34 ની કમર થઈ જશે 30 ની… વજન ઘટાડવા જીમ કે કસરત કરવાની પણ જરૂર નહિ પડે, ખાવાનું શરૂ કરો આ 5 પ્રકારના અનાજ. 34 ની કમર થઈ જશે 30 ની…

જ્યારે વાત વજન ઓછો કરવાની આવે તો વિશેષજ્ઞ અકસર ઘઉં અને ચોખા ખાવાની સલાહ આપે છે. પરંતુ આ સિવાય એક એવું અનાજ છે, જેના વિશે બહુ ઓછી વાત કરવામાં આવે છે. તે છે બાજરો. તમને કદાચ ખબર નહિ હોય પણ બાજરો આ બંનેની તુલનામાં ખુબ જ પૌષ્ટિક અને સ્વસ્થ ખોરાક માનવામાં આવે છે. તેના સેવનથી તમે ખુબ જ ઝડપથી વજન ઘટાડવામાં સફળ થઈ શકો છો.

બાજરો એ પ્રાચીનકાળથી ભારતીય અનાજનો એક ભાગ રહ્યો છે. પરંતુ હવે તે પોતાના અગણિત સ્વાસ્થ્ય લાભોને કારણે પશ્ચિમી દેશોમાં પણ પ્રચલિત થયો છે. માહિતી અનુસાર બાજરો એ એક સ્વસ્થ સબુત અનાજ છે. જે ગ્લુટેન ફ્રી છે. તે પ્રોટીન, ફાઈબર અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર છે. પરંતુ બાજરા જેવા જ ઘણા અનાજ છે જે તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.  તો આજે અમે તમને એવા 5 પ્રકારના અનાજ વિશે જણાવશું. જેને તમે પોતાના આહારમાં સામેલ કરીને સરળતાથી વજન ઓછો કરી શકો છો.

જુવાર : જુવાર પણ ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપુર છે. તેમાં રહેલ વિટામીન બી, મેગ્નેશિયમ, ફ્લેવોનોઈડ, ફેનોલીક એસિડ અને ટેનેન મળે છે. વિટામીન બી મેટાબોલીઝ્મને વધારે છે અને વાળ અને ત્વચાની ગુણવત્તામાં સુધારા કરવા માટે જરૂરી છે. જ્યારે મેગ્નેશિયમ હાડકાઓ અને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. તેમાં રહેલ ફાઈબર આંતરડાના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તે બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખવા સિવાય વજન ઓછો કરવામાં પણ મદદ કરે છે.

બાજરો : બાજરો અથવા પર્લ મીલેટની ખેતી પ્રી-હિસ્ટોરીક સમયથી કરવામાં આવે છે. તે દુનિયામાં અનાજના મામલે 6 નંબર પર આવે છે. પર્લ બાજરો પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, આયરન અને કેલ્શિયમ સહીત ઘણા પોષક તત્વોથી ભરપુર છે. ખાસ કરીને તમે જ્યારે થોડા કિલો વજન ઓછું કરવા માંગો છો, તો આનું સેવન ખુબ જ ફાયદાકારક છે.

વાસ્તવમાં બજારમાં રહેલ ફાઈબર તમારી દરરોજની કેલરને વધાર્યા વિના તમને ભરેલાનો અનુભવ કરાવે છે. જો તમે દરરોજ બાજરો ખાવ છો તો કોઈ નુકશાન નથી. પરંતુ તેના સેવનથી ટાઈપ-2 ડાયાબિટીસની સાથે ઘણા પ્રકારના કેન્સરનો ખતરો ઓછો થઈ શકે છે. એટલું જ નહિ તેનું નિયમિત સેવનથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાની સાથે અસ્થમાને રોકવામાં પણ સક્ષમ છે.

રાગી : રાગી નામનું અનાજ વજન ઓછો કરવાનું વિચારી રહેલા લોકો માટે ખુબ જ સારો વિકલ્પ છે. આયરનથી ભરપુર રાગી અનાજ રેડ બ્લડ સેલ્સમાં હિમોગ્લોબીનનું ઉત્પાદન કરવા માટે એક જરૂરી ટ્રેસ મિનરલ છે. તેમાં કેલ્શિયમ અને પોટેશિયમની માત્રા પણ સૌથી વધુ છે.

ફાઈબરથી ભરપુર હોવાના કારણે રાગીને પેટમાં પચવામાં સમય લાગે છે. જેનાથી વ્યક્તિને ઘણા સમય સુધી ભૂખ નથી લાગતી અને વજન વધવાની સંભાવના ઓછી થઈ જાય છે. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, રાગી ડાયાબિટીસથી ગ્રસિત લોકો માટે ખુબ જ ફાયદાકારક છે. કારણ કે તે બ્લડ શુગર લેવલને નથી વધારતું. એમિનો એસિડના કારણે બાળકોને આનું સેવન કરાવવું ખુબ જ સારું છે. આ અનાજના સેવનથી બાળકોના મગજનો સારો વિકાસ થાય છે.

રાજગરો : અન્ય પ્રકારના અનાજની જેમ આ પણ પ્રાચીન અનાજ છે. બસ તેમાં અંતર એટલું છે કે, થોડા વર્ષોમાં તેની લોકપ્રિયતા વધી છે. સામાન્ય રીતે રાજગરાનો ઉપયોગ વ્રત અને ઉપવાસમાં કરવામાં આવે છે. પણ વજન ઓછો કરવાના આ ફાયદાઓ વિશે લોકો બહુ ઓછું જાણે છે. તેમાં ફાઈબર, મેગ્નેશિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને આયરનથી ભરપુર છે.

રાજગરામાં મેગેનીઝની સારી એવી માત્રા રહેલ છે, જેની એક સર્વિંગ જ તમારા દૈનિક પોષક તત્વોની જરૂરતને પૂરી કરવા માટે ઘણી છે. આ ટ્રેસ મિનરલ મસ્તિષ્કના કામમાં સુધારો કરીને ન્યુરોલોજીકલ સ્થિતિઓથી બચાવવા માટે સારી છે. તેમાં રહેલ પ્રોટીન અને ફાઈબરની માત્રા માંસપેશીઓમાં નિર્માણ અને પાચન સ્વાસ્થ્યને બનાવી રાખવામાં મદદ કરે છે.

કંગની : કંગની ભારતીય રસોઈમાં ઉપયોગ કરવામાં આવતો એક પારંપરિક અનાજ છે. વાસ્તવમાં આ અનાજ કોમ્પ્લેક્સ ફાઈબરનો સારો એવો સ્ત્રોત છે. જેમાં તેને પચવા માટે શરીરને ઘણી મહેનત કરવી પડે છે. સામાન્ય રીતે બાજરામાં આ પ્રકારનો બાજરો રવો કે ચોખાના લોટના રૂપમાં મળે છે. તેમાં આયરન અને કેલ્શિયમની સારી માત્રા ઇમ્યુનિટીમાં સુધાર કરીને બ્લડ શુગર લેવલને સંતુલિત કરે છે. વિશેષજ્ઞ કહે છે કે, ફોકસટેલ બાજરો કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ અને ડાઈટ્રી હોવાના કારણે વજન ઓછું કરવા માંગતા લોકો માટે સારો વિકલ્પ છે.

આમ તમે વજન ઓછું કરવા માટે ઘણા પ્રકારના અનાજ વિશે જાણી ગયા હશો. બધા પ્રકારનો અનાજ ગ્લુટેન ફ્રી હોવાની સાથે સ્વસ્થ પોષક તત્વોથી ભરપુર હોય છે. જે વજન ઓછું કરવા, બ્લડ શુગર લેવલમાં સુધાર કરવા અને અન્ય સ્વાસ્થ્ય લાભમાં યોગદાન આપે છે. વજન ઓછું કરવા માટે આમાંથી કોઈ પણ પ્રકારના અનાજનું સેવન કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment