રસોડાની આ 5 વસ્તુઓ લિવરમાં ભરી દે છે ઝેર, આલ્કોહોલ કરતા પણ છે વધુ ખતરનાક…. ખાતા પહેલા જાણો આ માહિતી નહિ તો લિવર થઈ જશે ફેલ…

આપણે એમ માનીએ છીએ કે, દારૂ અથવા તો કોઈપણ પ્રકારનું વ્યસન આપણા શરીરને ખાસ કરીને લિવરને નુકશાન પહોંચાડી શકે છે. આ વ્યસનને કારણે આખું શરીર ખરાબ થઈ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, કોઈ વ્યસન સિવાય પણ અન્ય વસ્તુઓનું સેવન કરવાથી તમારું લિવર ડેમેઝ થઈ શકે છે. આથી આવી વસ્તુઓનું સેવન કરતા પહેલા એક વખત તેના વિશે જાણી લેવું ખુબ જ જરૂરી છે.

દર વર્ષે 19 એપ્રિલના રોજ વર્લ્ડ લિવર ડે ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો ઉદ્દેશ્ય લિવર સંબંધિત બીમારીઓ વિષે જાગૃતિ ફેલાવવાનો છે. લિવર એ મગજ પછી શરીરનું બીજું સૌથી મોટું અને મહત્વપૂર્ણ અંગ છે. તે ઇમ્યુનિટી, પાચન, મેટાબોલીઝ્મ, પોષકતત્વોનો ભંડાર અને ઉત્સર્જન કરવા માટે જવાબદાર છે. લિવરને સ્વસ્થ અને મજબૂત બનાવીને રાખવું ઘણી ગંભીર બીમારીઓને અટકાવવાનો એક સરળ ઉપાય છે.

તમે જે કંઈ પણ ખાઓ-પીઓ છો, તે લિવર મારફતે જાય છે. એ એક એવું અંગ છે જેની તમે સંભાળ ન રાખો તો તે સરળતાથી ડેમેઝ થઈ શકે છે. જો લિવરના કામકાજની વાત કરીએ તો, તેનું કામ સંક્રમણ અને બીમારીઓથી લડવું, બ્લડ શુગરને કંટ્રોલ કરવું, શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવા, કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવું, લોહી જામી જવાથી અટકાવવું અને પિત્ત બનાવવું જેનું કાર્ય ફૈટને તોડીને પાચન સારું કરવાનું છે.

જો વાત કરીએ લિવરને સ્વસ્થ રાખવાના ઉપાયોની તો, તે માટે હેલ્થી ડાયટ લેવી જરૂરી છે. ખાણી-પીણીની અમુક વસ્તુઓ લિવરને સ્વસ્થ અને મજબૂત બનાવે છે જ્યારે અમુક વસ્તુઓ લિવરમાં ઝેરી પદાર્થો જમા કરે છે. જેનાથી તેનું ડેમેઝ થવાનું જોખમ વધી જાય છે. ચાલો જાણીએ, લિવર ખરાબ કરનારી વસ્તુઓ વિશે.

સફેદ ચોખા : જો તમે વધુ પ્રમાણમાં સફેદ ચોખાનું સેવન કરો છો, તો તે પણ તમારા લિવરને નુકશાન પહોંચાડી શકે છે. સફેદ બ્રેડ, પાસ્તા, ખાંડની જેમ સફેદ ચોખા પણ લિવરના સ્વાસ્થ્યને નુકશાન કરે છે. લિવરને સ્વસ્થ રાખવા માટે સફેદ ચોખાનું સેવન ઓછું કરવું જોઈએ. રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેડને આખા અનાજના વિકલ્પ જેવા કે બ્રાઉન રાઈસ, આખા ઘઉંનો લોટ, ઓટ્સ, ક્વિનોઆ અને જઉંથી બદલો.

મીઠું : જો તમે ખુબ જ વધુ પ્રમાણમાં મીઠું ખાવ છો તો તેની અસર લિવર પર થઈ શકે છે. ખુબ વધારે મીઠાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ગંભીર જોખમ થાય છે. મીઠું સીધા રૂપમાં લિવરને અસર કરે છે. તમારે દરરોજ 2,300 મિલિગ્રામથી ઓછા સોડિયમનું સેવન કરવું જોઈએ. હાઈ બ્લડ પ્રેશર વાળા લોકોએ દરરોજ 1,500 મિલિગ્રામથી વધારે મીઠાનું સેવન કરું જોઈએ નહીં.

ખાંડ : ખાંડને આ ધરતી પર સૌથી ખરાબ ખાદ્ય પદાર્થ ગણવામાં આવે છે. તે ડાયાબિટીસ અને સ્થૂળતા સહિત ઘણી ગંભીર બીમારીઓનું મૂળ છે. વધારે માત્રામાં ખાંડનું સેવન સીધા રૂપથી લિવરને અસર કરે છે. જો તમારે લિવરને સ્વસ્થ રાખવું હોય તો, તમારે કેન્ડી, કુકીઝ, સોડા અને ફળના રસ જેવા મીઠા ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ.

મેંદો : મેંદાથી બનેલ પાસ્તા, પિઝ્ઝા, બિસ્કિટ અને બ્રેડ જેવી વસ્તુઓના વધારે સેવનથી બચવું જોઈએ. આ વસ્તુઓમાં મિનરલ્સ, ફાઈબર અને વિટામિનની ઉણપ હોય છે. આ સમજવું જરૂરી છે કે, વધારે પ્રેસેસ કરવાથી અનાજ શુગરમાં બદલાઈ જાય છે. આ પ્રકારની વસ્તુઓ લિવરમાં ફૈટના રૂપમાં જામી જાય છે. તેનાથી ફૈટી લિવર ડિસિઝ થવાનું જોખમ વધી જાય છે.

દૂધ અને પનીર : સેચ્યુરેટેડ ફૈટ વાળી વસ્તુઓ લિવર માટે ભારે ગણવામાં આવે છે. હાઈ ફૈટ ડેરી ઉત્પાદકોએ જેવા કે, ક્રીમ વાળું દૂધ, આઈસ્ક્રીમ અને પનીરથી બચવું. તેમાં સેચ્યુરેટેડ ફૈટની માત્રા વધારે હોવાને કારણે સ્નેક ફૂડ અને ફાસ્ટ ફૂડથી પણ બચવું જોઈએ. આમ લિવરને સ્વસ્થ રાખવા માટે બધી વસ્તુઓનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment