આ ફળોના બીજ બજારમાં મળે છે હજારો રૂપિયાની કિંમતે, ફેંકવાની ભૂલ ક્યારેય ન કરતા… થશે આર્થિક આવે શારીરિક લાભો…જાણો કેવી રીતે

મિત્રો તમે અનેક પ્રકારના ફળ ખાતા હશો. તેમજ તેમાંથી જે બીજ નીકળે છે તેને તમે કદાચ ફેંકી દેતા હશો. પરંતુ શું તમે જાણો છો કે, અમુક ફળના બીજ બજારમાં ખુબ જ ઉંચી કિંમતે વેંચાય છે. આથી તમે આ બીજનો સંગ્રહ કરીને તેને વેંચવાનો બિઝનેસ કરી શકો છો. ચાલો તો આવા જ 6 પ્રકારના બીજ વિશે જાણી લઈએ.

એ કહેવત તો તમે સાંભળી જ હશે કે, ‘આમ કે આમ ઔર ગુટલીઓ કે ભી દામ’. એટલે કે, કોઈ કામમાં ડબલ ફાયદો થવો. સામાન્ય રીતે ફળોના ગોટલા જેને આપણે બીજ કહીએ છીએ તેને આપણે ફેંકી દેતા હોય છે. અને જ્યારે આપણે તેની જરૂર હોય છે ત્યારે બજારમાંથી હજારો રૂપિયાના કિલોના ભાવમાં તેને ખરીદીને લાવીએ છીએ. જી હા મિત્રો, અમુક ફળોની સાથે સાથે તેના બીજ પણ ખુબ જ ફાયદાકારક હોય છે અને બજારમાં ખુબ જ મોંઘા મળે છે. તેવામાં જો તમે આ ફળોને લઈને આવો તો હવેથી તેના બીજ ફેંકતા નહિ. પરંતુ, તેને સ્ટોર કરીને રાખજો અને તેને વેંચીને પૈસા કમાઈ શકો છો.

તરબૂચના બીજ : ગરમીના દિવસોમાં તરબૂચ ખુબ જ ખાવામાં આવે છે. પરંતુ, તેને ખાધા પછી લોકો તેના બીજને ફેંકી દેતા હોય છે. જ્યારે તરબૂચના બીજમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે સ્કિનની સમસ્યા, બ્લડ પ્રેશર માટે ખુબ જ ફાયદાકારક હોય છે. માટે તમે હવે તરબૂચ ખાઓ ત્યારે તેના બીજને ધોઈને સૂકવી લો અને પછી તેનું સેવન કરો.

સાકરટેટીના બીજ : તમે જોયું હશે કે, બજારમાં લગભગ 800 થી 1000 રૂપિયે કિલોના ભાવમાં સાકરટેટીના બીજ મળે છે. પરંતુ તમે તેને ઘરે લાવેલ સાકરટેટી માંથી કાઢીને તેને સૂકવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. સાકરટેટીના બીજમાં વધુ માત્રામાં વિટામિન એ, ઇ અને સી જોવા મળે છે. વિટામિન એ હોવાને કારણે તે આંખો માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તે સિવાય તેનો ઉપયોગ ઘણા પ્રકારની મીઠાઈઓમાં કરવામાં આવે છે.

કોળુંના બીજ : કોળુંના બીજ સૌથી વધારે ઉપયોગમાં લેવાતા બીજમાંથી એક છે અને તે ફૉસ્ફરસ, મોનોઅન્સેચૂરેટેડ ફૈટ અને ઓમેગા-6 ફૈટનો સારો એવો સ્ત્રોત છે. કોળાના બીજ પણ ફાઇટોસ્ટેરોલનો સારો સ્ત્રોત છે. માટે હવે જ્યારે પણ તમે બજારમાંથી કોળું લઈને આવો તો તેના બીજને ધોઈને સરખી રીતે સૂકવીને રાખી લો. પછી તેનો ઉપયોગ કરો.

સૂરજમુખીના બીજ : સૂરજમુખીના બીજમાં સારી માત્રામાં પ્રોટીન, મોનોઅન્સેચૂરેટેડ ફૈટ અને વિટામીન ઇ હોય છે. તે સિવાય તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને અન્ય પોષકતત્વો જોવા મળે છે. તે શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. માટે જ્યારે પણ તમારા ઘરે કોઈ સૂરજમુખી આવે તો તેના બીજને સંભાળીને રાખી લો, પછી તેનો ઉપયોગ ખાવામાં કરો.

દાડમના બીજ : દાડમ એક એવું ફળ છે જેના લોકો બીજ જ ખાય છે. બજારમાં તેને સૂકવીને મોંઘા ભાવે દાડમના બીજ વેંચવામાં આવે છે, જેનો ઉપયોગ પહાડી લોકો મોટાભાગે પોતાના ભોજનમાં કરતાં હોય છે. તેની ચટણી ખુબ જ હેલ્થી અને ટેસ્ટી હોય છે.

પપૈયાના બીજ : ઓનલાઈન સાઇટ પર જોવાથી ખબર પડે છે કે, પપૈયાના બીજના 10 ગ્રામની કિંમત 3770 રૂપિયા હોય છે. તેવામાં તમે જેને કચરો સમજીને ફેંકી દો છો. તે હજારો રૂપિયે કિલોના ભાવના હોય છે. પપૈયાના બીજ હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તે સ્કીન માટે પણ રામબાણ ઈલાજ છે.

સીડ્સનો બિઝનેસ કંઈ રીતે કરવો : ઘરમાં આ બીજનો ઉપયોગ કરવાની સાથે તમે તેનો બિઝનેસ પણ કરી શકો છો. લગભગ બધા ઘરોમાં આ ફળ આવે છે. તમે નાના લેવલે ઘરમાં જ તેને સૂકવીને તેના પેકેટ બનાવીને વેંચી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment