શું તમે જાણો છો કૂતરાઓ શા માટે ગાડીઓ પાછળ દોડે છે ? જાણીને ચોંકી જશો

🐶 શું તમે જાણો છો કે કૂતરાઓ શા માટે ગાડીઓ પાછળ દોડે છે? 🐶

🐶 મિત્રો તમારી આસપાસ અથવા તો તમે રસ્તાઓ પર જાવ ત્યારે તમે કૂતરાઓ તો જોયા જ હશે. તો તમે એક વાત પણ નોંધ કરી હશે કે કૂતરાઓને અમુક વિચિત્ર આદતો હોય છે. જેમ કે રસ્તાની કોઈ વસ્તુ સૂંઘવાની, કોઈ નવી વ્યક્તિ ઘરમાં પ્રવેશે તો ભસવાની વગેરે. તેમાંથી એક હોય છે ગાડીઓની પાછળ ભાગવાની આદત. મિત્રો ઘણી વાર તમે જોયું હશે કે રસ્તા પરથી કોઈ ગાડી પસાર થાય ત્યારે કૂતરાઓ તેની પાછળ દોડવા લાગે છે અને તે પણ એટલા જુસ્સા સાથે દોડતા હોય છે તે પોતાના દાંતના બળ પર જ આખી ગાડીને પલટી નાખશે. અને ખુબ જ સ્પીડ સાથે ગાડીની પાછળ દોડતા હોય છે.

🐶 પરંતુ મિત્રો સવાલ એ છે, કે આખરે કૂતરાઓ ગાડીઓને જોઇને તેની પાછળ શા માટે ભાગે છે ? તો ચાલો જાણીએ તેના વિશે. કૂતરાનું આ રીતે ગાડીની પાછળ ભાગવાના ઘણા કારણો હોઈ શકે છે જે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું. મિત્રો ખુબ જ રસપ્રદ વાત માહિતી છે કે શા માટે કૂતરા ગાડીઓ પાછળ દોડે છે.

🐶 મિત્રો કૂતરાઓ માત્ર ગાડી જ નહિ પરંતુ બાઈક તેમજ નાના બાળકો પાછળ પણ ભાગવા લાગે છે. ખરેખર કૂતરાઓ શિકારી જાનવર  જેવા હોય છે એ તો મનુષ્ય સાથે રહે છે એટલા ખતરનાક સાબિત થતા નથી. શિકારી જાનવર હોવાને કારણે શિકારી ખેલ ખેલવો તેમને પસંદ હોય છે. તેના શિકારી સ્વભાવના કારણે આપણા પાછળ ભાગીને પીછો કરવામાં મજા આવતી  હોય છે. તેથી જ તો તમે ક્યારેક જોયું હશે કે તમે બોલ ફેંકો અથવા કોઈ એવી રબ્બર રીંગ ફેંકો તો તે ફાટફાટ તેની પાછળ જઈને તેને લઇ આવે છે.🐶 તમે એક વસ્તુની નોંધ કરી હશે કે મોટા ભાગે કૂતરાઓ ગાડીઓની નીચે જ સુતા હોય છે. તેથી ગાડી નીચે તેને પોતાનું ઘર જ લાગે છે પરંતુ જ્યારે ગાડી ચાલુ થઇ જાય ત્યારે તે ખુબ જ નારાજ થઇ જાય છે કારણ કે તેમનું ઘર તેમનાથી છીનવાઈ ગયું હોય તેવું તેને લાગે છે. જ્યારે તે રસ્તા પર ચાલતી આવી ગાડીઓને જુવે છે તો તેને પોતાનાથી છૂટતું ઘર યાદ આવે છે. ત્તેથી તે નારાજ થઈને ગાડીની પાછળ દોડતા હોય છે.🐶 ઘણીવાર એવું થતું હોય છે કે અમુક ગાડીઓની નીચે કૂતરાઓ મરી જતા હોય છે. હોંશિયાર કૂતરાઓ તો બચી જાય છે પરંતુ તેમના નાના બચ્ચાઓ નથી બચી શકતા તેથી તે ગાડી નીચે કચડાઈને ઘણીવાર મરી જતા હોય છે. હવે તે ગાડી નીચે મરેલા કૂતરાના પરિજન કૂતરાઓ તેમજ તે બચ્ચાની માં તે ગાડીને જોતા જ તેના મગજમાં તેની તસ્વીર છપાય જાય છે. તેથી તેના જેવા જ રંગ તથા આકારની ગાડી પસાર થાય ત્યારે તેને મરેલા કૂતરાનું દ્રશ્ય જીવંત થાય છે અને તે ખુબ જ ગુસ્સાથી કતલ કરવાના ઈરાદાથી ગાડીની પાછળ ભાગે છે.

🐶 તો મિત્રો આશા છે કે તમને કૂતરાના ગાડી પાછળ ભાગવાનું કારણ હવે સમજાય ગયું હશે. અને ક્યારેય તમારી સાથે આવું બન્યું હોય તો કોમેન્ટ કરજો …

 👉  તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ   (૪) એવરેજ

 અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment