વિજ્ઞાન અનુસાર આ સમયે ગાડીમાં ભરવું જોઈએ પેટ્રોલ અથવા ડીઝલ…. થશે તમને ફાયદો.

આજના ભાગતા યુગમાં કોઈ પણ વ્યક્તિએ બહાર જવું હોય અથવા તો થોડે દુર પણ જવું હોય તો વાહનની જરૂર પડે છે. કેમ કે આજે ખુબ જ યુગ ઝડપથી આગળ વધી રહ્યો છે. જેના કારણે લોકો દરેક કામને ફટાફટ કરવા માંગે છે. જેના કારણ વાહનની જરૂર ખુબ જ વધી ગઈ છે. આજે આખું જનજીવન વાહનો પર નિર્ભર થઇ ગયું છે. તો તેવામાં બધા જ વાહનો કોઈને કોઈ ઇંધણથી ચાલે છે એ આપણે બધા જ જાણીએ છીએ.

પરંતુ આજે અમે તમને પેટ્રોલ અને ડીઝલને લઈને એક ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ. કેમ કે દરેક વાહન કોઈને કોઈ ઇંધણથી જ ચાલવાનું હોય છે. પરંતુ આજે અમે તમને પેટ્રોલ અને ડીઝલ વિશે જે વાત જણાવશું તે તમે નહિ જાણતા હોવ. તો મિત્રો વિજ્ઞાન અનુસાર પેટ્રોલ અને ડીઝલને ગાડીમાં ભરવાનો એક સમય હોય છે. અને તેનાથી લગભગ લોકો અજાણ હશે. તો આજે આ લેખમાં અમે તમને પેટ્રોલ અથવા ડીઝલને ક્યાં સમયે ગાડીમાં ભરવું જોઈએ તેના વિશે જણાવશું. અમે જણાવશું એ સમયે જો તમે પેટ્રોલ અને ડીઝલ ન ભરતા હોવ તો ખુબ જ મોટી ભૂલ કરી રહ્યા છો. માટે આ લેખને અંત સુધી વાંચો અને જાણો આખા દિવસ દરમિયાન ક્યાં સમયે પેટ્રોલ અને ડીઝલને ગાડીમાં ભરવું જોઈએ.

મિત્રો કાર અથવા બાઈકમાં હંમેશા સવારના સમયે જ પેટ્રોલ ભરવું જોઈએ. તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે. સવારના સમયે તાપમાન ખુબ જ ઓછું હોય છે. જેના કારણે જમીનની અંદર રહેલું પેટ્રોલ ટેંક ઠંડું હોય છે. જમીનમાં ઠંડક હોવાને કારણે પેટ્રોલ અને ડીઝલમાં ઘનત્વ ખુબ જ વધારે હોય છે. એક સેલ્સિયસ તાપમાન વધવાથી એક લીટર પેટ્રોલના આયતનમાં 1.2 મિલીલીટરનું અંતર હોય છે. અને ડીઝલમાં તે અંતર ૦.8  મિલીલીટર પ્રતિ લીટર આવે છે. એટલા માટે બપોરના સમયે 1 લીટર પેટ્રોલ ગાડીમાં ભરવામાં આવે તો પૂરું 1 લીટર નથી આવતું. બપોરના સમયે જો 1 લીટર પેટ્રોલ ભરવામાં આવે તો તેમાં ઓછું માપ આવે છે.

તમને પેટ્રોલ પંપ પર પેટ્રોલની ડેંસિટી જો વાંચી હોય તો તમને જાણ હશે. 730 થી 800 KG/m3 ની  વચ્ચે આવવાથી પેટ્રોલને શુદ્ધ માનવામાં આવે છે. ડીઝલની ડેંસિટી 830 થી 900 KG/m3 ની વચ્ચે હોય ત્યારે તેને શુદ્ધ માનવામાં આવે છે. જો તેનાથી વધારે હોય અથવા ઓછું હોય તો સમજવાનું કે પેટ્રોલ અથવા ડીઝલમાં કોઈ ભેળસેળ કરવામાં આવી હોય શકે. માટે એક વાર પેટ્રોલ પંપ પર જઈને ડેંસિટી અવશ્ય વાંચવી જોઈએ. ત્યાર બાદ બને ત્યાં સુધી બાઈક અથવા કારની ફ્યુલ ટેંકને ફૂલ રાખવી જોઈએ. કેમ કે જો ટાંકીને ખાલી રાખવામાં આવે તો તેમાં હવા ભરાય છે અને પેટ્રોલનનું બાષ્પીભવન થવા લાગે છે. માટે જ્યારે પણ પેટ્રોલ ભરો ત્યારે બને ત્યાં સુધી ટાંકી ખાલી ન રહે એ રીતે ભરવું જોઈએ. તેનાથી પેટ્રોલ અને આપણો ખર્ચ બંને બચી જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment