ખાવા લાગો આ સસ્તી વસ્તુઓ, શરીરની કમજોરી અને નબળાઈ મફતમાં જ થઈ જશે ગાયબ… બીમારીઓ દુર કરી ભરી દેશે ગજબની તાકાત

મિત્રો આપણા શરીરમાં અમુક સમયે ખુબ જ થાક અને નબળાઈનો અનુભવ થાય છે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ દરેક માટે ખુબ જ જરૂરી છે. આથી શરીરની નાની નાની સ્વાસ્થ્ય સંબંધી તકલીફોને અવગણશો નહિ, પરંતુ તેનો સચોટ ઈલાજ કરવો જરૂરી છે. આથી દરેક લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા માટે વિશ્વમાં વર્લ્ડ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવે છે.

ડાયટમાં હેલ્થી વસ્તુઓને સમાવિષ્ટ કરવાથી આપણા શરીર અને મગજ બંને તંદુરસ્ત રહે છે. ખાણી-પીણીથી જોડાયેલી આદતોની અસર આપણા કામ, રિલેશનશિપ અને ઓવરઓલ હેલ્થ પર પણ પડે છે. માટે જ તેમાં બેદરકારી બિલ્કુલ ન દાખવવી જોઈએ. હેલ્થ પ્રત્યે લોકોને જાગૃત બનાવવા માટે દર વર્ષે 7 એપ્રિલના રોજ ‘વર્લ્ડ હેલ્થ ડે’ ઉજવવામાં આવે છે. તો આજે આ આર્ટીકલમાં તમને ધરતીની 10 સૌથી હેલ્થી વસ્તુઓ વિશે જણાવીએ, જેને ડાયટમાં જરૂરથી સમાવિષ્ટ કરવી જોઈએ.

1 ) પાલક : પાલક પોષકતત્વોથી ભરપૂર સુપરફુડ છે. હેલ્થ એક્સપર્ટ પાલકને ધરતી પરનું સૌથી હેલ્થી ફૂડ ગણે છે. પાલક એનર્જીથી ભરપૂર હોય છે અને તેમાં ખુબ જ ઓછી કેલરી જોવા મળે છે. પાલક વિટામિન એ, કે અને ફોલેટનો પણ સારો એવો સ્ત્રોત ગણવામાં આવે છે. પાલકની સૌથી સારી વાત એ છે કે, તે ખુબ જ સરળતાથી આપણી આસપાસ બજારમાં મળી જાય છે.

2 ) લસણ : લસણ ખાધા બાદ સામાન્ય રીતે લોકોના મોં માંથી દુર્ગંધ આવવાની શરૂ થઈ જાય છે. પરંતુ લસણ આપણા શરીરને ઘણા ફાયદા આપે છે. કારણ કે લસણમાં બેક્ટેરિયાથી લડવાની ક્ષમતા રહેલી છે માટે જ તે બીમારીઓથી બચવા માટે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. પાવરફૂલ એન્ટિઇમ્ફ્લેમેટરી યુક્ત લસણ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદરૂપ છે.

3 ) લીંબુ : હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં લીંબુએ લાંબા સમયથી એક સુપરફૂડ તરીકે પોતાની ઓળખ જાળવી રાખી છે. આ ખાટા ફળમાં માત્ર એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ જ નહિ, પરંતુ શરીરની કેન્સર કોશિકાઓને વિકસિત થતી રોકવામાં પણ તે મદદ કરે છે. તેમાં સંતરાની તુલનાએ વિટામિન સી જોવા મળે છે. લીંબુ આપણા લીવર અને આંતરડા માટે પણ ખુબ જ ફાયદાકારક છે. પાણીમાં અડધું લીંબુ મિક્સ કરીને પીવાથી ગરમીમાં ખુબ જ રાહત મળે છે.

4 ) બીટ : સામાન્ય રીતે આપણે લાલ કલરના ફળને નજરઅંદાજ કરતાં હોઈએ છીએ. પરંતુ તેના ફાયદા જાણ્યા પછી તમે ક્યારેય આવી ભૂલ કરશો નહિ. બીટ માત્ર આપણા મગજ માટે જ સારું નથી પરંતુ, તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. તેને ખાવાથી એકસરસાઈઝ પર્ફોર્મન્સ બુસ્ટ થાય છે અને ડેમેન્શિયાની બિમારીનું જોખમ પણ ઘટે છે. મૂળ સાથે આવતી આ સબ્જીમાં ફોલેટ, મેગ્નેશિયમ અને વિટામિન સી જેવા પોષકતત્વો જોવા મળે છે.

5 ) ડાર્ક ચોકલેટ : ડાર્ક ચોકલેટના ફાયદાઓ જોતાં તેને પણ દુનિયાની સૌથી હેલ્થી વસ્તુઓમાં ગણવામાં આવે છે. સ્ટડી જણાવે છે કે, તેમાં હાઈ એન્ટિઓક્સિડેન્ટ ગુણ રહેલા હોય છે. જે ફ્રી રેડિકલ્સથી થતી બીમારીઓ પણ અટકાવે છે. તે કેન્સરથી બચાવ કરે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરીને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે.

6 ) દાળ : ભારત અને મિડલ ઈસ્ટ દેશોમાં દાળ હંમેશાથી ભોજનનો ભાગ રહી છે. તેના ફાયદાને જોતાં પશ્ચિમી દેશોમાં પણ લોકો તેનું સેવન કરવા લાગ્યા છે. દાળમાં રહેલ ફાઈબર અને પ્રોટીનની ભરપૂર માત્રા તેને એક સુપર ફૂડ બનાવે છે. તેમાં જોવા મળતા તત્વો માત્ર આપણા હૃદયનું સ્વાસ્થ્ય જ નહિ, પરંતુ સાથે સાથે વજન ઘટાડવા, એનર્જી વધારવા અને બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ ખુબ જ મદદ કરે છે. જો તમે વેજીટેરિયન અથવા વિગન ડાયટ ફોલો કરતાં હોય તો, તમારે તમારી ડાયટમાં દાળનો જરૂરથી સમાવેશ કરવો જોઈએ.

7 ) અખરોટ : હેલ્થ એક્સપર્ટ કહે છે કે, અખરોટમાં કોઈ પણ ડ્રાયફ્રૂટની સરખામણી વધારે એન્ટિઓક્સિડેન્ટ ગુણ જોવા મળે છે. તેમાં વિટામિન-ઇ, ઓમેગા 3 ફૈટી એસિડ અને હેલ્થી ફૈટ જોવા મળે છે. અખરોટ ઇન્ફ્લેમેશનની સાથે સાથે ધમનીઓમાં ઓક્સિડેશન પણ ઘટાડે છે. હેલ્થ એક્સપર્ટ સલાહ આપે છે કે દરરોજ ઓછામાં ઓછા 8 અખરોટ ખાવા જોઈએ.

8 ) સાલ્મન ફિશ : વિતેલા કેટલાક વર્ષોમાં સાલ્મન ફિશના ગુણોને જોતાં ઘણા લોકોએ તેને પોતાના ડાયટનો ભાગ બનાવ્યો છે. સાલ્મન ફિશ ઓમેગા-3 ફૈટી એસિડનો સારો સ્ત્રોત છે. જે ડિપ્રેશનની સાથે સાથે હાર્ટ ડિસિજ અને કેન્સર જેવી ભયંકર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. તેમાં હાય પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ, સિલિયમ અને વિટામિન બી-12 ની પણ સારી માત્રા જોવા મળે છે.

9 ) એવોકાડો : એવોકાડો પણ દુનિયાની સૌથી તાકતવર વસ્તુઓ માંથી એક ગણવામાં આવે છે. અઠવાડિયામાં એક કે બે એવોકાડો ખાવાથી આપણા શરીરને મોનોસેચ્યુરેટેડ ફૈટ, પોટેશિયમ, ફોલેટ અને વિટામિન કે, સી, બી-5, બી-6 અને ઈ ની સારી માત્રા મળે છે. હેલ્થી ફૈટી એસિડ અને ફાઇબરથી ભરપૂર એવોકાડો આપણી આંખ, આર્થરાઈટિસ અને કેન્સરના જોખમને ઘટાડે છે.

10 ) રાસ્પબૈરી : એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર રાસ્પબૈરી વિટામિન સી અને આયારનનો પણ સારો એવો સ્ત્રોત ગણવામાં આવે છે. સ્ટડી જણાવે છે કે, તેને ખાવાથી સ્થૂળતા, ડાયાબિટીસ, હાર્ટ ડિસિજનું જોખમ ઓછું થાય છે, રાસ્પબૈરી ખાવાથી આપણા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. હવે પછી બજારમાં ફળ ખરીદવા જાઓ ત્યારે રાસ્પબૈરી ઘરે લાવવાની ભૂલવું નહીં.

આમ ઉપર જણાવેલ પ્રકારના 10 ફૂડ એ દુનિયાના સૌથી હેલ્થી ફૂડ છે જેને ખાવાથી આપણને અનેક ફાયદાઓ મળી રહે છે. માટે જો તમારા શરીરમાં પણ નબળાઈ જણાઈ રહી હોય તો આ ફૂડનું અચૂકથી સેવન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment