આખી દુનિયાના સૌથી  મોંઘા છે આં ફળો…. જાણો શું છે તેની સાચી કિંમત…. જાણો તેની ખાસિયત…..

આખી દુનિયાના સૌથી  મોંઘા છે આં ફળો…. જાણો શું છે તેની સાચી કિંમત…. જાણો તેની ખાસિયત…..

મિત્રો ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી રહે છે અને તેથી જ આપણને આયુર્વેદ દ્વારા વધારે ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિને ફળનું સેવન કરવાનું કહેવામાં આવે છે. તેમાં અમુક ફળો સીઝન પ્રમાણે સસ્તા હોય તો અમુક ફળો મોંઘા પણ હોય છે.

પરંતુ મિત્રો તમે અત્યાર સુધી સૌથી મોંઘા ફળો ખાધા હશે તે લગભગ વધીને 500 કે 600 રૂપિયાના કિલોના ભાવ વાળા હશે. કદાચ 1000 રૂપિયાના કિલોના ભાવના ફળ પણ ખાધા હશે. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે દુનિયાના સૌથી મોંઘા ફળ ક્યાં છે. મિત્રો આજે અમને તમે જે વાત વિશે જણાવશું તેના વિશે જાણીને તમને સત્ય ન પણ લાગે, પરંતુ તે વાત એકદમ સાચી અને સત્ય છે.

આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા ફળ વિશે જણાવશું. જેની કિંમત મિત્રો હજારો નહિ પરંતુ લાખો રૂપિયા છે. તે ફળની કિંમતમાં ભારતમાં લોકો પાસે આલીશાન મકાન પણ થઇ શકે છે. તેના ભાવ જાણીને તમે પણ અચરજ પામશો. તો મિત્રો ચાલો જાણીએ તે ફળો વિશે, જે છે દુનિયાના સૌથી મોંઘા ફળો.

સૌથી પહેલા છે યુબેરી મસ્કમેલન(Yubari Muskmelon). યુબેરી મસ્કમેલન એટલે ટેટી, જે જાપાનમાં જ મળે છે અને આ ટેટીને સૂર્યના કિરણોથી દુર એક ગ્રીન હાઉસમાં ઉગાડવામાં આવે છે. આ ટેટીનો સ્વાદ ખુબ જ મીઠો હોય છે. પરંતુ જો તમારે આ ટેટીનો સ્વાદ ચાખવો હોય તો તમારે તેની કિંમત 15 લાખ 35 હજાર ચૂકવવી પડે છે. કેમ કે આ ફળને ઉગાડવા માટે ખુબ જ મહેનત અને તેની પાછળ થતા ખર્ચના કારણે તેનો ભાવ વધારે છે.

ત્યાર બાદ છે ડેન્સુકે વોટરમેલન(Densuke Watermelon). આ તરબૂચ પણ જાપાનમાં જ ઉગે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય તરબૂચ નથી પરંતુ આ તરબુચને ખાસ જાપાનની એક ટેકનીક દ્વારા ઉગાડવામાં આવે છે. જે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને પાણીથી ભરપુર પણ હોય છે. એટલું જ નહિ, આ તરબૂચ સૌથી મોટી ખાસિયત એ છે કે એ લાંબા સમય સુધી ખરાબ પણ નથી થતા. તેમજ તેને આખું વર્ષ સ્ટોર કરીને પણ રાખી શકાય છે. આ તરબુચની કિંમત આશરે 4 લાખ રૂપિયા છે. મિત્રો જો તમારે આ તરબુચનો સ્વાદ લેવો હોય તો તમે જાપાનમાં જઈને જ ખાઈ શકો છો.

ત્રીજું ફળ છે રૂબી રોમન ગ્રેપ્સ(Ruby Roman Grapes). મિત્રો તમને આ દ્રાક્ષનો આકાર જોઈને આશ્ચર્ય થશે. આ દ્રાક્ષ પીંગ પોંગ દડા જેવા આકારની હોય છે. આ દ્રાક્ષની ખેતી ખુબ જ દુર્લભ હોય છે અને તે પણ જાપાનમાં જ કરવામાં આવે છે. અને આ દ્રાક્ષનું સૌથી પહેલા ઉત્પાદન વર્ષ 2008 માં થયું હતું. પરંતુ તમે જો આ દ્રાક્ષનો સ્વાદ ચાખવા માંગો છો તો તમારે 60,000 રૂપિયા ચૂકવવાના રહેશે. આ દ્રાક્ષ માત્ર એક જ ઋતુમાં તૈયાર કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન તેને સ્ટોર કરવામાં આવે છે.

ત્યાર બાદ છે તૈયો નો તમાગો મેન્ગોસ(Taiyo-no-Tamago mangoes). મિત્રો તમાગો કેરીને સુરજના ઈંડાના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેનો આકાર એક મોટા ઈંડા જેવો હોય છે. આ કેરીની ખેતી માત્ર જાપાનમાં જ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ખુબ ઓછા પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે. આ કેરીના બે નંગ લો તો તેના માટે તમારે 2 લાખ રૂપિયા કિંમત ચૂકવવી પડશે.. જ્યારે અહીં ભારતમાં આટલા પૈસામાંથી કદાચ એક નાનો એવો કેરીનો બાગ પણ બનાવી શકાય.

પાંચમું સૌથી મોંઘુ ફળ છે ધ લોસ્ટ ગાર્ડન ઓફ હેલીગન પાઈનેપલ(The lost gardens of heligan pineapple). આ અનાનસ સૌથી મોંઘા ફળો માનું એક છે. આ અનાનસની ખેતી ઈંગ્લેન્ડમાં કરવામાં આવે છે. આ અનાનસની ખેતી ખુબ જ સાવધાની પૂર્વક 50 થી વધુ ખેડૂતોની દેખરેખ નીચે એક ગ્રીન હાઉસમાં કરવામાં આવે છે. આ ઉપરાંત ઘોડાની ખાદની મદદથી તેની ખેતી કરવામાં આવે છે. આ પાઈનેપલને ખાવા માટે તૈયાર કરવામાં લગભગ  2 વર્ષનો સમય લાગે છે. આ પ્રકારના એક અનાનસની કિંમત 96,000 સુધીની હોય શકે છે.

તો આ હતા એ વિશ્વના સૌથી મોંઘા ફળો. તો મિત્રો તમને ખાસ જણાવવાનું  કે તમને સૌથી વધારે કયું ફળ ગમે તે કોમેન્ટ કરો….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

Leave a Comment