શું black hole માં જવાથી બીજા ગ્રહનો રસ્તો ખુલે ? જાણો તેમાં ગયેલી વસ્તુ ક્યાં જાય છે.

મિત્રો તમે બ્રહ્માંડની ઉત્પતિ વિશે થોડું ઘણું તો જાણતા હશો. ઘણા લોકો બ્રહ્માંડ વિશે કોઈ પુસ્તકમાં અથવા તો ફિલ્મ જોઈને પણ તેના રહસ્યોને જાણવાનું પસંદ કરતા હોય છે. કારણ કે બ્રહ્માંડ એક એવી પહેલી છે જેની અંદર ગયા પછી વળવું ખુબ મુશ્કેલ છે. નવા નવા રહસ્યો દર ક્ષણે ખુલતા જાય છે અને બ્રહ્માંડ વિશે વધુ જાણવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો નવા નવા સંશોધનો કરે છે. તો આજે અમે તમને આ લેખમાં black hole(બ્લેક હોલ) વિશે જણાવશું.

અત્યારે સુધીમાં black hole ને લઈને ઘણી ફિલ્મો બની ચુકી છે. આ અંતરીક્ષની એ જગ્યા છે જ્યાં ફિઝીક્સના કોઈ કાયદા કાનુન નથી ચાલતા. તેનું ગુરુત્વાકર્ષણ બળ એટલું તીવ્ર હોય છે, એક વખત કોઈ વસ્તુ તેની અંદર ચાલી જાય પછી તેનું બહાર આવવું નામુમકીન છે. black hole પર જે પણ રોશની પડે છે તે તરત જ ભીતર ગાયબ થઈ જાય છે. થોડા સમય પહેલાં વૈજ્ઞાનિકો એવું જોયું હતું કે, આ રહસ્યમય ખગોળીય વસ્તુ સતત વધી રહી છે. તેમ છતાં તેનો આકાર જેવો છે તેવો જ રહે છે. આમ વધે છે છતાં તેનો આકાર ન વધવાનું કારણ હવે ખબર પડી છે. છેવટે black hole વધે છે છતાં તેનો આકાર મોટો નથી થયો.

black hole ને એમ કહી શકાય કે કોઈ તારાનું અંતિમ સમય માની શકાય છે. જ્યારે કોઈ વિશાળ તારો ખત્મ થવા પર આવે છે, ત્યારે તે ભીતર સમેટવા લાગે છે. છેલ્લે તે black hole બની જાય છે. જે પોતાની અંદર કોઈ પણ મોટામાં મોટી વસ્તુને ગળી જાય છે.આમ જ્યારે કોઈ તારો મરી રહ્યો હોય, ત્યારે તેનું તેજ એટલું વધી જાય છે કે, તે પોતાનામાં બધું જ સમાવી લે છે અને તે એક નાના black hole નું રૂપ લઈ લે છે. આમ હે તેનું આયતન નથી રહેતું, પણ ઘનત્વ વધી જાય છે. ત્યાર પછી તે સ્પેસની વસ્તુઓને પોતાના તરફ ખેંચી લે છે. જેટલી વસ્તુ તે ખેંચે છે તેટલી જ તેની તાકાત વધતી જાય છે. અંતરીક્ષમાં વૈજ્ઞાનિકો black hole ને તેના આકારને આધારે અલગ પાડે છે. નાના black hole સ્ટેલર black hole કહેવાય છે અને મોટા black hole ને સુપરમૈસીવ black hole કહેવાય છે. તેનો ભાર એટલો વધુ હોય છે કે, એક black hole માં લાખો કરોડો સુરજ બરાબર હોય છે. 1972 માં પ્રથમ વખત black hole ની પુષ્ટિ કરવામાં આવી હતી.

સ્ટીફન હોકિંગ એ black hole વિશે ઇવેન્ટ હોરાઈજનનું તથ્ય આપ્યું છે. તેના બહારના ભાગને ઇવેન્ટ હોરાઈજન કહે છે. તેમાંથી રેડીએશન નીકળે છે. જેને હોકિંગ રેડીએશન નામ આપવામાં આવ્યું છે. આ જ કારણે એક દિવસ એવો આવે છે જ્યારે black hole પોતાનું દ્રવ્યમાન ખોઈ બેસે છે. આ black hole માં જઈને પ્રકાશ, સમય, સ્પેસ બધા પોતાનો અર્થ ખોઈ બેસે છે. અહી ગયા પછી શું થાય છે તે હજી સુધી કોઈ જાણી નથી શક્યું. બની શકે છે અહીંથી તમે એક બીજા ગ્રહ પર પણ જઈ શકો છો. અથવા ભસ્મ થઈ શકે છે. એ પણ થઈ શકે છે તમે black hole ની ભીતર એમ જ અનંત કાળ સુધી રહો.સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર લીયોનાર્ડ સસકાઈન્ડએ આના પર પોતાની શોધ કરી છે. છેવટે તે વધવા છતાં આખા સ્પેસને કેમ નીગળી નથી રહ્યા. તેમણે ટોય મોડલ્સને black hole નું નામ આપીને હોલોગ્રામ તૈયાર કર્યો છે. જેમાં જાણવા મળ્યું કે, આયતન અને સંકરાપન એક સાથે જ વધે છે. આ પ્રક્રિયા કેટલી તેજ હોય છે તેની હજુ સુધી કોઈ ખ્યાલ નથી આવ્યો. આમ બન્ને વસ્તુ એક સાથે વધવાથી બંને એકબીજાને કાપે છે. આમ સતત વધવા છતાં black hole નો આકાર એટલો જ રહે છે.

આ ઉપરાંત કેલિફોર્નિયા ઇન્સ્ટીટયુટના ભૌતિક વિજ્ઞાની જોન પ્રીસ્કીલ પણ પ્રોફેસર લીયોનાર્ડની આ થિયરીને સમર્થન આપે છે. તેઓ કહે છે કે, કોમ્પ્લેક્સીટીનો આ આઈડિયા સારો છે અને તેના પર આગળ શોધ કરી શકાય છે. જો કે આ થિયરી પર કોઈ હાલ તો સમર્થન નથી આપી રહ્યું. black hole ના વિશેષજ્ઞ કહેવાતા ડગલસ સ્ટેનફોર્ડના કહેવા પ્રમાણે શું black hole પાસે કોઈ ઇન્ટરનલ ઘડિયાળ છે. જે સમયની સાથે ચાલે છે. black hole ને હાલ તો ફિઝીક્સના જ્ઞાત તથ્યો દ્વારા સમજી નથી શકાતું. આ માટે કલ્પનાને આગળ લઈ જવી પડશે.

Leave a Comment