દરરોજ માત્ર 2 જ મિનીટ દબાવો શરીરના આ પોઈન્ટ, કરશે વિશ્વાસ નહિ આવે એવા ફાયદા…

તમે જાણતા હશો કે શરીરના વિભિન્ન પોઈન્ટ્સને દબાવવાથી તણાવ દૂર થાય છે. પણ જો તમને એમ જણાવવામાં આવે કે આ ઉપાય તમારા સ્વાસ્થ્યને નુકશાન પણ કરી શકે છે. વાસ્તવમાં વજન ઓછું કરતા લોકો માટે ક્રેવિંગથી દૂર રહેવું ખુબ જ મુશ્કેલ છે.

તેમાંથી ઘણા લોકો માત્ર એટલા માટે પોતાનો વજન ઓછો નથી કરી શકતા કારણ કે, તે પોતાના ખોરાક પર કંટ્રોલ નથી કરી શકતા. જો તમે પણ આ લોકો માંથી એક છો જેને ભોજન કર્યા પછી પણ કંઈક ખાવાની ઈચ્છા થાય છે. તો એક્યુપ્રેશર પોઈન્ટ્સની મદદથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

જાણકારી અનુસાર જો તમે હાઈપોથેલેમસને નિયંત્રિત કરી લીધું તો તમે ખુબ જ જલ્દી પોતાનું વજન ઓછું કરી શકો છો. અહીં અમે તમને 5 એક્યુપ્રેશર પોઈન્ટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તૃષ્ણા, ભૂખને ઓછી કરવામાં મદદ કરે છે.પગની ઘૂંટીનો પોઈન્ટ : પગની ઘૂંટીથી બે ઇંચ ઉપર અને પગની અંદર આ પોઈન્ટ સ્થિત હોય છે. તેને ઉત્તેજિત કરવાથી પાચનતંત્ર ઠીક થાય છે સાથે જ ભોજનને મેટાબોલિઝ્મ થવામાં પણ મળે છે. દબાણ કરવા માટે અંગુઠાનો ઉપયોગ કરો. ભૂખ ઓછી કરવા માટે આ પોઈન્ટની પ્રેક્ટીસ દરરોજ કરો.

એક્યુપ્રેશર પોઈન્ટ્સ દબાવવાથી ભૂખ ઓછી થાય છે અને તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. ત્યાર પછી પણ ભૂખ ઓછી નથી થઈ રહી અને વજન સતત વધી રહ્યો છે તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ.કોણીનો પોઈન્ટ : કોણીની અંદર અને પાંસળીઓ તરફ આ પોઈન્ટની ઓળખ કરો. આ પોઈન્ટ પર માલીશ કરવાથી આંતરડાની ક્રિયા ઉત્તેજિત થાય છે. અને શરીરથી અતિરિક્ત ગરમી અને ભેજને દૂર કરી શકાય છે. યોગ્ય દબાણ કરવા માટે પોતાના અંગુઠાનો ઉપયોગ કરો. દરરોજ એક મિનીટ માટે આ પોઈન્ટને દબાવો.

ઢીંચણનો પોઈન્ટ : આ પોઈન્ટ ઢીંચણની ઢાંકણીથી બે ઇંચ નીચે હોય છે. જો પોતાના પગ વાળતી વખતે માંસપેશીઓ આંગળીની નીચે જાય તો તમને યોગ્ય પોઈન્ટ મળી ગયો. આ પોઈન્ટની સર્કુલર મોશનમાં માલીશ કરો અને પછી બે મિનીટ માટે દબાણ કરો. તેને નિયમિત રૂપે મસાજ કરવાથી પાચનમાં સુધાર આવે છે અને બ્લડનું પોષણ મળે છે. ભૂખ દૂર કરવા માટે આવું દરરોજ કરો.કાનનો પોઈન્ટ : કાનની પાસે આ પોઈન્ટને દબાવવાથી ભૂખને ઓછી કરવામાં મદદ મળે છે. સૌથી પહેલા પોતાની આંગળી દાઢી પર રાખો જડબાને ઉપર અને નીચે ફેરવો. પછી એ પોઈન્ટને દબાવો જ્યાં તમારું જડબું અને કાન મળતા હોય. તેને એક મિનીટ માટે દબાવી રાખો. આમ કરવાથી ભૂખ ઓછી થઈ જશે અને ગળું અને પીઠમાં થતા તણાવથી રાહત મળશે.

પેટનો પોઈન્ટ : આ પોઈન્ટ તમારે નાભિથી બે ઇંચ નીચે શોધવો પડશે. પોતાની તર્જની અને મધ્યમ આંગળીનો ઉપયોગ કરો અને બે મિનીટ માટે ગોળાકાર સ્થિતિમાં પોઈન્ટની માલીશ કરો. આ પોઈન્ટ પાચન તંત્રને સારું રાખે છે અને પ્રતિરક્ષા પ્રણાલી સારી કરે છે. જો તમે આ પોઈન્ટની દરરોજ પ્રેક્ટીસ કરો છો તો કબજિયાતથી છુટકારો મળે છે.

આમ તમે આ પ્રકારના 5 પોઈન્ટની મદદથી પોતાની ભૂખ પર કંટ્રોલ કરી શકો છો. તેમજ પોતાનું સ્વાસ્થ્ય સારું કરી શકો છો. ભૂખ ઓછી કરવા માટે આ પોઈન્ટને દબાવવાથી ઘણો લાભ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment