રોજ કલાકો જીમ જવા કરતા માત્ર 5 થી 10 મિનીટ કરો આ કસરત, અને જુઓ પછી તેનો કમાલ. થઈ જશો આવા…

જો તમારી પાસે 5 થી 10 મિનીટનો પણ સમય હોય તો તમે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવાની જરૂર નથી. કેમ કે તમે 5 થી 10 મિનીટમાં જ હાઈ ઈંટેંસિટી ઈન્ટરવલ ટ્રેનિંગ (HIIT) ની 10 મિનીટ એકસરસાઈઝ કરીને ફિટનેસ મળેવી શકો છો. HIIT માં તેજ ગતિમાં નાની નાની એકસરસાઈઝથી શરીર પર ખુબ જ મોટી અસર પડે છે. તો આજે અમે તમને જણાવશું કે 4, 7 અને 10 મિનીટ વાળા વર્કઆઉટ, જેને તમે ઘર પર જ આસાનીથી કરી શકો છો.

4 મિનીટ વર્કઆઉટ : જો તમે તમારી 90% ક્ષમતા સાથે અઠવાડિયામાં ત્રણ વાર 10 અઠવાડિયા સુધી આ એકસરસાઈઝ કરો છો તો બ્લડ શુગર અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલ કરી શકો છો.

આ સ્ટેપમાં કરો વર્કઆઉટ : સૌથી પહેલા હળવું વોર્મઅપ કરો, ત્યાર બાદ 4 મિનીટ સુધી પૂરી ક્ષમતા સાથે દોડો, સ્વિમિંગ અથવા સાયકલ ચલાવો. અથવા તમને જે કંઈ પણ પસંદ હોય તે એકસરસાઈઝ એક્ટીવીટી કરો. ત્યાર પછી ઉભા રહો અને તમારા શ્વાસને કંટ્રોલ કરો. આ ટેકનીક અઠવાડિયામાં ત્રણ વાર કરો.7 મિનીટ વર્કઆઉટ : આ એકસરસાઈઝને બોડી વેટ, ચેર અથવા દીવાલના સહારે કરી શકાય છે. નિશ્વિત રીતે આ 7 મિનીટ તમને ખુબ જ થકાવી દેશે, પરંતુ તે 7 મિનીટ તમને હાઈ ઈંટેંસિટી વર્કઆઉટનો ફાયદો આપશે.

આ સ્ટેપમાં કરો વર્કઆઉટ : આ એકસરસાઈઝ પ્લાન ઘણા સ્ટેપમાં પૂરો થાય છે. દરેક એકસરસાઈઝને 30 સેકંડ સુધી કર્યા બાદ 10 સેકંડ આરામ કરવાનો છે. એકસરસાઈઝના સિક્વન્સમાં સૌથી પહેલા જમ્પિંગ જેક એટલે કે બંને હાથ અને પગને એક સાથે ખોલીને કુદવાનું અને ફરી પહેલા વાળી પોઝિશનમાં આવી જવાનું. ત્યાર બાદ વોલ સીટ. દીવાલનો સહારો લો. ગોઠણ વાળવાના અને ખુરશીની પોઝિશનમાં બેસી જવાનું. ત્યાર બાદ 30 સેકંડ પુશઅપ્સ, પછી એબ્ડોમિનલ ક્ર્ન્ચેજ કરવાનું. ત્યાર બાદ ચેર પર સ્ટેપએપ અને સ્ક્વોટસ કરો. ખુરશી પર ટ્રાઈસેપ્સ ડિપ્સ, પ્લેંક, હાઈની અથવા એક સ્થાન પર દોડો. અલ્ટરનેટિંગ લંજેજ, રોટેશનમાં પુશઅપ્સ અને બંને તરફ સાઈડ પ્લેંક કરો.10 મિનીટનું વર્કઆઉટ : જો તમને સાયકલ ચલાવવી, દોડવું, સ્વિમિંગ પસંદ હોય તો આ 10 મિનીટનો વર્કઆઉટ ઓપ્શન તમારા માટે ખુબ જ ફાયદાકારક થઈ શકે છે.

આ રીતે કરો વર્ક આઉટ : સૌથી પહેલા 2 મિનીટ વર્કઆઉટ કરો. હવે પૂરી ક્ષમતા સાથે 20 સેકંડ સુધી પેડલિંગ કરો અથવા દોડો કે પછી સ્વિમિંગ કરો. એટલે કે આ ત્રણમાંથી તમને જે વધુ પસંદ હોય એ કરો. હવે બે મિનીટ માટે તમારી રફતારને આરામ આપો. ધીમે ધીમે એકસરસાઈઝ કરતા રહો. હવે ફરી વાર 20 સેકંડ સુધી પૂરી તાકાત સાથે પેન્ડલ મારો, દોડો અથવા સ્વિમિંગ કરો. ત્યાર બાદ ફરીવાર 2 મિનીટનો ગેપ લો. ધીમે ધીમે મનપસંદ એકસરસાઈઝ કરો.હવે ફરીથી 20 સેકંડ સુધી પૂરી ક્ષમતા સાથે પેન્ડલ મારો, દોડો અથવા સ્વિમિંગ કરો. એટલે કે 20-20 સેકંડના ત્રણ સ્ટેપમાં તેજ ગતિથી એકસરસાઈઝ કરવાની છે અને બે બે મિનીટના ત્રણ રાઉન્ડ હળવી એકસરસાઈઝ કરવાની છે. હવે 3 મિનીટ સુધી ખુદને કુલ ડાઉન કરો. આ રીતે 10 મિનીટમાં 7 સ્ટેપ પુરા થઈ જશે. એટલે કે અઠવાડિયામાં 30 મિનીટ એકસરસાઈઝ. આ એકસરસાઈઝને અઠવાડિયામાં 3 દિવસ કરી શકો છો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment