ચાલતી ટ્રેન માંથી કિંમતી સામાન પડી જાય તો ફટાફટ કરો આ કામ | 99% સામાન મળી જશે.

મિત્રો લગભગ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી જ હોય છે. કેમ કે આજે ભારતમાં એશિયાનું સૌથી મોટું રેલ તંત્ર છે. જે ખુબ જ વિશાળ રીતે ફેલાયેલું છે. આજે આખા ભારતના ખૂણે ખૂણે રેલ્વે માર્ગ જોવા મળે છે. પરંતુ આજે પરિવહન દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં સૌથી વધારે રેલ્વે પરિવહનને સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ જો કોઈ સંજોગો વસાત રેલ્વે અકસ્માત થાય તો ઘણી વાર જાનહાની થતી હોય છે. પરંતુ સરકાર દ્વારા પીડિત અથવા મૃતકના પરિવારને સહાય પણ કરવામાં આવે છે. તો મિત્રો આજે અમે તમને રેલ્વેની એક એવી ખાસ વાત જણાવશું જેના વિશે આજ સુધીમાં ખુબ જ ઓછો લોકો જાણતા હશે.

મિત્રો ક્યારેક તમારી નજર સમક્ષ અથવા તો ક્યારેક તમારા સાંભળવા આવ્યું હશે કે, ટ્રેનમાં બેઠેલ મુસાફરનો ફોન પડી ગયો હોય, અથવા કોઈ કિંમતી વસ્તુ પડી ગઈ હોય, ડોકયુમેન્ટ વગેરે કોઈ પણ મહત્વની વસ્તુ કે સામાન  પડી ગયો હોય. તો આવું કોઈ જરૂરી વસ્તુ ટ્રેન માંથી જ્યારે પડી જાય ત્યારે આપણે શું પગલું જેવું જોઈએ તેના વિશે આજે અમે તમને જણાવશું. આ માહિતી ખુબ જ અગત્યની છે. કેમ કે આપણે પણ પ્રવાસ કરતા હોઈએ અને ક્યારે આપણે પણ તેની જરૂર પડી જાય એ કહી ન શકાય. માટે આ લેખને અંત સુધી વાંચો.

જો ટ્રેનમાંથી આપણો સામાન  પડી જાય તો તો લગભગ લોકોને સૌથી પહેલો વિચાર એ જ આવે કે ટ્રેનની ચેન ખેંચવી. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આ પગલું બિલકુલ યોગ્ય ન ગણાય. કેમ કે ચાલતી ટ્રેનમાં ચેન ખેંચવામાં આવે તો ઘણી બધી દુર જઈને ટ્રેન ઉભી રહે છે. જેના કારને આપણી વસ્તુ જે જગ્યા પર [પડી ગઈ હોય તે ખુબ જ દુર હોય છે. જેને શોધવામાં ખુબ જ સમય લાગે છે. જેના કારણે ઘણી વાર એવું પણ બને કે આપણા સાથે બીજા અન્ય મુસાફરોને પણ તકલીફનો સામનો કરવો પડે. તો મિત્રો આજે અમેજે માહિતી જણાવશું તે ખુબ જ સરળ છે.

જ્યારે આપણો સામાન  પડી ગયો હોય ત્યારે તરત જ તે જગ્યા પર અથવા તેનાથી આગળ વીજળીના પોલ પર લખેલા નંબરને જોઈ લો. તે નંબરને યાદ રાખી લો. ત્યાર બાદ તમારી પાસે જો મોબાઈલ ના હોય તો જે લોકો તમારી સાથે મુસાફરી કરી રહ્યા હોય તેની પાસેથી ફોન માંગો અને RPF એટલે કે રેલ્વે પોલીસ ફોર્સના હેલ્પલાઇન નંબર 182 પર કોલ કરો.

RPF પર કોલ કર્યા બાદ તમારા સામાન  અને તેના વિશેની વિસ્તૃત માહિતી હેલ્પલાઇન નંબરમાં જણાવો. જેમાં જણાવો કે ક્યાં સ્ટેશનથી ક્યાં સ્ટેશન વચ્ચે અને ક્યાં વીજ પોલની નજીક તમારો સામાન  પડી ગયો છે. હેલ્પલાઇન નંબરમાં તમારે સામાન પડ્યો હોય તેની આસપાસના વીજ પોલ નંબર પણ આપવાના રહેશે. સંપૂર્ણ માહિતી આપ્યા બાદ તેના પર રેલ્વે પોલોસ ફોર્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જો તમારી કિસ્મત સારી હોય તો તમારો સામાન સુરક્ષિત રીતે RPF ના જવાનોને મળી જશે. અને નજીકમાં આવતું રેલ્વે સ્ટેશન પાસે જઈને તમે તમારો સમાન પ્રાપ્ત કરી શકો છો. તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment