ફક્ત 170 રૂપિયાના આ શેર સ્ટોકમાં રોકાણકારો બની ગયા માલામાલ ! માત્ર 1 માહિનામાં મળ્યું પૂરું 100% વળતર. જાણો રોકાણ કરવામાં કેટલો ફાયદો છે…

મિત્રો સ્ટોક માર્કેટ એવી વસ્તુ છે જેમાં રોકાણ કરવાથી ઘણા લોકોને સારો એવો ફાયદો મળે છે. જ્યારે અમુક વખતે નસીબના જોરે ઘણા લોકો ખુબ જ સારો એવો નફો મેળવી લેતા હોય છે. દેશના અનુભવી રોકાણકાર રાકેશ જુનજૂનવાળા, યોગ્ય પરખ પછી રોકાણ કરે છે. રાકેશ જૂનજુનવાલા જે સ્ટોક પર હાથ મૂકે છે, તે સ્ટોકને પાંખ મળે છે. તેમના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ અન્ય સ્ટોકે, રોકાણકારોને 1 માહિનામાં બમ્પર વળતર આપ્યું છે.

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ – જી એન્ટરટેઇનમેંટ એન્ટરપ્રાઇજ લિમિટેડ(Zee Entertainment Enterprises Limited) વિશેની. 23 ઓગસ્ટ, 2021 ના રોજ જી એન્ટરટેઇનમેંટનો શેર 170 રૂપિયા હતો. જે 22 મી ઓગસ્ટના રોજ વધીને 355.40 રૂપિયા થયો. આ એક મહિના દરમિયાન જી એન્ટરટેઇનમેંટના સ્ટોકમાં 109 ટકાનો વધારો જોવા મળ્યો છે.

સોની પીકચર સાથે zee Ent મર્જર : 1 વર્ષની શરૂઆતથી જ આ શેર 51 ટકા વધ્યો છે. BSE પર, તે અગાઉના 255.65 ના બંધની સામે 10 ટકાથી વધીને 281.20 રૂપિયા પર ખૂલ્યો. મીડિયા ફર્મ સોની પિક્ચર નેટવર્ક્સ ઈન્ડિયા (SPNI) સાથે મર્જનની જાહેરાત પછી, એન્ટરટેનમેંટ એન્ટરપ્રાઈજ લિમિટેડના શેરોએ બીએસઇ પર રૂપિયા 355.40 સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે, કંપનીના શેર 52 સપ્તાહના ઉચ્ચ રેકોર્ડ પર છે.

સોની પિક્ચરે કહ્યું છે કે, ZEEL અને SPNI નું મર્જન મીડિયા બિઝનેસમાં નવી ઊંચાઈને પહોંચશે. આ મર્જન મીડિયા બિજનેસમાં કેટલીક મજબૂત નેતૃત્વ ટીમો, કન્ટેન્ટ સર્જકો અને ઉચ્ચ ગુણવતાની શ્રેણીઓ અને ફિલ્મ લીબ્રાઇરિસને એક સાથે લાગશે. આ એક નવી શરૂઆત છે.

માર્કેટ કેપ વધીને રૂપિયા 32, 378.98 કરોડ રૂપિયા થયા : કંપનીના શેર 5 દિવસ, 10 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી પણ ઉપર છે. બીએસઇ પર ફર્મનું માર્કેટ કેપ વધીને 32, 378.98 કરોડ થઈ ગયું છે. સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યુ હતું કે, શેર ખુબ જ આકર્ષક વેલ્યુએશન પર વેપાર કરી રહ્યો છે અને એફઆઇઆઇ દ્વારા મીડિયા સ્પેસમાં સૌથી મજબૂત અને પસંદગીના શેરોમાંથી એક છે.

બિગ બુલમાં મોટું રોકાણ : તમને જણાવી દઈએ કે, બિગ બુલ રાકેશ જૂનજુનવાલાએ 110.22 કરોડના બલ્ક ડીલમાં કંપનીના 50 લાખ શેરની ખરીદી કરી  છે. જે તેણે શેર દીઠ રૂપિયા 220.4 ના ભાવે શેર ખરીદ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં zee એન્ટરટેઇનમેંટ એન્ટરપ્રાઈજ લિમિટેડમાં તેમના હિસ્સાનું મૂલ્ય 50%થી પણ વધ્યું છે. જુનજૂનવાળા ઉપરાંત, બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ યુરોપ એસએ પણ રૂપિયા 115 કરોડની બલ્ક ડીલમાં રૂપિયા 236.2 માં 48.7 લાખ શેર ખરીદ્યા છે.

આમ રાકેશ જુનજુનવાલા એ પોતાનું જે પણ રોકાણ કરે છે તે ખુબ જ સમજી વિચારીને કરે છે. આથી જે કહેવાય છે કે, તે જે પણ શેર પર પોતાનો હાથ મુકે છે જે ભાવ સપાટીથી ખુબ જ ઉંચો જાય છે અને તે કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment