ઓપરેશન સમયે ડોક્ટર લીલા કે વાદળી રંગના કપડાં જ કેમ પહેરે છે ? જાણો કહીકત..

મિત્રો મોટાભાગે ફિલ્મોમાં અને મોટી મોટી હોસ્પિટલમાં આપણે જોઈએ તો ડોક્ટરોએ લીલા અથવા વાદળી રંગના પહેરેલા દેખાતા હોય છે. પરંતુ આ કપડાં ત્યારે જ પહેરવામાં આઅવે છે જ્યારે ડોક્ટર કોઈ દર્દીનું ઓપરેશન કરવાના હોય. પરંતુ શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે, આખરે શા માટે ઓપરેશનના સમયે ડોક્ટર લીલા અથવા વાદળી રંગના કપડાં પહેરે છે, શા માટે પીળા અથવા અન્ય રંગોના કપડાં નથી પહેરતા. તો મિત્રો આજે અમે તમને જણાવશું કે શા માટે ડોક્ટર લીલા અથવા વાદળી રંગના કપડાંઓપરેશન સમયે પહેરે છે. આ માહિતી ખુબ જ ખાસ છે. માટે આં લેખને દરેક લોકોએ અંત સુધી વાંચવો જોઈએ.

એવું કહેવામાં આવે છે કે પહેલાના સમયમાં ડોક્ટરોથી લઈને હોસ્પિટલના બધા જ કર્મચારી સફેદ કપડાં પહેરતા હતા. પરંતુ વર્ષ 1914 માં એક પ્રભાવશાળી ડોક્ટરે આ પારંપરિક ડ્રેસને લીલા રંગમાં બદલી નાખ્યો. ત્યારથી આ ચલણ ચાલતું આવે છે. પરંતુ આજે ઘણા ડોક્ટરો વાદળી રંગના કપડાં પણ ઓપરેશન સમયે પહેરે છે. જો તમે ધ્યાનથી જોયું હોય તો ઘણી હોસ્પિટલમાં પડદાનો રંગ પણ લીલો અથવા વાદળી હોય છે. તેના સિવાય નર્સ અથવા હોસ્પિટલના અન્ય સ્ટાફના કપડાંનો રંગ પણ લીલો અથવા વાદળી હોય છે. પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે લીલા અને વાદળી રંગમાં એવું તો શું ખાસ છે કે હોસ્પિટલમાં જ તેને ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે.

મિત્રો ટુડે સર્જિકલ નર્સના 1998 ના અંકમાં છાપેલા એક રિપોર્ટ અનુસાર, સર્જરીના સમયે ડોક્ટરોએ લીલા રંગના કપડાં પહેરવાનું એટલા માટે શરૂ કર્યું, કેમ કે આંખોને આરામ મળે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે કોઈ એક રંગને સતત જોઈએ તો આપણી આંખોને થકાન મહેસુસ થાય છે. આપણે સુરજ અથવા બીજી કોઈ ચમકદાર વસ્તુને જોઈએ તો આપણી આંખો અંજાય જતી હોય છે.પરંતુ આંખ અંજાય ગયા બાદ જો તરત જ લીલા રંગને જોવામાં આવે તો આંખને સુકુન મળે છે, રાહત મળે છે.

જો વૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આપણી આંખોનું જૈવિક નિર્માણ કંઈક આ પ્રકારનું હોય છે, જેમાં લાલ, લીલો અને વાદળી રંગને જોવા માટે સક્ષમ હોય છે. આ રંગો માંથી બનેલા બીજા કરોડો રંગોને માણસની આંખ ઓળખી શકે છે. પરંતુ બધા જ રંગોની તુલનામાં આપણી આંખ લીલો અને વાદળી રંગ જ વધારે સારી રીતે જોઈ શકે છે. આપણી આંખોને લીલો અથવા વાદળી રંગ એટલો નથી ખટકતો, જેટલો પીળો, લાલ રંગ ખટકે છે. પીળો અને લાલ રંગ આપણી આંખને ખૂંચતો હોય છે, તે વધારે વાર આપણને જોવો પસંદ નથી આવતો. એટલા માટે લીલા અને વાદળી રંગને આંખ માટે સારો માનવામાં આવે છે. આ કારણને લઈને હોસ્પિટલમાં પડદાથી લઈને કર્મચારી સુધી બધા જ કપડાં લીલા અથવા વાદળી રંગ હોય  છે. તેનાથી હોસ્પિટલ આવતા લોકોને અનર મરીઝોની આંખોને આરામ મળે.

ડોક્ટર ઓપરેશન સમયે લીલા રંગના કપડાં એટલા માટે પણ પહેરે છે, કેમ કે ઓપરેશન થિયેટરમાં લોહી અને માનવ શરીરના અંદરના ભાગ જોઇને માનસિક તણાવમાં આવી શકે છે. તેવામાં લીલા રંગને જો ડોક્ટર જુવે તો તેનો તણાવ ઓછો થઇ શકે છે. એટલા માટે આ રંગના કપડાં ડોક્ટર Oઓપરેશન સમયે પહેરે છે. પરંતુ વાદળી રંગ પણ લીલા રંગની જેમ શાંત પ્રકૃતિનો હોય છે. એટલા માટે ડોક્ટરો કપડાં પહેરવાનું પણ પસંદ કરતા હોય છે. તો આ કારણે ડોક્ટર લીલા અને વાદળી રંગને ડોક્ટર ઓપરેશન પસંદ કરતા હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment