આવી મહિલાઓ હોય છે ઘર માટે કુલક્ષ્મી….. જાણો શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે…

આવી મહિલાઓ હોય છે ઘર માટે કુલક્ષ્મી….. જાણો શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે…

આપણા ધાર્મિક શાસ્ત્રોમાં વ્યક્તિ વિશેષ માટે ઘણી બધી ધાર્મિક વાતોનુ વર્ણન થયેલું છે. ખાસ કરીને મહિલાઓ માટે ઘણી બધી વાતોનો ઉલ્લેખ જોવા મળે છે. શાસ્ત્રો અનુસાર જે સ્ત્રીના લક્ષણો વ્યવસ્થિત અને ધાર્મિક હોય તો તે સ્ત્રીને ઘરની લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ જો કોઈ સ્ત્રી તે બધા ગુણોથી વિપરીત હોય તો તે સ્ત્રીને કુલક્ષ્મી માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે આ કુલક્ષ્મી સ્ત્રીઓ જે પણ ઘરમાં જાય છે તે ઘરની સુખ સમૃદ્ધિ નષ્ટ થઇ જાય છે. આજે અમે અમુક એવા લક્ષણો જણાવવા જઈ રહ્યા છીએ જેના આધારે તમે નક્કી કરી શકો છો કે કંઈ સ્ત્રીઓ કુલક્ષ્મી હોય છે.

શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી પોતાની સાફ સફાઈ પર ધ્યાન નથી આપતી, સમયે સ્નાન નથી કરતી તેવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શરીરમાં ગંદકી રાખવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને તેવા ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી થતો. આ ઉપરાંત જે સ્ત્રી પાપ કર્મો તરફ વધારે ધ્યાન આપીને પૂજા પાઠ તેમજ કોઈ અન્ય ધાર્મિક કાર્યો નથી કરતી તે સ્ત્રીને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે.

ત્યાર બાદ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે સ્ત્રીનું મન પોતાના પતિમાં નથી લાગતુ તેને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. આ ઉપરાંત જે સ્ત્રી હંમેશા ગુસ્સો કરીને ઘરમાં અશાંતિનું વાતાવરણ ફેલાવે છે તેને પણ અલક્ષ્મી માનવામાં આવે છે. કારણ કે જે ઘરમાં આ રીતે અશાંતિનું અને ઝગડાનું વાતાવરણ રહેતું હોય તે ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી પ્રવેશ નથી કરતા. માટે તેવી સ્ત્રીઓને કુલક્ષ્મી માનવામાં આવે છે.

આ ઉપરાંત જે સ્ત્રીઓ છળ-કપટ કરે અથવા અસત્યનું આચરણ કરે છે તો શાસ્ત્રો અનુસાર આવી સ્ત્રીઓ જે ઘરમાં જાય છે તેની બરકત નથી રહેતી. માટે આવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે. મિત્રો જે સ્ત્રીઓ પોતાના ઘરને સ્વચ્છ નથી રાખતી તેમજ ઘરને સજાવીને નથી રાખતી તેમજ ઘરમાં રહેલી વસ્તુઓ અસ્ત વ્યસ્ત રાખે છે તેમના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. માટે તેવી સ્ત્રીઓને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે.

જે સ્ત્રીના વિચારો ઉત્તમ અને સારા નથી હોતા તેને પણ કુલક્ષ્મી કહેવામાં આવે છે. કારણ કે જે સ્ત્રીના વિચાર ઉચ્ચ અને સારા નથી હોતા તેનો વિકાસ સારી રીતે નથી થતો. તેથી તેને અલક્ષ્મી માનવામાં આવે છે. આ ઉપરાંત જે સ્ત્રી પોતાના બાળકો અને પરિવારને પ્રેમ નથી કરતી તેવી સ્ત્રીને પણ કુલક્ષ્મી માનવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર જે સ્ત્રી માત્ર પોતાના વિશે જ વિચારે છે અને સમાજ, દુનિયા, પરિવાર વગેરેનું નથી વિચારતી તે સ્ત્રી પણ કુલક્ષ્મી ગણાય છે. આ ઉપરાંત જે સ્ત્રી ચુગલી કરે છે તેમજ બીજાના ઘરમાં ઝગડાઓ કરાવે છે તે સ્ત્રી સૌથી મોટી કુલક્ષ્મી ગણાય છે. કારણ કે આવી સ્ત્રીઓની આદતથી ઘરનું વાતાવરણ તો ખરાબ થાય છે પરંતુ તેની સાથે બીજાના ઘરનું વાતાવરણ પણ અશાંત થાય છે. એટલા માટે આવા ઘરમાં ક્યારેય લક્ષ્મી નથી રહેતી.

મિત્રો આવા લક્ષણ ધરાવતી સ્ત્રીઓ કુલક્ષ્મી ગણાય છે. માટે જો કોઈ સ્ત્રીમાં આ આદતો હોય તો તેણે આજથી જ આ આદતો  સુધારી દેવી જોઈએ. કારણ કે જ્યાં સુધી કોઈ સ્ત્રીમાં આ આદતો રહે છે ત્યાં સુધી તે કુલક્ષ્મી ગણાય છે. પરંતુ જો કોઈ સ્ત્રી આ આદતો છોડીને પોતાના સદગુણોને વિકસાવે છે ત્યાર બાદ તે કુલક્ષ્મી નથી રહેતી પરંતુ લક્ષ્મી સ્વરૂપ ગણાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment