમારીનું પણ હોય શકે છે.

ઉધરસ બંધ : શરદી અથવા ફ્લૂના કારણે પણ તમને ઉધરસ થઈ શકે છે. જો કે આ એક ફેફસાના કેન્સરનું કારણ હોય શકે છે. સાથે જ, તમને છાતીમાં દુખાવો, વજન ઓછું થવું, અવાજ બેસી જવો, શ્વાસ લેવામાં સમસ્યા અથવા થાકી જવું જેવી સમસ્યા થાય છે, તો તમે ચેતી જાવ. જો તમે ધુમ્રપાન કરો છો, તો તમે સમય ન બગાડો.

થાક : આ કેન્સરના સૌથી સામાન્ય લક્ષણોમાંથી એક છે. અમે અહી સામાન્ય થાક વિશે નથી કહી રહ્યા. આ એવો થાક છે કે, જે દૂર થતો નથી. જો તમે કામકાજ ઓછું કરીને અને પૂરી ઊંઘ લેવા છતાં થાકનો અનુભવ કરો છો, તો તે સાચા સંકેત છે.

તાવ : જ્યારે તમારા શરીરનું તાપમાન વધી જાય છે, તો તે એક સંકેત છે કે, તમને ચેપ થઈ ગયો છે. પરંતુ લીમ્ફોમા, લ્યુકેમિયા અને કિડની અને લીવર કેન્સર સહિત ઘણા કેન્સરમાં આવું થાય છે. કેન્સરનો તાવ લગભગ દિવસ દરમિયાન વધે અને ઘટે છે અને ઘણીવાર એક સમય પર ચરમ થઈ જાય છે. જો તમારું તાપમાન 100|5 ડિગ્રી ફારેનહાઇટથી પણ વધારે છે અને જે થોડા દિવસોથી વધારે દિવસો સુધી રહે છે, તો તમારે તમારા ડોક્ટરની મુલાકાત એવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment