શાસ્ત્રો અનુસાર સંધ્યા સમયે સુંદર સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા આ કામ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌅 સંધ્યા સમયે ક્યારેય પણ આ કામ ન કરો:- 🌅

🌅 નિયમ એક એવી વસ્તુ છે કે જેના કારણે બધા કામ વ્યવસ્થિત રીતે થાય છે અને જો નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેના ખરાબ પરિણામો પણ ભોગવવા પડે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં ઉઠવા, બેસવા અને જીવન જીવવાના દરેક નિયમો અને રીતો બત્તાવેલી છે. જો દરેક કામને ઉચિત સમયે અને નિયમ પ્રમાણે કરવામાં આવે તો તેનું ખૂબ સારું પરિણામ મળે છે.

🌅 આપણે બધા આપણી પૂરી કોશિશ કરીએ છીએ કે નિયમ પ્રમાણે રહીએ જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે આપણું અને આપણા પરિવારનું પણ તેમ છતાં પણ ઘણી વાર જીવનમાં ખૂશી નથી હોતી. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી દિનચર્યામાં જાણતા અજાણતા એવી શું ભૂલો કરો છો જેના કારણે તમારે મૂશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ધનની કમીનો પણ સામનો કરવો પડે છે.

🌅 શાસ્ત્રો અનુસાર અમૂક કામો એવા છે કે જો તેને સંધ્યા સમયે કરવામાં આવે તો ઘરમાં અશાંતિ, છવાય જાય છે તેમજ તકલીફોની માત્ર વધે છે. આ ઉપરાંત આપણે દરિદ્રતા એટલે કે ગરીબીનો અનુભવ કરવો પડે છે. જો સંધ્યા સમયે આ કામો કરવામાં આવે તો ઘણી વાર તમારી આવક વધારે હોવા છતાં પણ તમારે ધનની અછત ઉભી થાય તેવું બને છે. માટે આ કામોને ક્યારેય પણ સંધ્યાના સમયે ન કરવા જોઈએ. સંધ્યા સમયે કોઈ પણ સંજોગોમાં આ કામ કરવાથી બચવું જોઈએ.

🌅 ૧. સંધ્યા સમયે તુલસી પાસે દીવો પ્રગટાવો. તે ખુબ જ સારી વસ્તુ છે પરંતુ કહેવાય છે કે સંધ્યા સમયે ક્યારેય તુલસીને પાણી ન રેડવું તેમજ તેના પાંદડા ન તોડવા. તુલસીને પાણી રેડવાનો સૌથી ઉત્તમ સમય છે સવારનો જો ત્યારે રેડવામાં આવે તો ધન,વૈભવ વધે છે પરંતુ રાત્રીના સમયે રેડવામાં આવે તો નુંકસાનદાયક સાબિત થાય છે.

🌅 ૨. સંધ્યા સમયે ક્યારેય કચરો ન વાળવો તેવું કહેવાય છે કે સંધ્યા સમયે કચરો વાળવાથી ઘરની સકારાત્મક ઉર્જા જતી રહે છે અને ગરીબી આવે છે. માટે સંધ્યા સમયે ક્યારેય પણ મહિલાઓ કચરો ન વાળે તેનું ખાસ ધ્યાન રાખવું.

🌅 ૩. સંધ્યા સમયે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ ક્યારેય કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું. આમ તો સ્ત્રીનું અપમાન કરવું તે પાપ ગણાય છે પરંતુ સંધ્યા સમયે એક સ્ત્રીનું અપમાન કરવાથી ઘણા દૂષ્ટ પરિણામોનો સામનો કરવો પડે છે. તેમનું અપમાન કરવાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે. માટે જ સ્ત્રીઓના અપમાનને પાપ માનવામાં આવ્યું છે. જે લોકો આવું કરે છે તે ક્યારેય સુખી નથી રહેતા.

🌅 ૪. સંધ્યા સમયે સુવું ન જોઈએ. આ સમયે સુવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. તેમજ સંધ્યાનો સમય આરતી માટેનો બેસ્ટ ટાઈમ માનવામાં આવ્યો છે. જો તમે બીમાર ન હોય અને સ્વસ્થ હોય તો ક્યારેય પણ સંધ્યા સમયે સુવું નહિ કારણ કે તેનાથી શરીરમાં સૂસ્તી ચડે છે, આળસ આવે છે અને અમૂક બીમારીઓનો ભોગ પણ બની શકે છે આપણું શરીર.

🌅 ૫. સંધ્યાના સમયે કોઈની ઈર્ષ્યા કરવી ન જોઈએ. આમ તો ઈર્ષા કરવી તે પાપ છે કારણ કે શાસ્ત્રો અનુસાર ઈર્ષા કરવા વાળા લોકોને સજા પણ મળે છે. પરંતુ સંધ્યા સમયે તો બિલકુલ ન કરવી.

🌅 6. સંધ્યા સમયે ક્યારેય પતિ પત્નીએ પ્રેમ સંબંધો ન બનાવા જોઈએ કારણ કે સંધ્યાનો સમય પૂજા પ્રાથનાનો સમય છે માટે વાતાવરણ પણ તેવું જ હોવું જોઈએ જો સંધ્યા સમયે સંબંધ બનાવે તો શરીરની પવિત્રતા ખતમ થઇ જાય છે.

🌅 7. સંધ્યા સમયે ક્યારેય ક્રોધ ન કરવો. કારણ કે ક્રોધ હંમેશા ઘરમાં અશાંતિ ફેલાવે છે. તેવું કહેવાય છે કે સંધ્યાના સમયે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે. જો તમે ક્રોધ કરો તો માતા લક્ષ્મી જતા રહે છે અને દૂર્ભાગ ઘર કરી જાય છે.

🌅 8. આ ઉપરાંત આપણી પ્રાચીન માન્યતાઓ અને નિયમો અનુસાર સંધ્યા સમયે ક્યારેય પણ ભોજન  કરવું જોઈએ તેમજ વાળ ન ઓળવા જોઈએ.

🌅 તો આ રીતે સંધ્યા સમયે આ કામોને કરવાથી બચો અને તમારી સુખ સમૃદ્ધિ અને સંપતિને વધારો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ.     (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment