એક પણ રૂપિયો આપ્યા વિના પેટ ભરી ખાઈ શકો છો ! જાણો અમદાવાદના આ અદ્દભુત કેફે વિશે.

સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે, એક એવું રેસ્ટોરન્ટ છે જ્યાં તમે ફ્રીમાં મેન્યુ પ્રમાણે ફૂડ ઓર્ડર કરી શકો છો. પરંતુ નવાઈની વાત એ છે કે, ત્યાં ભોજન આરોગ્યા બાદ તમારે પૈસા ચુકવવાની જરૂર નથી. આ વાત જાણીને આશ્વર્ય અવશ્ય થાય, પરંતુ ખરેખર આ હકીકત છે. જી હાં મિત્રો, હવે પ્રશ્ન થશે કે આવું કેફે કે રેસ્ટોરન્ટ ક્યાં આવ્યું હશે. તો તમને જણાવી દઇએ કે, આ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું છે.     કેફે. છેલ્લા 11 વર્ષથી કેફે ગિફ્ટ ઇકોનોમિના નિયમ પર ચાલી રહ્યું છે. આવો આ કેફે વિશે વિગતે માહિતી મેળવીએ.

આ રેસ્ટોરન્ટ તમે ઈચ્છો એટલું ફ્રીમાં ખાઈ શકો છો. પછી તમારી મરજી હોય તો બિલ ચુકવવાનું. જો તમે ન ઈચ્છો તો બિલ ન  આપો તો પણ ચાલે. કેમ કે તમે જે ભોજન કર્યું હોય એનું બિલ કોઈ વ્યક્તિ પહેલા ચૂકવી  હોય છે. તો ચાલો જાણીએ આ અદ્દભુત સેવા કેફે વિશે.

‘સેવા કેફે’ માં લોકો સેવાના ભાવથી આવે છે ; આજના સમયમાં હર કોઈ માણસ રેસ્ટોરન્ટનો વ્યવસાય પસંદ કરે છે કારણ કે, તેને કમાણી નફો વધારે થાય છે. જો કે, સેવા કાફે એક અલગ પ્રકારનું રેસ્ટોરન્ટ છે, જ્યાં સેવાભાવને ધર્મ માનવામાં આવે છે. છેલ્લા 11 વર્ષોથી, આ કાફે ગિફ્ટ ઈકોનોમિ પર ચાલે છે. જો તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે, આ ગિફ્ટ ઇકોનોમિ શું છે ? તો તમને જણાવી દઈએ કે, ભેટની અર્થવ્યવસ્થામાં તમારે ખોરાક ખાધા પછી બિલ ચૂકવવાની જરૂર નથી, કારણ કે કોઈએ તમારું બિલ પહેલેથી જ ચૂકવી દીધું હોય છે. હવે તમારે પણ તમારી પસંદગી પ્રમાણે કોઈ અન્ય ગ્રાહક માટે ગિફ્ટ આપવાની ઇચ્છા હોય તો આપી શકો છો. તમારી ઈચ્છા અનુસાર તમે ભેટ આપી શકો છો. આ ચેન છેલ્લા 11 વર્ષથી આ રીતે ચાલી રહી છે.આ કેફે એક એનજીઓ દ્વારા ચલાવવામાં આવે છે ; આ કેફે માનવ સદન અને સ્વચ્છ સેવા સદન એનજીઓ ચલાવે છે. છેલ્લા 11 વર્ષોથી આ કેફે પે-ફોરવર્ડ પદ્ધતિ અથવા ગિફ્ટ ઇકોનોમિ મોડેલનું પાલન કરે છે. આ કેફે ગુરુવારથી રવિવાર સુધી સવારે 7 થી 10 વાગ્યા સુધી અથવા 50 મહેમાનો પૂર્ણ ન થાય ત્યાં સુધી ખુલ્લો રહે છે. મહિનાના અંતે આવક અને ખર્ચની ગણતરી કરવામાં આવે છે. મહિનાના અંતે પ્રાપ્ત થતી આવક ચેરિટીના ફંડમાં જાય છે.

રેસ્ટોરન્ટ સ્વયંસેવકની સહાયથી ચાલે છે ; ઉલ્લેખનીય છે કે, આ કેફે સ્વયંસેવકની સહાયથી ચાલે છે. વિદ્યાર્થીઓથી લઈને વ્યાવસાયિકો સુધી, પર્યટકો પણ આ કેફેમાં નિ:શુલ્ક કામ કરે છે. જો તમે અહીં સ્વયંસેવા માંગો છો, તો તમે આ કેફેમાં તમારી કુશળતા બતાવી શકો છો. જો તમને રસોઈ બનાવવાનો શોખ છે તો તમે રસોઈ કરી શકો છો. જો તમારે ભોજન પીરસવું હોય તો તમે ભોજન પીરસી શકો. જો તમે વાસણ ધોવાનું જાણો છો, તો તમે વાસણ ધોઈ શકો છો. સેવા કાફેના મેનેજર કહે છે, “સેવા કાફે એ એક એવો વિચાર છે જ્યાં સ્વયંસેવકો આવે છે અને અતિથિ દેવો ભવઃ ની ભાવનાથી ખવડાવે છે. અતિથી દેવો ભવ: ભાવનાથી ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે જેનું મૂલ્ય આંકી શકાતું નથી.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google 

Leave a Comment