એન્જિન ઓઈલ બદલવામાં મોટાભાગના લોકો કરે છે આ મોટી ભૂલ, જે આગળ જતા કરાવે છે મોટા ખર્ચા…

મિત્રો તેમ આજના યુગમાં બાઈક, સ્કુટી, એક્ટીવા તેમજ કાર જેવા વાહનોનો ઉપયોગ કરતા હશો જ. તેમજ આજના યુગમાં આ વાહનો વગર માણસ અધુરો લાગે છે. કારણ કે આ વાહનોએ માણસનું મુશ્કેલી ભર્યું જીવન ખુબ જ સરળ કરી દીધું છે. કોઈ પણ સ્થાને ખુબ ઓછા સમયમાં પહોંચવા માટે વાહન ખુબ ઉપયોગી છે. તેમજ જીવનની સમસ્યાઓને તે વાહન ઓછી કરે છે. આથી વાહનની પણ સંભાળ રાખવી ખુબ જરૂરી બની જાય છે. ચાલો તો તે માટે શું કરવું જોઈએ. તે જાણી લઈએ.

ગાડીમાં એન્જિન ઓઈલનું સૌથી મહત્વપૂર્ણ કામ એન્જિનના દરેક ભાગને લુબ્રીકેશન એટલે કે ચીકાશ આપવાનું છે. આ એન્જિનના વિવિધ ભાગોને સુરક્ષિત કરે છે અને એકબીજા સાથેના ઘર્ષણથી બચાવે છે. જો સમયે રહેતા ઓઈલ બદલવામાં ન આવે તો તેમાં ઘર્ષણ ઓછું કરતા તત્વો ઓછા થવા લાગે છે અને તેની એન્જિન પર ઘણી ખરાબ અસર થાય છે.જ્યારે ગાડીમાં એન્જિન ઓઈલની કમી થઈ જાય છે તો એન્જિનની અંદરના ભાગને લુબ્રીકેશન એટલે કે ચીકાશ નથી મળતી. આ કારણે આ ભાગો એકબીજાના સંપર્કમાં આવે છે અને ઘર્ષણના કારણે તેજ અવાજ આવવાનો શરૂ થઈ જાય છે. જો ઓઈલનું લેવલ ઓછું થાય છે તો એન્જિનમાં ઓઈલ પ્રેશરના કારણે બેરીંગ વગેરેનો અવાજ આવવા લાગે છે. સાથે જ ઓઈલ જુનું થઈ જવા પર પણ મોટરથી અવાજ આવવાનો શરૂ થઈ જાય છે.

એન્જિન તમારી ગાડીનો મહત્વનો ભાગ હોય છે. એવામાં સમય રહેતા ઓઈલ બદલવામાં ન આવે તો તેની આવરદા ઓછી કરે છે. તમારી ગાડીના એન્જિનના ભાગ ચીકાશના અભાવમાં ઘસાવા લાગે છે અને અંતે કામ કરવાનું બંધ કરી દે છે. વાહન સારી રીતે ત્યારે કામ કરશે જ્યારે તેની સારી રીતે સંભાળ લેવામાં આવે.જો તમારી ગાડીના એન્જિનમાં હંમેશા યોગ્ય માત્રામાં તેલ નહિ રહે તો આ એન્જિન પર તણાવ પેદા કરે છે. પરિણામ સ્વરૂપ તેનાથી એન્જિનની ઓવરહિટિંગ થઈ શકે છે. તેલ તે ઘર્ષણને ઓછું કરવામાં મદદ કરે છે. જ્યારે કુલેટ વાહનના તાપમાનને નિયંત્રિત કરે છે. એટલું જ નહિ એન્જિન ઓઈલ સમય રહેતા ન બદલવાથી પ્રદુષણને પણ વધારે છે. કારણ કે તેનાથી ગાડી ધુમાડો પણ વધુ છોડે છે.

આ વિશે એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, માત્ર પેટ્રોલ – ડીઝલના ભાવમાં થતો વધારો તમને ભારે નથી પડતો. પણ સમય રહેતા એન્જિન ઓઈલ બદલવામાં ન આવે તો તેના કારણે 300 – 400 રૂપિયા બચાવવાની આદત ભારે પડી શકે છે. આમ કરવાથી તમારી ગાડી વધુ તેલ પીવે છ અને માઈલેજ ઓછી થઈ જાય છે. કારણ કે એન્જિન પર પ્રેશર થાય છે. લાંબા સમયનું વિચારવામાં આવે તો એન્જિન ઓઈલ પર બચાવેલ સૌ રૂપિયા પેટ્રોલ પર વધુ ખર્ચના રૂપે મોઘું સાબિત થઈ શકે છે. ઉપર જાતા એન્જિન પર ખરાબ અસર થાય છે એ અલગથી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment