સ્ત્રીઓએ ક્યારેય પણ કરવો જોઈએ આ વસ્તુને સ્પર્શ….. જો તેનો સ્પર્શ કરે તો નહિ રહે કુંવારી કે પતિવ્રતા

સ્ત્રીઓએ ક્યારેય પણ કરવો જોઈએ આ વસ્તુને સ્પર્શ….. જો તેનો સ્પર્શ કરે તો નહિ રહે કુંવારી કે પતિવ્રતા

આપણે જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં ઘણા બધા એવા રીતરીવાજો છે જેને ઘણા લોકો નિભાવતા હોય છે અને ઘણા લોકો નથી નિભાવતા હોતા. તો અમે એવી જ એક માન્યતા વિશે તમને જણાવશું. આ માન્યતા ભગવાન શિવજીના શિવલિંગ વિશેની છે. લગભગ બધા જ લોકોએ સાંભળ્યું હશે કે કુંવારી છોકરીએ અને પતિવ્રતા પત્નીએ ક્યારેય પણ શિવલિંગનો સ્પર્શ ન કરવો જોઈએ. આપણા પુરાણોમાં તેને સ્પર્શ કરવાની સખ્ત મનાઈ કહેવામાં આવી છે. તો મિત્રો તેની પાછળનું કારણ અને શું છે તેની પાછળનું સાચું રહસ્ય એ આજે અમે આ લેખમાં તમને જણાવશું. તો આ લેખને અંત સુધી વાંચો અને જાણો શા માટે પતિવ્રતા પત્ની અને કુંવારી છોકરીઓએ શિવલિંગનો સ્પર્શ ન કરવો જોઈએ.

હિંદુ ધર્મ અનુસાર શિવલિંગની પૂજાને ખુબ જ શુભ માનવામાં આવે છે. માત્ર ભારતમાં જ નહિ પરંતુ અન્ય દેશોમાં પણ જ્યાં જ્યાં હિંદુઓ વસે છે ત્યાં તેઓ પણ શિવલિંગની પૂજામાં વિશ્વાસ રાખતા હોય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે શિવલિંગને સ્પર્શ કરવાનો અધિકાર માત્ર પુરુષો પાસે જ છે. જ્યારે સ્ત્રીઓ, પતિવ્રતા પત્ની અને ખાસ કરીને કુંવારી કન્યાઓ માટે શિવલિંગનો સ્પર્શ કરવો તે વર્જિત કાર્ય ગણાય છે, એવું આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે.

પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજી ખુબ જ કઠોર અને પવિત્ર તપસ્યામાં લીન થતા હતા. તેઓ કોઈ જંગલ કે શિખરની ટોચ પર જઈને તપસ્યામાં લીન થતા. જ્યાંથી મનુષ્ય જીવન અને સભ્યતા ખુબ જ દુર હોય. તે જગ્યા પર કોઈ સ્ત્રી તો શું, પુરુષનું જવું પણ શક્ય ન હતું. કહેવાય છે કે જ્યારે ભગવાન શિવજી તપસ્યામાં લીન હોય, ત્યારે દેવીઓ અને અપ્સરાઓ પણ ખુબ જ સાવચેતી રાખતા કે ભૂલથી પણ તેના કારણે ભગવાન શિવજીની તપસ્યામાં ભંગ ન થાય. જો તેના કારણે ભગવાન શિવની તપસ્યામાં કોઈ ભંગ પડે તો તેમણે તેના ક્રોધના ભોગી બનવું પડે, એટલા માટે દેવીઓ અને અપ્સરાઓ પણ સાવધાની રાખતી હતી. ત્યારથી જ આ માન્યતા ચાલી આવે છે કે કોઈએ પણ ભગવાન શિવજીના લિંગને સ્પર્શ કરવો નહિ.

ત્યાર બાદ કુંવારી છોકરીઓએ અને પતિવ્રતા સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ તો નથી કરી શકતી પણ તેમની પૂજા પણ નથી કરી શકતી. કુંવારી કન્યાઓ ભગવાન શિવજીની પૂજા કરી શકે છે. પરંતુ માત્ર એકલા ભગવાન શિવજીની પૂજા નથી કરી શકતી. કુંવારી કન્યા ભગવાન શિવ અને પાર્વતીજીની એક સાથે જ પૂજા કરી શકે છે. કુંવારી કન્યા માટે માત્ર શિવજીની પૂજા કરવી તે પણ વર્જિત ગણવામાં આવે છે. જ્યારે કુંવારી છોકરીઓ સોળ સોમવારનું વ્રત રાખે છે ત્યારે શિવજીની પૂજા કરે છે. પરંતુ માતા પાર્વતીની પણ સાથે પૂજા કરે છે અને તેનું કારણ એ છે કે ભગવાન શિવને જ સૌથી શ્રેષ્ઠ પતિ માનવામાં આવ્યા છે. એટલા માટે છોકરીઓ ભગવાન શિવજી જેવા પતિની ઈચ્છા લઈને જ ભગવાન શિવજી અને પાર્વતીની પૂજા કરતી હોય છે.

મિત્રો આ ઉપરાંત લિંગ પુરાણ અનુસાર દરેક પુરુષ જાતિ ભગવાન શિવજીનો અંશ છે અને દરેક સ્ત્રી જાતિ માતા પાર્વતીનો અંશ માનવામાં આવે છે. તેથી કુંવારી કન્યાઓ અને સ્ત્રીઓ માટે ભલે શિવલિંગને સ્પર્શવાની મનાય હોય, પરંતુ તેઓ શિવલિંગ પર જળ અવશ્ય ચડાવી શકે છે.

એક કારણ એવું પણ છે કે ભગવાન શિવજીનું લિંગ એ પુરુષત્વની નિશાની છે. એટલા માટે કોઈ પણ કુંવારી કન્યાએ કે પતિવ્રતા સ્ત્રીએ ભગવાન શિવજીના લિંગને સ્પર્શ ન કરવો જોઈએ. નહિ તો પતિવ્રતા પત્નીનું વ્રત તૂટી જાય છે. જેના કારણે આપણા શાસ્ત્રો અનુસાર તે પાપની ભાગીદાર બન છે. એટલા માટે કુંવારી કન્યા અને પતિવ્રતા સ્ત્રીઓએ ક્યારેય પણ ભગવાન શિવજીના શિવલિગને સ્પર્શ ન કરવો જોઈએ.

તો મિત્રો આ હતી શિવલિંગને લઈને સ્ત્રીઓ સાથે અમુક એવી માન્યતાઓ અને તેની પાછળના કારણો. જે માન્યતાઓ વર્ષોથી ઘણા લોકો નિભાવતા આવતા હોય છે. પરંતુ ઘણા લોકો આ માન્યતાથી અજાણ પણ હોય છે. પરંતુ મિત્રો ભગવાન શિવજીને સ્ત્રીઓએ જળ ચડાવવું હોય તો પુજારી કે પુરુષ દ્વારા અર્પિત કરી શકે છે. અને તેનું ફળ ખુબ જ સારું મળે છે.

પરંતુ ખરેખર દિલમાં શ્રદ્ધા હોય અને સ્ત્રીઓ અને કુંવારી છોકરી દર્શન કરે તો તેને સ્પર્શ કરવા કરતા પણ વધારે ફળ મળે છે. કોઈ પણ દેવતા કે દેવીના દર્શન તમે કરો ત્યારે તેને દિલથી જુવો તો તમારી દરેક મનોકામના પૂર્ણ અવશ્ય થાય છે. તો મિત્રો કોમેન્ટ કરો અને આ વાત વિશે તમારું શું કહેવું છે એ અમને અવશ્ય જાણવો…. હર હર મહાદેવ….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment