અમરેલી : સરકારી નોકરી ઠુકરાવીને આ શિક્ષકે કર્યું પશુપાલન, વાર્ષિક કમાણી જાણી ચોંકી જશો

મિત્રો આજે ચારે બાજુ લોકો ખેતી કામ મુકીને પ્રાઈવેટ અથવા તો સરકારી નોકરી પાછળ દોડી રહ્યા છે. પરંતુ આજે અમે એક એવા વ્યક્તિ વિશે જણાવશું જેણે સરકારી નોકરીને છોડી દીધી. પરંતુ એટલું જ નહિ તે વ્યક્તિએ પોતાના પશુપાલનના બિઝનેસ માટે નોકરીને ઠુકરાવી દીધી હતી. અમે વાત કરી રહ્યા છીએ અમરેલી પાસે આવેલા માળીલા ગામની. જ્યાં એક વ્યક્તિએ પશુપાલન માટે સરકારી નોકરીને જતી કરી દીધી હતી. તો ચાલો જાણીએ કોણ છે વ્યક્તિ.

મિત્રો અમરેલીની બાજુમાં આવેલું માળીલા ગામ એક સમૃદ્ધ ગામ છે. જે અમરેલીથી ચલાલા જતા રસ્તામાં વચ્ચે આવે છે. જેમણે પશુપાલન માટે સરકારી નોકરીને ઠુકરાવી તે વ્યક્તિનું નામ છે ગીરીશ ભાઈ વાળા. ગીરીશ ભાઈ વાળા ધોરણ 12 પછી પીટીસીનો પણ અભ્યાસ કર્યો હતો અને તે શિક્ષક તરીકે પસંદ પણ થયા હતા. પરંતુ તેમણે સરકારી નોકરી કરવાનું પસંદ ન કર્યું. શિક્ષક બનવાના બદલે તેમણે ખેતીવાડી અને પશુપાલનને વ્હાલું કર્યું હતું. થોડા સમય પહેલા ગીરીશ ભાઈ વાળા ગામના “આત્મા” નામના પ્રોજેક્ટ સાથે જોડાયા હતા. ત્યાર બાદ ખેતી અને પશુપાલનમાં અંદાજે તેવો 2 થી 3 લાખ રૂપિયાની કમાણી કરે છે. આજે તેમના ઘર આંગણે કુલ 13 જેટલા પશુધન છે જેમાં આઠ જાફરાબાદી ભેંસો પણ છે. આજે ખેતી અને પશુપાલન સાથે ગીરીશભાઈ વાળા પોતાના ગામમાં એક આદર્શ જીવન પસાર કરી રહ્યા છે. ઘણા વર્ષો પહેલા પીટીસી કર્યું હતું અને તેના પછી નોકરી પણ પ્રાપ્ત કરી હતી. પરંતુ એક ગામડામાં પોતાનું સાદું જીવન મેળવવા માટે તેમણે નોકરીને છોડી દીધી હતી. તેમની સાથે વાતચીતમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે “શહેરીકરણ પ્રત્યે મને ખુબ જ અણગમો છે, આપણા ગામડાઓની સંસ્કૃતિ જણાવવા માટે હું આજે પણ વર્ષોથી આ દિશામાં આગળ વધવા માટે બધાને પ્રેરણા આપી રહ્યો છું.”

ગીરીશભાઈએ પોતાના પશુપાલન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, નવી નવી કૃષિને લઈને આવતી ટેકનોલોજીથી ખેતી દ્વારા વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે હું આત્મા પ્રોજેક્ટમાં જોડાયો હતો. જેમાં અલગ અલગ વિસ્તારના ખેડૂતો અને અલગ અલગ જગ્યાઓના પ્રવાસ બાદ ખેતી સાથે અને પશુપાલન સાથે જોડાયેલા લોકોને મળ્યા બાદ, તેના અનુભવોને પણ જાણ્યા કે આત્મા પ્રોજેક્ટ શું છે. ત્યાર બાદ મેં પણ યોગ્ય માર્ગદર્શન મેળવીને તાલીમ લીધી અને ભેંસોની ખરીદી કરી અને દૂધનું ઉત્પાદન વધાર્યું. તેની સાથે ખેતીમાં પણ પ્રભુત્વ અજમાવ્યું. જેમાં આવકનો વધારો થયો. ગીરીશભાઈ હાલમાં વાર્ષિક 33,000 હજાર લીટર દૂધનું ઉત્પાદન કરે છે. જેમાં તેની પાસે કુલ આઠ જાફરાબાદી ભેંસ છે. તેમણે જણાવ્યું હતું કે, 2016 – 17 દરમિયાન રૂ. 5, 70, 000 રૂપિયાનો ખર્ચ થયો હતો. જેમાં તેમણે 7,75,000 હજાર રૂપિયાની આવક મેળવી હતી. તેવો ખેતી સાથે પશુપાલન પણ સંભાળી રહ્યા છે અને દર વર્ષે બે લાખ કે તેથી વધુ રૂપિયાનો નફો પણ મળેવી રહ્યા છે.

મિત્રો ગીરીશભાઈ દ્વારા પશુપાલનમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમણે તેના તબેલામાં ઘણા બધા આધુનિક પ્લાન અપનાવ્યા છે. જેના દ્વારા પશુઓની કાળજી લેવામાં આવે છે. તેમાં ભેંસોની સુવિધા માટે ગીરીશભાઈ દ્વારા એક કેટલ શેડ ઉભો કરવામાં આવ્યો છે. મીનરલ મીક્ષ્યર, ખાણદાણ સહીત ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિને તેમણે અપનાવી છે.  આ બધી તૈયારીઓના કારણે ખુબ જ ઓછા સમયમાં દૂધનું સારું ઉત્પાદન મેળવ્યું. પશુપાલન દ્વારા કરવામાં આવતી આડ પેદાશને પણ પોતાના ખેતરમાં ગીરીશભાઈ ઔપ્યોગમાં લઇ લે છે. જેના કારણે ખાતરના ખર્ચનો પણ બચાવ થાય છે.

કૃષિ અને પશુપાલનના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપવા માટે ગીરીશભાઈ વાળાને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા એ સમયે તમને શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ગીરીશભાઈને આ ક્રાંતિ માટે નવાજવામાં આવ્યા હતા.

Leave a Comment